નવી દિલ્હી: AIMIM પ્રમુખ અસરુદ્દીન ઓવૈસીએ શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનને બંધ કરવા સરકાર બળનો પ્રયોગ કરશે એવા સંકેત આપ્યાં છે. આ અંગે ઓવૈસીએ વિવાદીત નિવેદન કરતા કહ્યું કે, સરકાર તરફથી સંકેત મળી રહ્યા છે કે, 8 ફેબ્રુઆરી બાદ શાહીન બાગનું પ્રદર્શન હટાવી દેવામાં આવશે.
વધુમાં કહ્યું કે, પ્રદર્શનકારીઓને ગોળી મારવામાં આવે, સરકાર શાહીન બાગને જલિયાવાળા બાગમાં બદલી શકે છે. ભાજપના પ્રધાને ગોળી મારવાનું નિવેદન પણ આપ્યું છે. સરકારે જવાબ આપવો જોઈએ કે, કટ્ટરપંથી કોણ છે? NRCની વાત કરતા ઓવૈસીએ કહ્યું કે, સરકારે સ્પષ્ટ જવાબ આપવો જાઈએ કે, 2024 સુધીમાં એનઆરસી લાગુ કરવામાં આવશે નહીં. NPR માટે 3900 કરોડ રુપિયા કેમ ખર્ચ કર્યાં છે?
ઓવૈસીએ કહ્યું કે, હું ઈતિહાસમાં વિદ્યાર્થી રહ્યો છું, આ માટે મને ખબર છે કે, હિટલરે તેના શાસનકાળ દરમિયાન 2 વખત જનગણના કરી હતી અને બાદમાં તેણે યહૂદીઓને એક ગેસ ચેમ્બરમાં નાંખ્યા હતાં. હું નથી ઇચ્છતો કે, આપણો દેશ આ દિશા તરફ જાય...