ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો જેમાં 20 ભારતીય જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. તે પછી ભારત અને ચીન વચ્ચે સંબંધો સતત વણસતા જઈ રહ્યા છે ત્યારે ભારતે તેની સરક્ષણ તૈયારીઓ વધારી દીધી છે અને ચીન સાથે વેપાર સંબંધો તોડવા મંડ્યા છે. ભારતે રણનીતિ બદલીને હોંગકોંગ વિશે પણ વાત કરી છે અને તિબેટ તેમજ તાઇવાન સાથે તેના સંબંધો પર પણ પુનર્વિચાર કરવા માંડયો છે. મુખ્ય પ્રધાન પ્રેમસિંહ તમાંગે 18 જુલાઇએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે તે તેના સમયના કારણે મહત્ત્વનો બની જાય છે. "આપ કૃપાળુ સારી રીતે જાણો છો કે સિક્કિમના શ્રદ્ધાળુઓ ૧૭મા ઑજીયેન ટ્રીનલી દોરજેના ભૌતિક દર્શન કરવા ઈચ્છુક છે. તમામ સિક્કિમીઝ તેમની સિક્કિમ મુલાકાત માટે આશા ધરાવી રહ્યા છે" તેમ તમાંગે પત્રમાં લખ્યું હતું.
તત્કાલીન વડાપ્રધાન વાજપેયીને તિબેટમાંથી નાટકીય રીતે નાસી આવેલા 17મા કર્માપાને વર્ષ 2000માં આશ્રય પ્રદાન કર્યો હતો. ભારતીય ગુપ્તચર સંસ્થાઓએ તેઓ 'ચીનના જાસૂસ' હોવાનો આક્ષેપ કર્યા પછી તેમના પર થોડા સમય નિયંત્રણ લગાવ્યાં હતાં પરંતુ તે પછી કર્માપા લામાને સિક્કિમ સહિત દેશભરમાં મુલાકાતો કરી અને મુક્ત રીતે વિચારવાની છૂટ અપાઈ હતી. "સદનસીબે લોકોની સતત માગણીના પગલે આ પવિત્ર આત્મા પર હરવાફરવા સંબંધી આ નિયંત્રણો 2018માં ઉઠાવી લેવાયાં હતાં, સિવાય કે રુમતેક મઠ. વર્ષ ૨૦૧૮માં તમારા કૃપાળુ નેતૃત્વ હેઠળ વર્તમાન સરકારે આ નિયંત્રણકારી પગલાંઓ ઉઠાવી લીધાં છે તે માટે હું અને મારા સાથી સિક્કિમીઝ લોકો આપના આભારી છીએ. "શ્રદ્ધાળુઓ હવે આ પવિત્ર આત્માની સિક્કિમમાં જેમ બને તેમ વહેલી મુલાકાત થાય જેથી તેમની આધ્યાત્મિક આશાઓ પૂરી થાય તે માટે મારી સરકારનો સંપર્ક કરી રહ્યા છે" તેમ મુખ્ય પ્રધાન અંગે લખ્યું હતું.
દલાઈ લામા અને ચીન ઑજીએન ટ્રીનલી જેને ૧૭મા કર્માપા તરીકે માન્યતા આપે છે. ભારત લાંબા સમયથી તેમના હરીફ 'થાય ટ્રીનલી દોરજે'ને માન્યતા આપે છે પરંતુ દલાઈ લામા પછીના પરિદૃશ્યમાં એ કર્માપા લામા જ છે જે તિબેટીયન સમુદાય પર પ્રભુત્વ ધરાવતા હશે. છેલ્લાં ત્રણ વર્ષમાં કર્માપાએ દલાઈ લામા અને તેમના ઉદ્દેશ્યોને તેમનું સમર્થન જાહેર કર્યું છે અને તેમણે કેન્દ્રીય તે બેટેન સરકાર તેમજ ચીની અસંતુષ્ટ સાથે એક મંચ પર દેખા દીધી છે. ધર્મશાળામાં વડું મથક ધરાવતી દેશવટામાં રહેલી તિબેટિયન સરકારે જાહેર રીતે ૧૭મા કર્માપાને માન્યતા આપી છે.
જો કે વર્ષ 2018 થી ઘરમાં પાનામાં અને ભારત સરકાર વચ્ચે તેમના પુનરાગમન માટેની સ્થિતિઓમાં ઉતાર-ચઢાવ આવ્યો છે. તેમનું પુનરાગમન ધર્મશાળામાં તિબેટિયન બૌદ્ધ પર ૧૩મી ધાર્મિક પરિષદમાં ૨૦૧૮ના નવેમ્બરમાં થવા અપેક્ષા હતી. જોકે નયીગમ્પા પરંપરાના સાતમા વડા કથોક઼ ગેટ્સે રિન્પોચેના મૃત્યુના કારણે આ પરિષદ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર પછી સતત ચલકચલાણું રમાતું આવ્યું છે કારણકે ભારતીય અધિકારીઓ કહે છે કે કર્માપાએ પુનરાગમન કરવા માટે જરૂરી દસ્તાવેજો માટે અરજી કરી નથી અને અત્યારે ડોમિનિકન નાગરિકત્વ ધરાવતા કર્માપા આ દલીલને નકારે છે.
તિબેટિયન બાબતો માટે ભારત સરકારના સલાહકાર તરીકે કામ કરી ચૂકેલા 'રૉ'ના પૂર્વ વિશેષ સચિવ અમિતાભ માથુરે એક વેબિનારને સંબોધતા અગાઉ કહ્યું હતું કે, "ચીન તેમના દલાઈ લામાને સ્થાપિત કરવા ના જોઈ રહ્યું છે ભારતે એક અવાજે કહેવું જોઈએ કે આ દલાઈ લામાની એક માત્ર પસંદગી છે. તેનાથી દેશવટામાં રહેલા તિબેટિયનોને આશ્વાસન મળશે. ભારતે તાત્કાલિક દલાઈ લામાને તેમની ઇચ્છાઓ વિશે સલાહ-વિચારણા કરવી જોઈએ." ભારત અને ચીન વચ્ચેના સંબંધોના સંદર્ભથી તિબેટ વિશે વધુ વાત કરતાં, તેમણે કર્મપાના પુનરાગમનમાં સહાયતા કરવા અને તેઓ ભારતમાં મુક્ત રીતે વિચરી શકે તે માટે સકારાત્મક વાતાવરણ બનાવવાની જરૂરિયાતની તરફેણ કરી હતી કારણકે દલાઈ લામાએ તેમને પહેલાં જ માન્યતા આપી દીધી છે અને તમામ પંથોના તિબેટિયન લોકો તેમને સ્વીકારે છે.
દરમિયાનમાં જાણવા મળ્યું છે કે તમાંગના પ્રધાનમંડળમાં એક પ્રધાન સોનમ લામાએ ૧૭મા કર્માપાને સિક્કિમની મુલાકાત લેવા અને તેમના શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપવા આવવા આમંત્રણ પત્ર મોકલ્યો છે.
- સ્મિતા શર્મા