કોરબાઃ આ નાગ પાંચમ પર ETV ભારત તમને કોરબા શહેરના (છત્તીસગઢ) અમુક એવા યુવાનો સાથે મુલાકાત કરાવશે, જે ઝેરીલા સાંપોનું રેસ્ક્યુ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મુકે છે. સૂચના મળતા જ તે લોકોના ઘરે પહોંચે છે અને સાંપની સાથે લોકોનો પણ જીવ બચાવે છે. સ્નેક કેચર જિતેન્દ્ર સારથી અને તેમની ટીમ લોકોને સાંપ પ્રતિ જાગૃત પણ કરે છે.
સાંપ, જેનું નામ સાંભળતા જ એક ડર લાગે છે. સાંપ સામે આવે તો તો સારા- સારા લોકોના પસીના છૂટી જાય છે. સાંપ ભલે ઝેરીલો ન હોય, પરંતુ તેને જોતા જ મનમાં ડર લાગે છે. અમુક સાંપ એવા પણ હોય છે, જેનું થોડું પણ ઝેર કોઇ વ્યક્તિનો જીવ લેવા માટે પુરતું હોય છે.
વરસાદના મોસમમાં ઘરમાં સાંપ આવવું અને સાંપ જોવાની ઘટના સામાન્ય છે, પરંતુ જ્યારે કોઇના ઘરમાં સાંપ ઘુસે ત્યારે તેનાથી છૂટકારો મેળવવાનો એક જ રસ્તો લોકોને દેખાઇ છે અને એ છે તેને મારી નાખવાનો. એવામાં કોરબાના જિતેન્દ્ર સારથી અને તેની ટીમ લોકોની ખૂબ જ મદદ કરે છે. હવે તો સ્થિતિ એ છે કે, વન અને પોલીસ વિભાગ પણ સ્નેક કેચર જિતેન્દ્ર અને તેની ટીમના સભ્યોની મદદ લે છે. ક્યાંય પણ સાંપ નીકળવાની માહિતી મળતા તે લોકોના ઘરે જઇને સાંપનો રેસ્ક્યુ કરે છે. જે બાદ આ ટીમના સભ્યો લોકોને સાંપ વિશે જાગૃત પણ કરે છે અને જણાવે છે કે, સાંપ પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટીમના સભ્યો સાંપોનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડે છે.
કેટલીય દુર્લભ પ્રજાતિના મળી ચૂક્યા છે સાંપ
સાંપોની વાત કરીએ તો કોરબા જિલ્લા છત્તીસગઢ પ્રદેશમાં ખૂબ જ સંવેદનશીલ છે. હાલમાં જ લેમરૂના જંગલોમાં દુર્લભ પ્રજાતિના સાંપ પણ મળી આવ્યા છે. નિયમિત અંતરાલ વિસ્તારોમાં અલગ-અલગ ક્ષેત્રોના સાંપની કેટલીય દુર્લભ પ્રજાતિયો મળવા પર તેના વિશે જાણકારી મળે છે. તેનું એક કારણ કોરબા જિલ્લામાં વનોનો ખૂબ જ વિસ્તાર છે અને અહીંની આબોહવા પણ છે. વરસાદના મોસમમાં જ્યારે સાંપના બીલમાં પાણી ભરાઇ જાય છે, ત્યારે તે ભોજનની શોધ માટે બહાર નીકળે છે અને અજાણી જગ્યાએ ઘુસી જાય છે.
24 કલાકમાં આવે છે 20 થી 25 કોલ્સ
સ્નેક રેસ્ક્યુ ટીમનું ગઠન કરતા જિતેન્દ્ર સારથીએ જણાવ્યું કે, વરસાદના મોસમમાં લગભગ એક દિવસ સાંપોના રેસ્ક્યુમાં જ પસાર થાય છે. કેટલાય દિવસ તો એવા હોય છે, જ્યારે 24 કલાકમાં 20 થી 25 કોલ્સ આવે છે. સવારે ઉઠતાની સાથે જ ફોન કોલ્સ આવવાની શરૂઆત થઇ જાય છે. કેટલી વાર લોકો સાંપોને મારી નાખે છે, તો અમુક એવા પણ કેસ સામે આવે છે, જ્યારે સાંપ ત્યાંથી ગાયબ થઇ ગયા હોય છે. કોરબા જિલ્લામાં સાંપ મળવાની ઘટના સામાન્ય છે. એવામાં પ્રયાસ રહે છે કે, સાંપોને જલ્દી જ સુરક્ષિત સ્થળે જંગલમાં છોડવામાં આવે, જેથી સાંપોની સાથે લોકોના પણ જીવ બચાવી શકાય. જો કે, જિતેન્દ્ર ખાનગી કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં કામ કરે છે, જ્યારે સાંપ પકડવા પર તેને રેસ્ક્યુ કરવાનું કામ કરે છે. જિતેન્દ્રની સાથે તેમની ટીમ આ કામ કરી રહી છે.