નવી દિલ્હી: રેલવે મંડળના એક અધિકારીએ જણાવ્યું કે, દિલ્હીથી શરુ થનારી ટ્રેનને લઈ યાત્રિકોની સંખ્યા અને ડિમાન્ડને ધ્યાને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીથી પંજાબના અલગ-અલગ શહેરો માટે અનેક ટ્રેનો શરુ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ અને બિહારથી આવનારી ટ્રેનની સંખ્યા પણ વધુ છે. હજુ સુધી કેટલ ટ્રેન ચાલુ અને બંધ રાખીએ નિર્ણય હુજુ બાકી છે.
દિલ્હીથી શરુથનારી સંભવિત ટ્રેનો
- નવી દિલ્હી-અમૃતસર
- જુની દિલ્હી-ફિરોઝપુર
- નવી દિલ્હી-ચંડીગઢ
- સરાય રોહિલ્લા-પોરબંદર
- દિલ્હી-ભાગપુર
- દિલ્હી-ગાઝીપુર સિટી
આ સિવાય જોધપુર, ડિબ્રૂગઢ, ગોરખપુર, મુઝફ્ફરપુર, હબીબગંજ, લખનઉ અને કામખ્યાથી પણ ટ્રેનો દિલ્હી સુધી શરુ કરવાનું પ્લાનિંગ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા રેલવેએ કોરોના વાઈરસના ખતરાને જોઈ યાત્રિકોની સુરક્ષા માટે તમામ તૈયારી કરી છે. અધિકારી મુજબ સ્પેશિયલ ટ્રેનોને દરરોજ સૈનિટાઈઝર કરવામાં આવે છે. યાત્રિકોને સ્ટેશન પર 90 મિનિટ પહેલા પહોચવાનું હોય છે. જ્યાં તેમનું થર્મલ સ્કેનિંગ, સેનિટાઈઝર અને અન્ય તપાસ કરવામાં આવે છે. સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવામાં આવે છે.