ઉત્તરપ્રદેશ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા એક બિન મુસ્લિમ વિદ્યાર્થિનીને ફરજિયાતપણે હિજાબ પહેરવાનું જણાવવામાં આવતા નવો વિવાદ ઉભો થયો છે.
બુલંદ શહેરની આ યુવતીએ સોશીયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેના પર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કમેન્ટ કરતા તેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના રિવાજો મુજબ હિજાબ પહેરવો જોઈએ તેમજ કોલેજ શરૂ થાય ત્યારે હિજાબ પહેરીને આવનજાવન કરવી જોઈએ તેવી ધમકીઓ આપી હતી. જેને પગલે આ યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર મામલે શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી એ નિવેદન આપતા જણાવ્યું હતું કે AMU હવે શરિયતનું વિદ્યાલય બનતુ જાય છે અને તેમાં ISIS જેવી કટ્ટરવાદી વિચારધારાને ઉછેરવામાં આવી રહી છે. ક્યારેક મોહમ્મદ અલી ઝીણા ના નામ પર તો ક્યારેક હેટ સ્પીચ આપીને વિદ્યાર્થીઓની કાનભંભેરણી કરવામાં આવે છે. જો આમ જ ચાલતું રહ્યું તો દેશમાં કોમી એકતા સંકટમાં આવી જશે.