નવી દિલ્હીઃ લદ્દાખના કારગિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક લેન્ડમાઈન પર પગ આવી જવાથી એક ભારતીય સૈનિક શહીદ થયો છે. અજાણતા જવાનનો પગ લેન્ડમાઈન પર આવી જતા જવાન શહીદ થયો છે.
દિલ્હીમાં સેનાના સુત્રોએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના શનિવારે રાતે ઘટી હતી. શનિવારે અજાણ્યા જવાનનો પગ એક જૂના અનએક્સપ્લોડેડ ડિવાઈસ પર આવી જતાં જવાન શહીદ થયો છે.