ETV Bharat / bharat

કોરોના ફેલાવા માટે "નમસ્તે ટ્રંપ" કાર્યક્રમ જવાબદાર: શિવસેનાના સંજય રાઉત

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, ગુજરાત પછી મુંબઇ અને દિલ્હીમાં કોરોના વાઇરસ ફેલાવવા માટે નમસ્તે ટ્રંપ કાર્યક્રમ જવાબદાર છે. અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના સ્વાગત માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું નામ નમસ્તે ટ્રંપ રાખવામાં આવ્યું હતું.

શિવસેના નેતા સંજય રાઉતે દેશમાં કોરોના ફેલાવવા માટે "નમસ્તે ટ્રંપ" કાર્યક્રમને જણાવ્યો જવાબદાર

author img

By

Published : May 31, 2020, 11:20 PM IST

Updated : Jun 1, 2020, 9:54 AM IST

મુંબઇઃ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, ગુજરાત પછી મુંબઇ અને દિલ્હીમાં કોરોના વાઇરસ ફેલાવવા માટે ફેબ્રુઆરીમાં અમદાવાદમાં યોજાયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનો કાર્યક્રમ જવાબદાર છે. રાઉતે કેન્દ્ર સરકારની આલોચના કરતા કહ્યું કે, લોકડાઉન કોઈ યોજના વગર લાગુ કરવામાં આવ્યું, પણ હવે તેને હટાવવાનું રાજ્યો પર છોડી દેવામાં આવ્યું છે.

શિવસેના નેતાએ વધુમાં જણાવ્યું કે, મહારાષ્ટ્ર સરકારને પાડવા માટે ભાજપના તમામ પ્રયત્ન બાદ પણ મહા વિકાસ અધાડી સરકારને કોઇ પણ ખતરો નથી, કારણ કે તેનું અસ્તિત્વ કાયમ રાખવું શિવસેના, રાકાંપા અને ક્રોગ્રેસની મજબૂ઼તી છે. ગુજરાતમાં લોકો એકઠા થવાના કારણે ગુજરાતમાં કોરોના વાઇરસ ફેલાયો છે અને ટ્રંપ સાથે આવેલા અધિકારીઓના કારણે મુંબઇ અને દિલ્હીમાં વાઇરસ ફેલાયો હતો. ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ 20 માર્ચના રોજ સામે આવ્યો હતો.

વધુમાં જણાવ્યું કે, લોકડાઉન કોઇ પણ યોજના વગર લાગુ કરવામાં આવ્યું હતું, હવે લોકડાઉન હટાવવાની જવાબદારી રાજ્યો પર છોડી દેવાઈ છે. આ અનિશ્ચિતતાથી વાઇરસ વધુ ફેલાશે, ક્રોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકડાઉન નિષ્ફળ થવા પર સટીક વિશ્લેષણ કર્યું હતું.

Last Updated : Jun 1, 2020, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.