ગુવાહાટી : દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા શરજીલ ઈમામની પોલીસ કસ્ટડીમાં 4 દિવસનો વધારો કરાયો છે. ગુવાહાટીની એક સ્થાનિક કોર્ટે સોમવારે આ ચુકાદો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શરજીલને ગત અઠવાડિયે દિલ્હીથી આસમ લાવવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, શરજીલ ઈમામને 20 ફેબ્રુઆરીએ નવી દિલ્હીથી આસમ લવાયો હતો અને કોર્ટમાં હાજર કરાયો હતો. શરૂઆતમાં 4 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલાયો હતો.
પોલીસ રિમાન્ડની મુદ્દત પૂર્ણ થતાં શરજીલને સોમવારે ફરી કોર્ટેમાં રજૂ કરી વધુ રિમાન્ડ માંગતા કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.