નવી દિલ્હીઃ ગૃહ પ્રધાન અમિત શાહ નાણા પ્રધાન નર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા રાહત પેકેજને લઇને કહ્યું કે, પીએમ મોદીની સર્વોચ્ચ પ્રાથમિક્તા એક મજબુત, સુરક્ષિત અને સશક્ત ભારત છે.
તેમણે કહ્યું કે, એક મજબુત, સુરક્ષિત અને સશક્ત ભારત પીએમ મોદીની સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. રક્ષા વિનિર્માણમાં FDI સીમાને વધારીને 74 ટકા કરવી અને વર્ષવાર સમયસીમાની સાથે હથિયારો અથવા પ્લેટફોર્મના આયાત પર પ્રતિબંધ લગાવવા નિશ્ચિત રુપથી મેક ઇન ઇન્ડિયાને વેગ આપવા અને આપણી આયાતના ભારણને ઓછો કરશે.
ગૃહ પ્રધાને કહ્યું કે, હું વિમાન ક્ષેત્રને આગળ વધારવા માટે ભવિષ્યના નિર્ણય લેવા પર પીએમ મોદીનો આભાર માનું છું. એર સ્પેસના ઉપયોગ પર પ્રતિબંધોમાં છૂટછાટ આપીને આપણે વિમાન ક્ષેત્રને લગભગ 1000 કરોડ/ વર્ષનો લાભ થશે.
તેમણે કહ્યું કે, ભારતને વૈશ્વિક હબ બનાવવા માટે મેન્ટેનેન્સ રિપેર ઓવરહોલ (MRO) માટે કર વ્યવસ્થાને તાર્કિક બનાવવામાં આવશે.