ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના સોપોરની 10 વર્ષીય આલિયાને મળ્યું પ્રથમ ડોમિસાઇલ સર્ટિફિકેટ

ઉત્તર કાશ્મીરના સોપોરની રહેવાસી આલિયા તારિકને નવા કાયદા હેઠળ 22 જૂને ડોમિસાઇલ સર્ટિફિકેટ મળ્યું છે, આ સાથે જ તે રાજ્યની પ્રથમ નાગરિક બની છે. આલિયાને રાજ્યનું પ્રથમ ડોમિસાઇલ પ્રમાણપત્ર મળ્યું છે. ત્રણ દિવસ બાદ નવીન કે. ચૌધરીને ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

10 વર્ષીય આલિયાને મળ્યો પ્રથમ ડોમિસાઇલ સર્ટિફિકેટ

author img

By

Published : Jul 2, 2020, 10:46 PM IST

શ્રીનગર: ઉત્તર કાશ્મીરના સોપોરની રહેવાસી આલિયા તારિક નવા કાયદા હેઠળ 22 જૂને ડોમિસાઇલ સર્ટિફિકેટ (કાયમી રહેઠાણ પ્રમાણપત્ર) મેળવનાર રાજ્યની પ્રથમ નાગરિક બની છે. કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં સામેલ કર્યા બાદ નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

આલિયા તારિકના પિતા તારિક અહમદ લાંગુએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે આલિયા સહિત પરિવારના તમામ સભ્યો માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે અરજી કરી હતી. કારણ કે તેમને લાગ્યું કે તે આધારકાર્ડની જેમ એક મહત્વનો દસ્તાવેજ છે. લાંગુએ કહ્યું કે, "પરિવારના દરેક વ્યક્તિ માટે ડોમિસાઇલ સર્ટિફિકેટની અરજી કરવી જોઇએ. મહેસૂલ વિભાગના મારા મિત્રોએ મને પ્રમાણપત્ર માટે અરજી કરવામાં મદદ કરી. મારા બાળકોને તેમની શાળાઓ દ્વારા નિવાસસ્થાન પ્રમાણપત્રો લાવવા કહેવામાં આવ્યું હતું."

આલિયાને રાજ્યનું પ્રથમ ડોમિસાઇલ પ્રમાણપત્ર મળ્યાના ત્રણ દિવસ પછી નવીન કે. ચૌધરીને ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. 1994ની બેચના જમ્મુ-કાશ્મીર કેડરના આઈએએસ અધિકારી ચૌધરી મૂળ બિહારના છે.

જમ્મુ-કાશ્મીરમાં સરકારને 33157 અરજીઓ ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે મળી છે, જેમાંથી 25,000થી વધુ સ્વીકારવામાં આવી છે. જમ્મુ વિભાગના 10 જિલ્લામાંથી સરકારને લગભગ 32,000 અરજીઓ મળી છે, જ્યારે કાશ્મીર વિભાગમાંથી માત્ર 720 અરજીઓ આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.