ETV Bharat / bharat

રાજસ્થાનની રામાયણઃ વાયરલ ઓડિયો પર રાજકારણ, BJPના સંજય જૈનની ધરપકડ

રાજસ્થાનની રાજકીય રામાયણ બંધ થવાનું નામ નથી લઈ રહી, ત્યાં હોર્સ ટ્રેડિંગ મુદ્દા એક ઓડિયો વાયરલ થયો છે. રાજસ્થાનમાં ધારાસભ્યોના ખરીદ-ફરોકનો આ ઓડિયો સામે આવ્યા બાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ(SOG)એ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત, કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને ભાજપ નેતા સંજય જૈન વિરુદ્ધ કેસ કર્યો હતો. હાલ સંજય જૈનની ધરપકડ પણ કરાઈ છે. આ અંગે કોંગ્રેસના મુખ્ય સચેતક મહેશ જોશીએ ફરિયાદ કરી હતી. જેના આધારે આ કાર્યવાહી કરાઈ હતી.

sog-arrests-sanjay-jain-in-connection-with-conspiracy-to-topple-rajasthan-govt
રાજસ્થાન રામાયણઃ વાયરલ ઓડિયો પર રાજકારણ, BJPના સંજય જૈનની ધરપકડ
author img

By

Published : Jul 18, 2020, 7:03 AM IST

જયપુરઃ રાજસ્થાનની રાજકીય રામાયણ બંધ થવાનું નામ નથી લઈ રહી, ત્યાં હોર્સ ટ્રેડિંગ મુદ્દા એક ઓડિયો વાયરલ થયો છે. રાજસ્થાનમાં ધારાસભ્યોના ખરીદ-ફરોકનો આ ઓડિયો સામે આવ્યા બાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ(SOG)એ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત, કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને ભાજપ નેતા સંજય જૈન વિરુદ્ધ કેસ કર્યો હતો. હાલ સંજય જૈનની ધરપકડ પણ કરાઈ છે. આ અંગે કોંગ્રેસના મુખ્ય સચેતક મહેશ જોશીએ ફરિયાદ કરી હતી. જેના આધારે આ કાર્યવાહી કરાઈ હતી.

સંજય જૈન ઉર્ફ સંજય બરડિયા બીકાનેરના લૂણકરણસર વિસ્તારના છે. જે લગભગ 20 વર્ષ પહેલા જયપુર શિફ્ટ થયા હતા. સરદારશહરના એક મોટા વેપારી ઘરાના સાથે તેમના સંબંધ છે. હોટલના બિઝનેસ સાથે જોડાયેલા હોવાના કારણે નેતાઓ, ઘણા IAS અને IPS પણ સંપર્કમાં છે. ઓડિયોની તપાસ કરી રહેલી રાજસ્થાન SOG માનેસરના ITC રિસોર્ટ પહોંચ્યા હતાં, ત્યાં સચિન પાયલટ છાવણીના કોંગ્રેસના ધારાસભ્ય રોકાયેલા છે. જો કે, હરિયાણા પોલીસે અગાઉ SOG ટીમને હોટેલમાં દાખલ થતા અટકાવી હતી. બાદ પોલીસે તમામ દસ્તાવેજોની તપાસ કર્યા બાદ જ SOGને હોટેલમાં દાખલ થવા દીધી હતી. જેથી હોટેલની આજુબાજુ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી ગોઠવાઈ ગયાં હતાં.

હવે SOGની ટીમ ઓડિયો વિશે પુછ પરછ કરી શકે છે. જો કે, કોર્ટમાં ધારાસભ્યોના વોઈસ સેમ્પલ માટે પણ અપીલ કરવામાં આવી શકે છે. જેથી ઓડિયોની વાસ્તવિકતા ખબર આવી શકે. આ સમગ્ર કાર્યવાહી કોંગ્રેસના મુખ્ય સચેતક મહેશ જોશીની ફરિયાદ બાદ કરવામાં આવી રહી છે. જો કે, શેખાવતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, આ ઓડિયો ટેપમાં મારો અવાજ નથી. હું કોઈ પણ તપાસ માટે તૈયાર છું. આ સાથે જ રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે, રાજ્યના રાજકારણમાં જે થઈ રહ્યું છે, તે શરમજનક છે. મુખ્યપ્રધાનની ઓફિસના ફેક ઓડિયો દ્વારા નેતાઓની છાપ ખરાબ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

શું છે વાયરલ ઓડિયોમાં?

મીડિયામાં જે કથિત ઓડિયો સામે આવ્યો છે. જેમાં ધારાસભ્યોના ખરીદ વેચાણ સાથે જોડાયેલી વાત છે. જેમાં એક વ્યક્તિ પોતાને સંજય જૈન અને બીજો પોતાને ગજેન્દ્ર સિંહ ગણાવી રહ્યો છે. આ સાથે જ વાતચીતમાં ભંવરલાલ શર્માના નામનો પણ ઉલ્લેખ છે. ઓડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે, ઝડપથી જ 30ની સંખ્યા પુરી થઈ જશે. પછી રાજસ્થાનીમાં તે વિજયી ભવઃની વાત પણ કરી રહ્યો છે. એક વ્યક્તિ વાતચીત દરમિયાન કહી રહ્યો છે કે, આપણા સાથીઓ દિલ્હીમાં બેઠા છે, એ લોકો પૈસા લઈ ચુક્યા છે. પહેલો હપ્તો પહોંચી ચુક્યો છે. વાતચીત દરમિયાન પોતાને ગજેન્દ્ર સિંહ કહેતો વ્યક્તિ સરકારને પાડવાની વાત કરી રહ્યો છે. જોકે, ઈટીવી ભારત આ ઓડિયોની પુષ્ટી કરતું નથી.

આ ઓડિયો મુદ્દે ગેહલોત સરકારનો દાવો છે કે, ધારાસભ્યોની સોદાબાજીને લગતો ઓડિયો ગુરુવારે લીક થયો હતો. જેમાં એક અવાજ ગજેન્દ્ર સિંહ શેખાવતનો છે. વસુંધરાના વિરોધી દળના માનવામાં આવનાર શેખાવતે આ દાવાને નકારી દીધો છે. આ મુદ્દે રાજસ્થાનના રાજકારણ થઈ રહ્યું છે, ત્યારે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ નેતા વસુંધરા રાજે મૌન હતા. હવે વસુંધરા પર અશોક ગેહલોત સરકારને બચાવવાનો આરોપ લાગી રહ્યો છે. ભાજપના જે 72 ધારાસભ્ય છે, તે પૈકી 45 ધારાસભ્ય વસુંધરાના સમર્થક માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.