શોપિયન (જમ્મુ અને કાશ્મીર): સાત વર્ષીય મેહરુનિસા તેના પિતાના સેલફોન અને એ મકાનના ભંગાર પર નજર ફેરવી હતી જે ગઈકાલ સુધી તેનું ઘર હતું . થોડી ક્ષણો પહેલા તેણે તબાહ થયેલા ઘરની સીડી નીચે ઉતરવા માટે તેના પિતાની આંગળી પકડી હતી જોકે તે જાણતી ન હતી કે આ તેના પિતા સાથે તેનો છેલ્લા સાથ હશે.
આઠમી જુન અને નવમી જૂનની દરમિયાનની રાત્રીમાં, ભારતીય સૈન્ય અને જમ્મુ-કાશ્મીર પોલીસ દળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયન જિલ્લા મથકથી દોઢ કિલોમીટર દૂર પિંજોરા ગામમાં નિસાના ઘરની ઘેરી લીધુ હતુ. આ સમયે નિસા તેના પરિવાર સાથે તેના માતૃ ઘરે હતી.
ઘરને ઘેરી લીધા પછી તરત જ સામસામે ગોળીબાર થયો કેમકે આ મકાનમાં હિઝબુલ મુજાહિદ્દીનના જિલ્લા કમાન્ડર 'ઉમર ધોબી, જે તે જ ગામનો વતની છે તેની આગેવાની હેઠળ હિઝબુલ મુજાહિદ્દીનના ચાર આંતકવાદિઓ છુપાયેલા હતા. વહેલી સવારે સુરક્ષા દળોએ ઘરને ગોળીઓ અને મોર્ટારના શેલથી નિશાન બનાવ્યું હતું. થોડાક જ કલાકોમાં, ઘર ક્ષીણ થઈ ગયું અને અંદર છુપાયેલા તમામ આતંકવાદીઓ માર્યા ગયા હતા .
ગોળીબાર ના થોડા કલાકો પછી, કોર્ડન હટાવ્યા બાદ નિસાનો પરિવાર એન્કાઉન્ટર સ્થળે પહોંચી શક્યો હતો અને તેણે અને તેના પરિવારને તેમના તબાહ થયેલ ઘરને જોવાની મંજૂરી આપવામાં આવી હતી. ઉદાસીન આંખો સાથે, તેના પિતા, 32-વર્ષિય તારિક અહમદ પૉલ, એન્કાઉન્ટર સાઇટ પર જઇ રહ્યા હતા, ત્યારે ઇટીવી ભારતના રિપોર્ટર, શાહિદ તકે તેને કેમેરામાં તેમને કેદ કર્યો હતા, જેમાં તેમણે કલાકોમાં જે ઘર કાટમાળ થયુ તે ઘર ને 12 વર્ષ સુધી મહેનત કર્યા બાદ ઘર કેવી રીતે બાંધવામાં આવ્યું હતું તે અંગેની વિગતો આપી હતી.
પરંતુ આ વાત નો આટલે તે અંત થતો નથી. પૉલે ઇટીવી ભારત સાથે વાત કર્યાના ત્રણ કલાક પછી, અજાણ્યા બંદૂકધારી (શંકાસ્પદ આતંકવાદીઓ) ગામમાં દેખાયા અને તેને બોલાવ્યો હતો. ગામલોકોનું કહેવું છે કે બંદૂકધારીઓ તેને ગામની આજુબાજુના બગીચા તરફ લઈ ગયા હતા.
બીજા દિવસે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈ ગોળી ચલાવવામાં આવી ન હતી પરંતુ ગ્રામજનો કહે છે કે તેના શરીર પર ત્રાસના નિશાન હતા. તેનો ઉનનો ડગલો (ફેરન) અને પટ્ટો શરીરની નજીકથી મળી આવ્યો હતો.
ગોળીબાર થયા બાદ તેના ઘરને કાટમાળમાંમાં તબદીલ થયા ના એક દિવસ પછી જ પૉલને કોણે માર્યો તેની કોઈને ખબર નથી.
પૉલની ઘટના કાશ્મીર સંઘર્ષના ઊંડા સ્તરોને પ્રતિબિંબિત કરે છે જ્યાં સામાન્ય લોકો એક જટિલ સુરક્ષા પરિસ્થિતિમાં સપડાય છે જ્યાં મૃત્યુ કોઈપણ ક્ષણે કોઈના પણ મકાન પર દસ્તક આપી શકે છે . મેહરુન નિસા અને તેની નાની બહેન એ થોડા ક જ કલાકોમાં તેમના વાહલા પિતા અને ઘર ગુમાવ્યુ હતું. તેમની યુવાન માતાને તેનું કુટુંબ , જે બે છેડા ભેગા કરવા સંઘર્ષ કરી રહ્યુ હતું પર તેની સાથે શું બન્યું તે અંગે અસ્પષ્ટ છે .