લખનઉ: યુપીના હાથરસ જિલ્લામાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. જે કેસમાં SIT ટીમ ફરી પીડિતાના ઘરે પહોંચી છે. જ્યાં ફરી પરિવારનું નિવેદન નોંધવામાં આવશે.
પીડિતાના પિતાનું નિવેદન શનિવારે નોંધવામાં આવ્યું ન હતું. SITની ટીમ ગઈરાત્રે (શનિવાર) પીડિતાના ઘરે પહોંચી હતી. ઉત્તર પ્રદેશ સરકારે CBI દ્વારા હાથરસ ઘટનાની તપાસ કરાવાનો નિર્ણય લીધો છે.
મુખ્ય સચિવ (ગૃહ) અવનીશકુમાર અવસ્થી અને DGP હિતેશચંદ્ર અવસ્થીના રિપોર્ટ બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે રાત્રે 8.31 કલાકે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.