ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન, શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી - મહારાષ્ટ્ર શિવસેના ન્યુઝ

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવામાં આવી હતી. જે બાદ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેની પર આજે સુનાવણી થશે.

etv bharat
author img

By

Published : Nov 13, 2019, 9:43 AM IST

Updated : Nov 13, 2019, 9:57 AM IST

શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ મામલે મહારાષ્ટ્ર સરકારના વકીલ નિશાંત કટનેશ્વરે કહ્યું છે કે, આજે તેમને સૂચના મળી હતી કે, શિવસેનાના તરફથી રાજ્યપાલ દ્વારા શિવસેનાના સરકાર બનાવવાના દાવાને ફગાવવાના નિર્ણયની સામે અરજી દાખલ કરવામાં આવી છે. અરજીની એક નકલ મેળવવી પડશે. જે બાદ કોઇ પગલાં લેવામાં આવશે.

શિવસેનાનું કહેવું છે કે, સરકાર બનાવવાના દાવા રજૂ કરવા માટે ફક્ત 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારે ભાજપને 48 કલાકનો સમય મળ્યો હતો. શિવસેનાએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.

શિવસેનાના નિર્ણય સામે મંગળવારે કોર્ટમાં સુનાવણીની માંગ કરી રહ્યી છે. પરતું કોર્ટ બંધ હોવાને કારણે સુનાવણી અશ્કય લાગે છે. કોર્ટ તરફથી કોઇ પ્રતિભાવ મળ્યો નથી.

કેન્દ્રીય પ્રધાનમંડળે મંગળવારે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી. ગત મહિને યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોઇપણ પક્ષને બહુમતી મળી નહતી. કોઈ પણ પક્ષ સરકાર બનાવી શક્યો ન હતો.

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રાજયમાં કેન્દ્રીય શાસન લાગુ કરવા રાષ્ટ્રપતિને વિનંતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કેબિનેટની બેઠક પછી વડાપ્રધાન બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલ માટે રવાના થઇ ગયા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મંગળવારની રાતે એનસીપીની સરકાર બનાવવામાં માટે એની ઇચ્છા દેખાડવાનો વિકલ્પ આપ્યો હતો. અગાઉ રાજ્યપાલે શિવસેનાને આ તક આપી હતી. પરંતુ શિવસેનાએ સ્પષ્ટ કર્યું હતું કે, તેને બે દિવસનો વધારાનો સમય જોઇએ છે. જો કે, રાજ્યપાલે શિવસેનાને વધારે સમય આપવાની ના પાડી હતી. વકીલ સુનિલ ફર્નાન્ડીઝે શિવસેના તરફથી અરજી કરી છે.

Last Updated : Nov 13, 2019, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.