અમેરિકાના ન્યૂજર્સીમાં રહેનાર સ્પર્શ શાહ એક રેપર, ગાયક, ગીતકાર અને પ્રેરણાદાયક વક્તા છે. તેનો જન્મ આસ્ટિયોજેનેસિસિ ઈમ્પરફેક્ટા રોગ સાથે થયો છે. આ બિમારીમાં હાડકા નાજુક હોય છે અને તે સરળતાથી ટૂટી જાય છે.
છેલ્લા કેટલાક સમયમાં સ્પર્શ શાહના 130 હાડકા ટૂટી ગયા છે. શાહ એમિનેમનું સપનું છે અને અરબો લોકોની સામે પરફોર્મ કરવા માગે છે. સ્પર્શ શાહની જિંદગી પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી 'બ્રિટલ બોન રેપર' બની હતી. જે માર્ચ 2018માં રિલીઝ થઇ હતી.
આ અંગે સ્પર્શનું કહેવું છે કે, આટલા લોકોની સામે રાષ્ટ્રગીત ગાવું મારા માટે બહુ જ મોટી વાત છે. શાહ તરફ પ્રથમવાર લોકોનું ધ્યાન ત્યારે ગયું, જ્યારે તેનો એમિનેમના ગીત 'નોટ અફ્રેડ'ને કવર કરતા એક વીડિયો રેકોર્ડ કર્યો. જેને ઓનલાઈન 6.5 કરોડથી વધારે લોકોએ નિહાળ્યો હતો. આમ, અમેરિકામાં સ્પર્શ ગુજરાતીઓનું ગૌરવ વધારી રહ્યો છે.