- સ્મૃતિ ઈરાનીએ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા રાજકીય પક્ષોની નિંદા કરી
- બિલ અંગે ચર્ચા વખતે રાહુલ ગાંધી સંસદમાં ગેરહાજર હતા: સ્મૃતિ ઈરાની
- ભારતની જનતાએ 8 ડિસેમ્બરે ભારત બંધને નિષ્ફળ બનાવ્યું: સ્મૃતિ ઈરાની
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 14 દિવસથી ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દિલ્હી-હરિયાણીની સરહદ પર, સિંધુ અને ટીકરી સરહદે ખેડુતોનો જમાવડો સત જોવા મળી રહ્યો છે. 8 ડિસેમ્બરે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. જેને કેન્દ્ર સરકાર નિષ્ફળ ગણાવી રહી છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, વિરોધ પક્ષની વિચારધારાનો પરાજય થયો છે અને દેશની જનતા જીતી છે. સ્મૃતિ ઈરાની એ કહ્યું કે, વિપક્ષે ખેડૂતોમાં MSPને લઈને સૌથી મોટું જૂઠ્ઠાઉં ફેલાવ્યું હતું. પણ તેઓ પોતાના એજન્ડામાં સફળ થયા નહતા. તેમણે દાવો કર્યો કે, MSP ઓપરેશન અંતર્ગત પંજાબના 60 ટકા ખેડૂતોને ફાયદો થયો છે.
મોદી સરકારે MSPમાં કોઈ બદલાવ કર્યો નથી: સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કૃષિ કાયદા અંતર્ગત ખેડૂતોનું સંરક્ષણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, ખેડૂતોએ ન્યાય મેળવવા હવે ભટકવું નહીં પડે. રાહુલ ગાંધી અને શરદ પવારના ટ્વીટ અંગે જવાબ આપતાં સ્મૃતિ ઈરાની એ કહ્યુંં કે, 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેના એજન્ડામાં MSP કાયદાને ભંગ કરવાની વાત જણાવી હતી. તેમ છતાં મોદી સરકારે આ કાયદામાં કોઈ જ બદલાવ કર્યો નથી. ઈરાનીએ કહ્યું કે, રાહુલ ગાંધીની વાતને ગંભીરતાથઈ લેવાની કોઈ જરૂર નથી.
કૃષિ બિલથી ખેડૂતોને અનેક વિકલ્પ મળશે: પીએમ મોદી
કૃષિ સુધાર બિલને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિરોધ પક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. પીએમ મોદીના જણાવ્યા મુજબ ખરડો પસાર થયા બાદ ખેડૂતોની આવક વધવાની સાથે તેમને પોતાની ખેત પેદાશ વેચવા માટ અનેક વિકલ્પ પણ મળી રહેશે.