1980 અને 1990માં ઇન્ટરનેટે વિશ્વભરના સંશોધન કેન્દ્રો અને યુનિવર્સિટીઓની અને બાદમાં જાહેર સંસ્થાઓ, સંસ્થાઓ, અને ખાનગી કંપનીઓની આઇટી ક્ષમતાને પોતાની અંદર સમાવી લેવાં તેની તકોનો વ્યાપ વધાર્યો હતો. ઇન્ટરનેટે આજે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે, હવે તે કોઇ રાષ્ટ્ર દ્વારા અંકુશીત પ્રોજેક્ટ નથી રહ્યું પરંતુ સમસ્ત વિશ્વમાં સૌથી મોટું કોમ્પ્યુટર નેટવર્ક બની રહ્યું છે જેમાં 50,000 પેટા નેટવર્ક, 40 લાખ સિસ્ટમ અને 7 કરોડ યુઝર્સનો સમાવેશ થાય છે.
આપણા પરિવાર અને મિત્રોને ખુબ જ સરળ માર્ગે જોડવા ઉપરાંત સોશિયલ મીડિયાની મદદથી વિશ્વભરની વિવિધ બ્રાન્ડના ઇ-કોમર્સ, વેબસાઇટના પ્રત્યેક પેજ ઉપર દર્શાવાતી જાહેરાતો, અને મિનિટોમાં જ લોકોને સમાચારોની માહિતી પહોંચાડનાર મીડિયા જેવા બીઝનેસની એક નવી જ દુનિયાનો વિકાસ થઇ શક્યો છે સોશિયલ મીડિયાએ આપણી દુનિયા ઉપર અભૂતપૂર્વ પ્રભાવ ઉભો કર્યો છે અને લાખો લોકો તેના વિના જીવવાની કલ્પના પણ કરી શકતા નથી.
વિવિધ વર્તુળો ઉપર સોશિયલ મીડિયાનો પ્રભાવ
સોશિયલ મીડિયાએ આપણી અભિવ્યક્તિઓને પણ સરળ બનાવી દીધી છે. હવે માત્ર આપણા મિત્રો સમક્ષ જ નહીં પરંતુ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુ ટ્યુબના માધ્યમથી બહારની દુનિયા સમક્ષ પણ સરળતાથી આપણે આપણી લાગણીઓ, વિચારો કે અભિપ્રાયોને અભિવ્યક્ત કરી શકીએ છીએ. હવે લોકો અગાઉની તુલનાએ ખુબ મોટી સંખ્યામાં પ્રેક્ષકો કે શ્રોતાઓ સુધી પહોંચી શકે છે. સોશિયલ મીડિયાના આગમન પહેલાં તમારી પાસે તમારા અભિપ્રાયો હતા પરંતુ તમે ફક્ત તમારી નજીકના લોકો સમક્ષ જ તેને અભિવ્યક્ત કરી શકતા હતા. જો કે સિયલ મીડિયાએ આ આખી રમતને જ ફેરવી નાંખી છે ઉપરથી નીચે સુધી, જ્યાં વ્યાપ દસ ગણો વધી ગયો છે.
સોશિયલ નેટવર્ક લોકોને પોતાના જૂના મિત્રો અને પરિચિતો સાથે જોડાવાની, નવા મિત્રો બનાવવાની, વિચારો અને વિષયવસ્તુની આપ-લે કરવાની તક ઉપલબ્ધ કરાવે છે. તેણે ઉદ્યોગ સાહસિકોને તેઓની નવી પ્રોડક્ટ અને સેવાનો પ્રચાર કરવાની અને પોતાના વિશાળ ગ્રાહકવર્ગ સુધી પહોંચીને લોકપ્રિય બ્રાન્ડને પોતાની ક્ષિતિજો વિસ્તારવાની પણ સુવિધા ઉભી કરી આપી છે.
સોશિયલ મીડિયામાં જો કે ઇન્ટરનેટના કૌભાંડ, માહિતીનો ઓવરડોઝ અને પ્રાઇવસીની સમસ્યા જેવી કેટલીક નકારાત્મક અસરો પણ રહેલી છે. અલબત્ત કેટલીક સોશિયલ નેટવર્ક સાઇટોએ પ્રાઇવસી સેટિંગની સુવિધા પૂરી પાડી છે તેમ છતાં આપણે વ્યકિતગત માહિતી લીક થઇ જવી કે પોતાની પ્રાઇવસી ઉપર હુમલો થવા જેવી કેટલીક સમસ્યાઓ હજુ આપણે જોઇએ છીએ.
વિશ્વ સોશિયલ મીડિયા દિવસ સમયરેખા
વર્ષ બનાવ
------------------------------------------------------------------------------------------------------------------------
1940 સૌ પ્રથમ સુપર કોમ્પ્યુટરનો જન્મ
વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને નેટવર્કનો એવો એક માર્ગ શોધવામાં રસ હતો જે આગળ જતાં આગળ જતાં હાલ આપણે જેને જાણીએ છીએ તે ઇન્ટરનેટના જન્મ સુધી દોરી જાય
--------------------------------------------------------------------------------------------------------------------------
1997 સૌ પ્રથમ સોશિયલ નેટવર્કનું સર્જન થયું
સિક્સ ડીગ્રી એ એવું સૌ પ્રથમ સોશિયલ નેવર્ક હતું જ્યાં યુઝર્સ સૌ પ્રથમવાર પોતાની પ્રોફાઇલ બનાવી શકતાં, ફોટો અપલોડ કરી શકતા હતા અને જોડાઇ શકતાં હતા. જો કે 2001માં તે બંધ થઇ ગયું હતું. 2002 ફ્રેન્ડ્સ્ટર લાઇવ બન્યુઃ 2002ના અંત સુધીમાં તો તે 30 લાખ યુઝર્સ સુધી પહોંચી ગયું હતું. તે સૌ પ્રથમ એવું નેટવર્ક હતું જે તેના યુઝર્સને પ્રોફાઇલ ઉપર કોમેન્ટ કરવાની અને મિત્રો માટે સર્ચ કરવાની અને તેઓની સાથે જોડાવાની મંજૂરી આપતું હતું.
-------------------------------------------------------------------------------------------------
2002 લિન્કઇનનો જન્મ
આ વેબસાઇટે અમેરિકાના કેલિફોર્નિયામાં બીઝનેસ લક્ષી નેટવર્કિગ પૂરું પાડવાની શરૂઆત કરી
-------------------------------------------------------------------------------------------------
2002 ફ્રેન્ડ્સ્ટર લોન્ચ થઇ અને તેને 30 લાખ યુઝર્સનો આધાર મળ્યો
-------------------------------------------------------------------------------------------------
2003 માયસ્પેસ લોન્ચ થઇ
2006 સુધીમાં તો આ વેબસાઇટ અમેરિકામાં સૌથી વધુ લોકો દ્વારા વિઝિટ લેવાનારી વેબસાઇટ બની ગઇ. તેણે પોતાના યુઝર્સને ફોટો ઉમેરીને રંગો બદલીને પોતાની પ્રોફાઇલને પોતાની પસંદ અનુસાર બનાવવાની મંજૂરી આપી હતી.
-------------------------------------------------------------------------------------------------
2004 વિશ્વ સમક્ષ ફેસબુક જીવંત બની
માસાચ્યૂસેટ્ના કેમ્બ્રિજમાં તેનું સર્જન થયું અને માર્ક ઝૂકરબર્ગ દ્વારા તેની સ્થાપના થઇ
--------------------------------------------------------------------------------------------------
2005 યુ ટ્યુબનું સર્જન થયું અને લોન્ચ થઇ
અમેરિકાના સાન મેસ્ટોમાં જન્મેલી આ વેબસાઇટ વીડિયોની આપ-લે કરવાનું સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ બન્યું
--------------------------------------------------------------------------------------------------
2005 રેડીટ ઓનલાઇન બની
આ એક એવી અસલ એન્ગેજમેન્ટ વેબસાઇટ છે જે પોતાના યુઝર્સને ચોક્કસ આઇકોનની મદદથી કોઇપણ વિષયવસ્તુની સાથે સંમતિ કે અસંમતિ દર્શાવવાની અને ઘટનાક્રમની સમયરેખા વિરુધ્ધ લોકપ્રિયતાના આધારે તે વિષય વસ્તુના અલગોરિધમના આઇડિયાનું સર્જન કરવાની મંજૂરી આપે છે.
---------------------------------------------------------------------------------------------------
2006 ગુગલે યુ ટ્યુબને ખરીદી લીધી
ગુગલે 1.65 અબજ ડોલરની જંગી કિંમતે યુ ટ્યુબને ખરીદી લીધી
---------------------------------------------------------------------------------------------------
2006 ટ્વિટરનો જન્મ થયો
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં રિસિપિયન્ટ (પ્રાપ્ત કરનાર) લોકોના જૂથમાં ટૂંકા સંદેશાઓનું વિતરણ કરવા ઓનલાઇન માઇક્રોબ્લોગિંગ વેબસાઇટનો જન્મ થયો
----------------------------------------------------------------------------------------------------
2010 ઇન્સ્ટાગ્રામ લોન્ચ થયું
ઓક્ટોબરમાં ફોટોની આપ-લે કરતું પ્લેટફોર્મ લોન્ચ થયું અને ડિસેમ્બર સુધીમાં તેના 10 લાખ યુઝર્સ થઇ ગયા.
-----------------------------------------------------------------------------------------------------
2010 પિન્ટેરેસ્ટ લોન્ચ થઇ
ટાઇમ મેગેઝિનમાં 2011ની બેસ્ટ ફોટો શેરિંગ વેબસાઇટની યાદીમાં નોંધણી થઇ.
------------------------------------------------------------------------------------------------------
2011 સ્નેપચેટ લોન્ચ થઇ
અસલમાં તે પ્રાઇવસી ઉપર વધુ મહત્વ આપતા સંદેશાની આપ-લે કરતા એપ્લિકેશન તરીકે લોન્ચ થઇ હતી. તે પોતાના યુઝર્સને તેઓના વિષયવસ્તુ સાથે વૈચારિક આદાન-પ્રદાન કરનાર લોકો ઉપર વધુ અંકુશ રાખવાની મંજૂરી આપે છે.
-----------------------------------------------------------------------------------------------------------------------------------
2012 ફેસબુક જાહેર બની અને તે 1 અબજ સક્રિય યુઝર્સ સુધી પહોંચી ગઇ અને
1 અબજ ડોલરમાં ઇન્સ્ટાગ્રામ ખરીદી લીધું ટ્વિટરના 14 કરોડ સક્રિય યુઝર્સ બન્યા સ્નેપચેટની સ્ટોરીની ઓળખ થઇ. ટ્વિટર લોન્ચ થયું ત્યારબાદ તે નાવિન્યપૂર્ણ રીતે માહિતી પૂરું પાડતા એપ્લિકેશન પૈકીનું એક પૂરવાર થયું.
------------------------------------------------------------------------------------------------------
2016 ટિકટોક
ચીનમાં ટિકટોક લોન્ચ થયું
------------------------------------------------------------------------------------------------------
2018 કેમ્બ્રિજ એનાલિટિકા
કૌભાંડોને ખુલ્લા પાડતી અને યુઝર્સની પ્રાઇવસીમાં રહેલાં જોખમને ઉજાગર કરતી આ વેબસાઇટે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ દ્વારા યુઝર્સના ડેટાનાં થર્ડ પાર્ટી સાથે થતાં આદાન-પ્રદાનની નવી નીતિનું માર્ગદર્શન કર્યું.
------------------------------------------------------------------------------------------------------
2019 ટિકટોક વૈશ્વિક બન્યું
એક અબજ લોકોએ તેને ડાઉનલોડ કરતાં તે 2018-19માં સૌથી વધુ ડાઉનલોડ થતાં મોબાઇલ એપ્લિકેશનો પૈકીનું એક બન્યું .
------------------------------------------------------------------------------------------------------
વિશ્વનું તથ્ય
વિશ્વભરમાં વૈશ્વિક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર 3.81 અબજ સક્રિય યુઝર્સની વસ્તી નોંધાઇ
વિશ્વભરમાં મોબાઇલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર 3.76 અબજ યુઝર્સની વસ્તિ નોંધાઇ
2020ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં ફેસબુકના માસિક 2.3 અબજ એક્ટિવ યુઝર્સ નોંધાયા
ફેસબુક પાસે માસિક 50 કરોડ એક્ટિવ યુઝર્સ છે.
વૈશ્વિક યુઝર્સની સંખ્યાના આધારે ફેસબુક સૌથી વધુ લોકપ્રિય સોશિયલ મીડિયાનું નેટવર્ક છે.
2020માં વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયામાં પ્રવેશ કરનાર લોકોનો દર 49 ટકા નોંધાયો હતો જેમાં
પૂર્વ એશિયા અને ઉત્તર અમેરિકાનો અનુક્રમે 71 અને 69 ટકાનો દર હતો જે સૌથી મોટો દર હતો
ત્યારબાદ ઉત્તર યુરોપમાં 67 ટકાનો દર નોંધાયો હતો.
યુએઇમાં સોશિયલ મિડિયામાં સક્રિય રીતે દાખલ થનારા લોકોનો દર 99 ટકા છે જે સૌથી મોટો છે.
દૈનિક સરેરાશના આધારે વિશ્વભરમાં ઇન્ટરનેટના યુઝર્સ 144 મિનિટ સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.
ભારતનું તથ્ય
2019 માં ભારતમાં 57.40 કરોડ લોકો ઇન્ટરનેટના એક્ટિવ યુઝર્સ હતા. ચીન પછી ભારત બીજા નંબરનું સૌથી મોટું ઓનલાઇન માર્કેટ છે.
એવો એક અંદાજ મૂકવામાં આવે છે કે 2020ના ડિસેમ્બર સુધીમાં ભારતમાં 63.90 કરોડ લોકો ઇન્ટરનેટના સક્રિય યુઝર્સ બની જશે.
ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોમાં મોટાભાગના લોકો મોબાઇલ ફોનના ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. તેઓ જેમાં પીસી, લેપટોપ અને અન્ય ઉપકરણોની જરૂર પડે છે એવા વાઇફાઇ/બ્રોડબેન્ડ જેવી મોંઘી સુવિધાઓના બદલે સસ્તા વિકલ્પનો લાભ લે છે.
ભારતમાં મોબાઇલ ડેટાનો ઉપયોગ કરનારા યુઝર્સ માસિક સરેરાશ 11 ગીગાબાઇટ્સ (જીબી) ડેટાનો વપરાશ કરે છે. આ બાબતમાં ભારત વૈશ્વિક સ્તરે ચીન, અમેરિકા, ફ્રાંસ, દક્ષિણ કોરિયા, જાપાન, જર્મની અને સ્પેન જેવા માર્કેટ કરતાં આગળ છે.
સતત 4જીની ખપતના પગલે ભારતમાં સર્વગ્રાહી ડેટા ટ્રાફિકમાં 47 ટકાનો વધારો નોંધાયો હતો. સમગ્ર દેશમાં વપરાશમાં લેવાતા કુલ ડેટા ટ્રાફિકમાંથી 94 ટકા તો 4જીની ખપત છે જ્યારે 3જીના ડેટા ટ્રાફિકમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો હતો જે સૌથી મોટો ઘટાડો કહેવાય છે. ભારતીયો પાસે 1.2 અબજ મોબાઇલ ફોનના સબસ્ક્રિપ્શન છે.
ભારતમાં ટિકટોક જેવા સોશિયલ વીડિયો એપને સૌથી વધુ સફળતા મળી છે કેમ કે વિશ્વભરમાં ગુગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી 1.5 અબજ લોકોએ તેને ડાઉનલોડ કર્યું છે જેમાં ભારત 46.68 કરોડ અથવા તો 31 ટકાના ડાઉનલોડ સાથે સૌથી અગ્રેસર છે.
ગ્રામ્ય ભારતમાં ઇન્ટરનેટના 26.40 કરોડ યુઝર્સ છે અને 2020 સુધીમાં તે વધીને 30.40 કરોડ થઇ જાય એવી શક્યતા છે. ગ્રામ્ય ભારતમાં એવો એક મોટો વર્ગ છે જે ઇન્ટરનેટની સુવિધાની વંચિત છે.
સર્વગ્રાહી રીતે જોતાં દેશના ટોચના 8 મોટા શહેરોમાં ઇન્ટરનેટનો સૌથી વધુ વપરાશ છે અને નાના નગરોમાં સાપેક્ષરીતે તેના કરતાં ઇન્ટરનેટના ઓછા યુઝર્સ છે.
ભારતમાં ઇન્ટરનેટના કુલ વપરાશકર્તા પૈકી બે તૃત્યાંશ યુઝર્સ 12 થી 29 વર્ષની વયજૂથના છે. ગ્રામ્ય વિસ્તારોમાં આ વયજૂથના લોકોની સંખ્યા વધુ છે.
ભારતમાં ડિઝિટલ એડવર્ટાઇઝિંગના ક્ષેત્રે 37 ટકાની વૃધ્ધિ થઇ હતી જેના પગલે એડેક્ષ કંપનીની આવકમાં 61.30 કરોડ ડોલરનો વધારો થયો હતો ને 2019ની સાલમાં તેનું કદ 2.2 અબજ ડોલરનું થઇ ગયું હતું.
મજાના તથ્યો
પ્રત્યેક મિનિટે 300 કલાકઃ- યુ ટ્યુબ ઉપર પ્રત્યેક મિનિટે 300 કલાકના વીડિયો અપલોડ થાય છે અને એક વ્યક્તિ સરેરાશ 40 મિનિટ વીડિયો જુએ છે.
નાના અને મધ્યમ કદના વેપારઃ- પોતાના ગ્રાહકો સાથે જોડાઇ રહેવા 81 ટકા નાના અને મધ્યમ કદના વેપારીઓ ઓછામાં ઓછા એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
ફૂડ-સ્ટાગ્રામઃ-પીત્ઝા ઇન્સ્ટાગ્રામનું સૌથી વધુ લોકપ્રિય ફૂડ છે ત્યારબાદ સુસી અને સ્ટિકનો નંબર આવે છે.
એગ્સેલેન્ટઃ- ઇન્સ્ટાગ્રામ ઉપર સૌથી વધુ લાઇક મેળવનાર જો કોઇ ફોટો હોય તો તે એક ઇંડાનો ફોટો છે જે સૌથી વધુ લાઇક મેળવનાર ફોટોના રેકોર્ડને આંબી જવા વર્લ્ડ_રેકોર્ડ_એગ દ્વારા અપલોડ કરાયો હતો.
ક્વિક ફિંગરઃ-દરરોજ 50 કરોડ ટ્વિટ મોકલવામાં આવે છે-અર્થાત પ્રત્યેક સેકંડે 6000 ટ્વિટ
સોશિયલ મીડિયાના સર્વશ્રેષ્ઠ અભિયાન
અર્બન ટ્રિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડનું Don’t shut up અભિયાન
પોતાના વતનમાં જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં ક્યાંય પણ આકાર લેતાં સામાજિક કારણો, ઘટના કે બનાવો પ્રત્યે અવાજ ઉઠાવવામાં અર્બન ટ્રિએ ક્યારેય પાછી પાની કરી નથી. આ બ્રાન્ડની સમયસરની પહેલથી તે બ્રાન્ડની સ્થિતિ ઉપર સીધી અસર થઇ હતી જે પૂરવાર કરે છે કે તે બ્રાન્ડ સામાજિક રીતે એક જવાબદાર બ્રાન્ડ છે. જ્યારે પણ કોઇ બાળકની સાથે દુષકર્મની ઘટના બને છે ત્યારે આ બ્રાન્ડ તે કેસની મુખ્ય ધોરી નસ એટલે કે “માતા-પિતા” બનવાની જવાબદારી ઉપાડી લે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોતાના વિચારો, અભિપ્રાયો અને મંતવ્ય વહેતા કરી દે છે. “તમારા બાળકનું શારીરિક શોષણ થાય છે તે દર્શાવતી 6 નિશાનીઓ “એવું શિર્ષક ધરાવતી તેની પોસ્ટ 280 વાર શેર થઇ હતી.
સાઉથ ઇન્ડિયા શેલ્ટરનું I Love Thathapatti અભિયાનઃ- આ અભિયાનમાં એ વાત ઉપર વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે કે દાદા-દાદી પોતાના પૌત્ર-પૌત્રીઓને તેઓના પ્રત્યેક નાનામાં નાના કામમાં પણ ફક્ત પ્રેમની વર્ષા કરતાં હોય છે. આ પ્રકારના રચનાત્મક અભિગમની મદદથી આ બ્રાન્ડે વૃધ્ધો અને મધ્યમ ઉંમર ધરાવતા લોકો વચ્ચે એક સંવેદનાનો સેતુ ઉભો કર્યો હતો જેના કારણે વધુને વધુ લોકો તેની સાથે જોડાતાં ગયા. આ અભિયાન એવી એક સ્પર્ધા સાથે સંપન્ન થયું હતું જેમાં લોકોને કહેવામાં આવ્યું હતું કે તેઓએ પોતાના દાદા-દાદી સાથેનો એક સર્વશ્રેષ્ઠ ફોટો શેર કરે. આ અભિયાનમાં પણ ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
એનજીઓ પ્રોજેક્ટ નન્હી કલીનું Powerless Queen અભિયાનઃ- ગત વર્ષે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ના દિવસે નન્હી કલી અને ડેન્ટસુ એજીસ નેટવર્કનો એક ભાગ ગણાતી WAT કન્સલ્ટ દ્વારા સંયુક્ત રીતે સોશિયલ મીડિયા ઉપર પાવરલેસ ક્વિન નામનું એક અભિયાન શરૂ કરાયું હતું જેનો એકમાત્ર આશય ગરીબ કન્યાઓને શિક્ષણ આપતા અને ચેસની રમત વિશે તેઓમાં જાગૃતિ ફેલાવતા નન્હી કલી પ્રોજેક્ટ માટે દાન ઉઘરાવવાનો હતો. ચેસની રમતમાં ક્વિન સૌથી મહત્વનું પેદુ ગણાય છે. યાદ રહે કે ચેસની રમત છઠ્ઠી સદીમાં ભારતમાં શોધાઇ હતી.
યુનાઇટેડ કલર્સ ઓફ બેનેટોન નું UnitedByVote અભિયાનઃ- ભારતમાં ગત વર્ષે જ્યારે લોકસભાની અનેક તબક્કામાં યોજાનારી સામાન્ય ચૂંટણીની જાહેરાત થઇ ત્યારે યુનાઇટેડ કલર્સ ઓફ બેનેટોન દ્વારા સોશિયલ મીડિયા ઉપર UnitedByVote નામનું એક મજબૂત અભિયાન શરૂં કર્યું હતું. આ અત્યંત પ્રભાવશાળી અભિયાન એ લોકશાહીની ઉજવણી તરફની એક પહેલ હતી અને પ્રત્યેક નાગરિકને મત આપવાનો જે અધિકાર મળ્યો છે તેના થકી પ્રજાની તાકાત દર્શાવતું હતું. આ અભિયાન દરમ્યાન હાથ ધરાયેલી ગ્રૂપ ચર્ચામાં સૈફ અલી ખાન, ભૂમિ પેંડનેકર, સિધ્ધાર્થ ચતુર્વેદી અને બેનેટોન ઇન્ડિયાના સીઇઓ અને એમડી સંદીપકુમાર ચુઘ જોડાયા હતા.
પ્રેગા ન્યૂઝનું GoodNewsIsGenderFree અભિયાનઃ- ગર્ભાવસ્થા દર્શાવતી HCG કીટનું વેચાણ કરતી અને સૌથી વિશ્વસનિય ગણાતી પ્રેગા ન્યૂઝ કંપનીએ આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસે સોશિયલ મીડિયા ઉપર GoodNewsIsGenderFree શીર્ષક ધરાવતું એક અત્યંત બૌધ્ધિક અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનનો મુખ્ય આશય પુત્ર-પુત્રીના જન્મ વિશે રખાતા ભેદભાવને ખતમ કરી નાંખવાનો હતો, કેમ કે સમગ્ર વિશ્વભરમાં આ એક સુસંગત મુદ્દો બની ગયો છે. ભારતમાં તો આ મુદ્દો અત્યંત જટિલ બની ગયો છે, કેમ કે ભારતમાં દીકરીના સ્થાને દીકરાનો જન્મ થાય એવી રાખવામાં આવતી પસંદગી અને ઇચ્છાના કારણે રાષ્ટ્રના વિકાસમાં અવરોધ પેદા થાય છે.
DontLetDreamWait- P & G ના P& G શિક્ષા નામના CRS પ્રોગ્રામ દ્વારા સોશિયલ મીડિયા ઉપર DontLetDreamWait શીર્ષક ધરાવતું એક અભિયાન છેડવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ મેળવવાના પોતાના સ્વપ્નને પૂરું કરવા 75 વર્ષની ઉંમરે શાળામાં દાખલ થનાર એક બિટ્ટુના પાત્રને દર્શાવવામાં આવ્યું હતું. આ બિટ્ટુની સ્ટોરીના માધ્યમથી P& G શિક્ષા દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે સિક્ષણ મેળવવા માટે ઉંમરની કોઇ મર્યાદા હોતી નથી. લિયો બર્ને દ્વારા આ વિચારને એક નાટ્યાંતરીત સ્વરૂપ આપીને યુ ટ્યુબ, ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ ઉપર એક ફિલ્મનું નિર્માણ કરાયું હતું.
રેડિયો સીટીનું CuttingPani અભિયાનઃ-તાજેતરના ભૂતકાળમાં ચેન્નાઇમાં ઇતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય એવી પાણીની અછત સર્જાઇ હતી. વાસ્તવમાં બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ અને દિલ્હી સહિત દેશના 21 શહેરોમાં 2020ના અંત સુધીમાં ભૂગર્ભજળ ઘણાં જ ઓછા થઇ જશે. વિખ્યાત રેડિયો ચેનલ રેડીઓ સીટી દ્વારા સોશિયલ મીડિયા ઉપર CuttingPani નામનું ધ્યાનાર્ષક શીર્ષક ધરાવતું એક વીડિયો અભિયાન શરૂ કરાયું હતું જેનો આશય લોકોને પાણીનો ઓછો વપરાશ કરવા પ્રત્યે જાગૃત કરવાનો હતો. સમગ્ર વિશ્વમાં પાણીના બગાડને રોકવાની તાતી જરૂર છે અને આ અભિયાન જળ બચાવોનો લક્ષ્ય હાંસલ કરવાની દિશાનું એક નાનું કદમ હતું.
એક્શન એઇડ ઇન્ડિયાનું JoinTheDots અભિયાનઃ- ધ ઓલ્ટર પ્રોજેક્ટ અને WAT કન્સલ્ટ દ્વારા વિચારસ્વરૂપ અપાયેલા એક્શન એઇડ ઇન્ડિયાએ બાળકોની થતી જાતિય સતામણી વિરુદ્ધ JoinTheDots નામનું આ અભિયાન છેડ્યું હતું અને આ અભિયાનમાં સેવા આપતા લોકોને સમર્પિત કર્યું હતું. એક્શન ઇન્ડિયા 1972 થી સમાજના દબાયેલા-કચડાયેલા વર્ગના લોકો માટે કામ કરે છે અને બાળકોની જાતિય સતામણીની ઘટનાઓને ખુલ્લી પાડવાની દિશામાં તેનું આ એક કદમ હતું. આ અભિયાન પાછળનો મુખ્ય આશય બાળકોના શોષણની ઘટનાઓને રોકવાનો અને જેવી આવી કોઇ હિંસક ઘટનાની બાતમી મળે કે તરત જ તેના ઉપર કામ કરવાનો અને તેને રોકવા ફોન કરવો કે એક્શનમાં આવી જવાનો પુખ્યવયના લોકોને અનુરોધ કરવાનો હતો.