ETV Bharat / bharat

પૂરતી ઊંઘ: વ્યગ્રતા અને તાણ ઘટાડવા માટેની શ્રેષ્ઠ દવા - sleeping is the best meditation against corona

કોરોના રોગચાળાથી વ્યાપેલો ભય અને તેનાં પરિણામો લોકોની ચિંતા અને ઉચાટમાં વધારો કરી રહ્યાં છે. લોકોની ઊંઘ ઉપર તેની વિપરિત અસર પડી રહી છે. જો ઊંઘ અપૂરતી હશે, તો તેના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટશે અને શરીરને વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધી જશે.

vishesh
vanchan
author img

By

Published : Apr 8, 2020, 10:16 PM IST

ન્યુઝ ડેસ્ક: ન્યૂરોસાઇકોલોજિસ્ટ્સ સમજાવે છે કે, જેવી રીતે કોરોનાવાઇરસને ફેલાતો અટકાવવા માટે ફિઝિકલ ડિસ્ટન્સ અને હાથને સાબુથી ધોવા જરૂરી છે, પૂરતી ઊંઘ લેવી પણ તેટલું જ જરૂરી છે. નીચે જણાવેલી છ ટિપ્સ તમને આરામદાયક ઊંઘ લેવા માટે મદદરૂપ બની રહેશેઃ

ગભરાવાની જરૂર નથી...

કોરોના ફાટી નિકળ્યો, તે સાથે ઘણાં લોકો તેમનો દૈનિક નિત્યક્રમ બદલી રહ્યા છે. ઘણાં લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે. કેટલાક લોકો ‘વર્ક ફ્રોમ હોમ’થી ટેવાઇ ગયા છે. તો, અન્ય કેટલાક લોકો જે રીતે બાળકોને શૈક્ષણિક વાતાવરણમાં રહેવાને બદલે ઘરે રહીને શિક્ષણ કાર્ય પૂરૂં પાડવામાં આવે છે, તે અંગે ચિંતિત છે. તમારા દિમાગમાં ગમે તેટલા વિચારો આવતા હોય અને તમે ગમે તે પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હોવ, તો પણ તે વિચારોની અસર તમારી ઊંઘ પર ન પડે, તેનું ધ્યાન રાખો. કોરોના અગાઉ તમે જે રીતે તમારી દૈનિક ક્રિયા કરતા હતા, તે રીતે જ સમય વીતાવવાના શક્ય પ્રયાસો કરો!! જો તમે ઘરેથી કામ કરી રહ્યા છો, તો અગાઉ જે સમયે ઊઠી જતા હતા, તે જ રીતે ઊઠીને તૈયાર થઇ જાઓ. ઓફિસે જવા માટે ઊઠતા હોવ, તૈયાર થતા હોવ, તે જ રીતે ઊઠીને તૈયાર થાઓ, પછી ભલે તમારે બાજુના રૂમમાં કે ડ્રોઇંગ રૂમમાં બેસીને લેપટોપ પર કામ કરવાનું હોય!!

ટાઇમ મેનેજમેન્ટ જરૂરી છે

આ દિવસોમાં તમે ઘરે એકલા છો. જરા અમથી તક મળે, તે સાથે જ તમને ઊંઘી જવાનું મન થાય, તે સ્વાભાવિક છે. પણ આવાં લોભામણાં આકર્ષણોને વશ થશો નહીં. તમે જ્યારે ઓફિસે જઇને કામ કરતા હતા, ત્યારે જે રૂટિનને અનુસરતા હતા, તેને જ વળગી રહો. ઘરેથી કામ કરી રહેલા લોકો માટે આ રૂટિન સમાન હોવું જોઇએ.

કસરત કરવી અત્યંત જરૂરી છે

લોકડાઉનને કારણે તમારૂં જીમ બંધ થઇ ગયું છે. તેમ છતાં, તમારી કસરત અટકવી જોઇએ નહીં. પૂરતી ઊંઘ લેવા માટે નિયમિતપણે કસરત કરવી જરૂરી છે. તમે દિવસ દરમિયાન કસરત કરશો, તેનાથી તમને નિઃશંકપણે એક પ્રકારનો સંતોષ મળશે. જોકે, સૂવાના સમયની બરાબર પહેલાં શરીરની કામગીરીમાં વિક્ષેપ ઊભો કરવો યોગ્ય નથી. તેનાથી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે. આથી, સૂતાં પહેલાં કસરત કરવાનું ટાળો. શારીરિક રીતે રિલેક્સ હોવ, તેવી સ્થિતિમાં સૂવાનું રાખો.

ટીવી પર Avoid Binge-watching News on TV

વર્તમાન સમયમાં, દરેક ચેનલ કોરોના પરના સમાચારોથી છલકાઇ રહી છે. ટીવી પર સતત ન્યૂઝ જોતા રહેવાથી પણ તમારા દિમાગમાં ચિંતા અને તાણનો વધારો થશે. એક ઉપાય એ છે કે, સાચા સમાચાર જાણવા માટે અગ્રણી અખબારો વાંચવાનું રાખો. અત્યારે સાચી માહિતી મેળવવાની જરૂર છે. ફોન જોવાનું પ્રમાણ શક્ય તેટલું ઘટાડી દો. વળી, સૂતાં પહેલાં કોઇપણ માધ્યમ પર કોરોના સંબંધિત સમાચાર ન જુઓ, તે વધુ સારૂં છે.

સૂતાં પહેલાં ઇન્ટરનેટ બ્રાઉઝ કરવાનું બંધ કરો

તેમાં કોઇ બેમત નથી કે ઇન્ટરનેટ એ માહિતીનો તેમજ મનોરંજનનો ભરપૂર સ્રોત છે, ખાસ કરીને ત્યારે, જ્યારે આપણે ઘેર વધુ સમય પસાર કરી રહ્યાં હોઇએ. જોકે, આખો દિવસ સતત ઇન્ટરનેટ જોયા રાખવું અને બ્રાઉઝિંગ કર્યા રાખવું તમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. વળી, દિવસના અંતે તમારી ઊંઘ માટે પણ તે વિક્ષેપરૂપ બનશે. તમે સૂવાના સમય પહેલાં ઓછામાં ઓછા એક કલાક પહેલાં તમારા ફોન અને ટીવી બંધ કરી દો, તે જરૂરી છે. તેના બદલે પુસ્તક વાંચવું કે સંગીત સાંભળું એ તમારી ઊંઘની પેટર્નમાં સુધારો કરવા માટે અસરકારક સાબિત થઇ શકે છે.

આલ્કોહોલ આરોગ્ય અને ઊંઘ, બંને માટે જોખમી છે

સામાન્યપણે કેટલાક લોકો એવી ખોટી માન્યતા ધરાવે છે કે, શરાબનું સેવન કરવાથી વધુ સારી ઊંઘ આવે છે. શરાબ સેવનના શરૂઆતના તબક્કામાં આવું લાગતું પણ હોય છે, તેમ છતાં પછીના તબક્કામાં તમને કદીયે યોગ્ય રીતે ઊંઘ આવતી નથી. વધુમાં, વધુ પ્રમાણમાં તાણ તથા વ્યગ્રતાનો અનુભવ થતો હોય, તેવા સમયે શરાબનું સેવન કરવું અને ઊંઘ ન આવતી હોય, તેનાથી માનવીની રોગપ્રતિકારકતાનું સ્તર કથળે છે. આથી જ, શક્ય હોય ત્યાં સુધી શરાબનું સેવન કરવાથી દૂર રહેવું જ તમારા હિતમાં છે!!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.