બાબા અમરનાથ યાત્રા કરવા માટે ભક્તો વર્ષો રાહ જુવે છે.આ વખત આ યાત્રા 1 જુલાઇના રોજ ચાલુ થઇ હતી જે 15 ઓગસ્ટ સુધી ચાલશે.જેને લઇને તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.જેથી કોઇ પણ યાત્રીઓને કોઇ પણ પ્રકારની તકલીફ ન થાય. તો મહત્વની વાત તો એ છે કે ભક્તોને કોઇ પણ પ્રકારની તકલફ ન થાય તે માટે આ વખતે રજીસ્ટ્રેશન કાર્ડ બારકોડ સાથે પૂરૂ કરવામાં આવ્યું છે. માહીતી મુજબ આ બારકોડમાં આપવામાં આવેલી શ્રાઇન બોર્ડથી જ લોકોની મુખ્ય જાણકારી મેગ્રીફાયર ગ્લાસ દ્વારા જ જોઇ શકાય છે.
Shri Amarnathji Shrine Board ના અઘિકારીઓ એ જણાવ્યું હતું કે યાત્રાના 11માં દિવસે 13 હજારથી પણ વધુ યાત્રીઓએ ગુફામાં ઉપાસના કરી હતી.આ સંસ્થા સત્તત યાત્રા દરમિયાન સફાઇ તથા સ્વચ્છતા જાળવી રાખે છે.તેમણે વધુમાં જણાવ્યું કે યાત્રા માટે જે નિયમોની રચના કરવામાં આવી છે તેનું પાલન યાત્રીકોએ કરવું જોઇએ. આ 46 દિવસની યાત્રા 15 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર પૂર્ણ થશે.