ચેન્નઈ: વર્ષ 2004માં પોલીસ ઘર્ષણમાં માર્યા ગયેલા કુખ્યાત ચંદન તસ્કર વિરપ્પનની પુત્રી વિદ્યારાની ભાજપમાં જોડાઈ હતી. ત્યારે તેની સાથે કેટલાંક અન્ય લોકો પણ ભાજપમાં સામેલ થયા હતાં.
કૃષ્ણાગિરિમાં યોજાયેલા પાર્ટીના કાર્યક્રમમાં પાર્ટી મહાસચિવ મુરલીધર રાવ, પૂર્વ કેન્દ્રિય પ્રધાન પોન રાધાકૃષ્ણ અને અન્ય લોકો પણ સામેલ થયા હતા.
વિદ્યારાનીએ કહ્યું હતું કે, જનતાની સેવા માટે પાર્ટીમાં સામેલ થઈ છે. તેના પિતા કાયદા વિરૂદ્ધના કામ કરતાં હતા. પણ હેતુ લોકોની સેવા કરવાનો જ હતો.
નોંધનીય છે કે, વીરપ્પને 2000માં કન્નડ અભિનેતા રાજકુમાર અને 2002માં કર્ણાટકના પૂર્વ પ્રધાન એચ નાગ્પ્પાનું અપહરણ કર્યુ હતું. વીરપ્પનને 2004માં પોલીસ સાથેના ઘર્ષણમાં માર્યો ગયો હતો.
આ અંગે તમિલનાડુ ભાજપે કહ્યું હતું કે, "તેમના સભ્યો 28 ફેબ્રુઆરીના સમગ્ર જિલ્લામાં રેલી યોજાશે. જેમાં દેશ વિરોધી કાર્યોને સમર્થન કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવશે. "