કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત વિશ્વની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. તેને વધુ ઝડપી બનાવવાના પ્રયાસ ચાલુ છે.
સીતારમણ IMF અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતાં,
ચીનની સાથે સરખામણી નહી કરે
સીતારમણે કહ્યું કે IMFનો નવો રિપોર્ટ ભારત અને ચીન બંનેના વિકાસ દરને 6.1 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યુ છે. પરંતુ, તે ચોક્કસ ચીન સાથે તુલના નહી કરે. IMF વિશ્વની તમામ અર્થવ્યવસ્થાનો વિકાસદર ઘટાડી દીધો છે. છતાં ભારતની અર્થવ્યવસ્થા ઝડપી વિકાસ કરી રહી છે.