જમ્મુ કાશ્મીરઃ સોમવારે સેનાના લગભગ 700 જવાનો વિશેષ રેલગાડીમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોત પોતાની જગ્યાઓ પર ફરજ બજાવવા માટે જમ્મુ પહોંચ્યાં છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં વ્યવસાયિક અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ જવાનોને બેંગ્થીલુરુથી અહીં લાવવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ લાઇનની અસ્તિત્વમાં પ્રવર્તતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૈનિકોની સંખ્યા વધારવી જરુરી હતુ.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, સૈનિકો લઇને વિશેષ ટ્રેન 17 એપ્રિલના રોજ બેંગ્લોરથી રવાના થઈ હતી. તેમણે કહ્યું કે સૈનિકો બેંગલોર, બેલાગવી અને સિકંદરાબાદથી વ્યાવસાયિક તાલીમ પૂર્ણ કર્યા પછી તેમના સૈન્યમાં જોડાવાની રાહ જોઈ રહ્યાં હતા.
આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. તમામ જવાનો હાલ સુરક્ષિત છે.