બ્રિટેનના ખાનગી સંગઠન (NGO) 'સેવ દ ચિલ્ડ્રન' દ્વારા જાહેર વૈશ્વિક બાળપણ અહેવાલ અનુસાર ભારતના બાળપણ સૂચકાંકમાં 137 અંકોનો સુધાર થયો છે. અને તે 632 થી 769 પર પહોંચ્યો છે. સાથે જ કિશોરીઓ દ્વારા બાળકોના જન્મ બાબતમાં 2000 બાદ 63 ટકા અને 1990 બાદ 75 ટકાનો ઘટાડો આવ્યો છે.
સૂચકાંકના અંકો બાળ સ્વાસ્થ્ય,શિક્ષા,શ્રમ,વિવાહ,બાળજન્મ અને હિંસા સંબંધિત આઠ નિર્દેશકોના પ્રદર્શનના સરેરાશ સ્તરને દર્શાવે છે. ભારતમાં 15-19 વર્ષની ઉમરની પરિણીત છોકરીઓની સંખ્યામાં વર્ષ 2000 બાદ 51 ટકા અને 1990 બાદ 63 ટકાનો ઘટાડો નોંધાયો છે.