આ અંગે કોંગ્રેસ પાર્ટી બે ભાગ પડ્યા હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં એકનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન કરતાં પહેલા શિવસેના ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરે. જ્યારે બીજા ગ્રુપનું માનવું છે કે, બંને પાર્ટીઓની વિચારધારામાં ઘણું અંતર છે.
જો કે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર તમામ નિર્ણયો શરદ પવાર પર છોડી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં એકેય પાર્ટીને બહુમત ન મળવાની સ્થિતીમાં હાલ ત્યાં સરકાર બનાવવાને લઈ દરરોજ નવા નવા સમીકરણો બહાર આવી રહ્યા છે.