વિશાખાપટ્ટનમઃ ટેન્કર પોત એમટી ન્યૂ ડાયમંડ કુવેતથી 2,70,000 મીટ્રિક ટન કાચા તેલને લઇને ભારત આવી રહ્યું હતું. આ શ્રીલંકાના રસ્તે આવી રહ્યો હતો, પરંતુ શ્રીલંકાના તટથી 35 નૉટિકલ મીલની દૂરી પર ગુરૂવારે તેના એન્જિન કક્ષમાં આગ લાગી છે. જહાજમાં આગ લાગવાની સૂચના તરત જ ભારતીય તટ રક્ષકને આપવામાં આવી છે અને ફરીથી આગ પર કાબુ લેવાના પ્રયાસ શરૂ કર્યા છે.
ભારતીય તટરક્ષક બળે શનિવારે સવારે ટ્વીટ કરતા જણાવ્યું કે, સીજી શિપ અમેયાથી આગને બુઝાવવાના પ્રયાસ શરૂ છે. સીજી શિપ અમેયા ઘટનાસ્થળે પહોંચ્યું છે. તેલ રિસાવની સ્થિતિ સામે લડવા માટે સીજી ડોર્નિયર વિમાન તૈનાત કર્યા છે.
ભારતીય તટ રક્ષક બળે શુક્રવારે કહ્યું હતું કે, ભારત આવી રહેલા કાચા તેલથી ભરેલા ટેન્કરમાં શ્રીલંકાના પૂર્વી તટ નજીક ગુરૂવારે આગ લાગ્યા બાદ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો અને તે આગ બુઝાવવા અને તેલના ફેલાવાને રોકવાના ઉપાય માટે પોતાના વિભિન્ન સંસાધાનોને લગાવ્યા છે.
તેમણે કહ્યું કે, જહાજમાં બે મીટરની તિરાડ પણ જોવા મળી હતી, પરંતુ વિસ્તારમાં અત્યાર સુધી કોઇ તેલનો ફેલાવો થયો ન હતો. તટરક્ષક બળે તેલ ટેન્કરમાં આગ બાદ રાહત અભિયાનમાં પોત અને વિમાન તૈનાત કરવામાં આવ્યા છે.
રક્ષા વિભાગ દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય તટરક્ષક બળે તિરૂક્કોવિલથી લગભગ 37 સમુદ્રી મીલ પૂર્વમાં એમટી ન્યૂ ડાયમંડ પોતના ચાલકદળના 24 સભ્યને બચાવવા માટે પોતાના પોતો અને વિમાનને તૈનાત કર્યા છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે, સંયુક્ત પ્રયાસ બાદ ઘટનાનો શિકાર થયેલા પોતના ચાલકદળના 22 સભ્યને બચાવી લેવામાં આવ્યા છે. ભારતીય તટરક્ષક બળે પેટ્રોલિંગ કરી રહેલી શોર્ય અને સારંગ નામના પોતાના બે પોતોને અગ્નિ શમન અને અન્ય સહાયતા માટે મોકલ્યા છે. ભારતીય તટરક્ષક પોત સુજયને પણ હેલિકોપ્ટર અને ડાઇવર્સની સાથે રવાના કર્યા છે.
આ ઉપરાંત પ્રદુષણ રોકવાના કામમાં આવતા પોત સમુદ્ર પહરેદાર પણ તેલનો પ્રસાર રોકવામાં મદદ માટે વિશાખાપટ્ટનમથી રવાના થયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તટરક્ષક બળના ડોર્નિયર વિમાનને ચેન્નઇમાં તૈનાત કર્યા છે, જેથી વિસ્તારની દેખરેખ રાખી શકાય.