મધ્યપ્રદેશ : શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ઉજ્જૈનમાં આવેલા બાર જ્યોતિર્લિંગોમાંના એક મહાકાલ મંદિરમાં શ્રાવણના ચોથા સોમવારે સવારે 4 વાગ્યે બાબા મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવી હતી.ઉજ્જૈનનું મહાકાલ મંદિર ભસ્મ આરતીના કારણે વિશ્વભરમાં અલગ ઓળખ ધરાવે છે.
વહેલી સવારે ભગવાન મહાકાલેશ્વરને દૂધ દહીંનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઢોલ નગારા અને મંદિરના ઘંટના નાદ સાથે પૂજારીઓએ મહાકાલની ભસ્મ આરતી કરી હતી. આ અવસર પર મહાકાલનો વિશેષ શ્રુંગાર કરવામાં આવ્યો હતો. હાલ કોરોના વાઇરસને કારણે શ્રદ્ધાળુઓ આરતીમાં સામેલ થઇ શક્યા નહીં.
મહાકાલેશ્વર મંદિરના રાત્રે 2:30 વાગે કપાટ ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ બાબા મહાકાલને જળ ચઢાવવામાં આવ્યું હતું. તેમજ વિશેષ પ્રકારના ફળોના રસથી પંચામૃત અભિષેક કરી પૂજન બાદ ભાંગનો વિશેષ શ્રુંગાર કરી ભસ્મ આરતી કરવામાં આવી હતી.