ETV Bharat / bharat

પરપીડનવૃત્તિ, દુષ્કર્મ, માનસિક બીમારી

ન્યૂઝ ડેસ્ક: દુષ્કર્મ એક એવો મોટો અપરાધ છે જેનાથી મહિલાઓની જિંદગી વેરવિખેર થઈ જાય છે કારણકે પરપીડન, જાતીય હુમલો, દુર્વ્યવહાર, માનસિક બીમારી આ બધું સાથોસાથ જ થાય છે.

rape in india
rape in india
author img

By

Published : Dec 17, 2019, 3:07 PM IST

પરપીડનવૃત્તિ શું કામ?

દુષ્કર્મીઓ ક્રૂર શા માટે હોય છે?

મનોવૈજ્ઞાનિકો વિશ્લેષણ કરે છે.

દુષ્કર્મ એક એવો મોટો અપરાધ છે જેનાથી મહિલાઓની જિંદગી વેરવિખેર થઈ જાય છે કારણકે પરપીડન, જાતીય હુમલો, દુર્વ્યવહાર, માનસિક બીમારી આ બધું સાથોસાથ જ થાય છે.

દુષ્કર્મીઓને નિઃસહાય મહિલા પર જાતીય હુમલો કરીને પાશ્વીય વર્તન દ્વારા પરપીડનવૃત્તિથી આનંદ મળે છે.

અનેક કાયદાઓ છતાં, હૈદરાબાદ અને વારંગલમાં થયેલા દુષ્કર્મ અને હત્યાના બનાવો એ આવા માનવના રૂપમાં પ્રાણીઓ દ્વારા નિરંકુશ અત્યાચારોનાં ઉદાહરણો છે.

સમગ્ર વિશ્વમાં દુષ્કર્મના બનાવો, પરપીડનવૃત્તિ, ક્રૂરતા અને દુષ્કર્મીઓની માનસિક સ્થિતિ પર સંશોધન અભ્યાસ લાંબા સમયથી થતા રહ્યા છે અને તેના પર થિસિસ અને વિશ્લેષણ પણ બહાર આવતા રહ્યા છે.

વિચારકો શું કહે છે?

દુષ્કર્મ એ પુરુષ દ્વારા તેને ધમકાવીને સભાનપણે સ્ત્રી પર કરાતો જાતીય હુમલો છે. આ દુષ્કૃત્યમાં સ્ત્રીને દોષિત ઠરાવવાનો કોઈ અર્થ નથી.

-- મહિલાવાદી લેખિકા

સુશાન બ્રાઉન મિલર (‘અગેઇન્સ્ટ આઉટ વિલ’ ૧૯૭૫ પુસ્તકનો અંશ).

બળાત્કારીઓની ત્રણ વિશેષતા હોય છે

૧. પરપીડનવૃત્તિ

૨. ઉત્તેજના અથવા ભાવના

૩. હુમલો કરવા માટે સર્વોપરિતા ગ્રંથિ

સંપૂર્ણ માનસિક સ્થિરતા ધરાવતી વ્યક્તિ બળાત્કાર નથી કરતો.

માનસિક રીતે આંશિક સ્થિર હોય કે સંપૂર્ણ અસ્થિર હોય તે વ્યક્તિઓ દ્વારા જ ઘણી વાર તે કરવામાં આવતો હોય છે.

-નિકોલસ ગ્રૉથ (પુરુષ જે દુષ્કર્મ કરે છે—૧૯૭૬)

લક્ષ્ય નિઃસહાય હોય છે

દુષ્કર્મીઓ નિઃસહાય વ્યક્તિઓ જેમ કે મહિલાઓ, એકલી છોકરી અને બાળકોને લક્ષ્ય બનાવતા હોય છે.

દુષ્કર્મ નાનાં બાળકો પર થાય છે કારણકે તેમને ખબર નથી પડતી, તેઓ આ કૃત્યને ઓળખી નથી શકતાં કે વિરોધ નથી કરી શકતા કારણકે દુષ્કર્મીઓ તેમને ચૉકલેટ કે રમકડાંની લાલચ આપે છે. તેઓ ટીવી, સમાચારપત્રો અને સૉશિયલ મિડિયામાં સંબંધિત સમાચાર જોઈને કાળજી લેતા હોય છે.

લાગણીઓ દર્શાવતા નથી

તેઓ સામાન્ય વ્યક્તિની જેમ અન્યો સાથે જતી વખતે લાગણીઓ દર્શાવતા નથી. આપણે એમ ન કહી શકીએ કે તેઓ ક્યારે દુષ્કર્મ અને હુમલો કરશે કારણકે તેઓ માનસિક રીતે સ્થિર નથી હોતા તેમ જ્યૉર્જ ટાઉન યુનિવર્સિટીના ફૉરેન્સિક સાઇકિયાટ્રિસ્ટ રૉબર્ટ સાયમનનું કહેવું છે. તેમનામાં સહાનુભૂતિ, દયા જેવા સદગુણોનો અભાવ હોય છે અને તેઓ સામાન્ય માનવીની જેમ આવાં કૃત્યોને અમાનવીય અને ક્રૂર ગણતા નથી

માત્ર વાસના નથી હોતી

અભ્યાસો બતાવે છે કે ૬૦થી ૭૦ ટકા દુષ્કર્મના કિસ્સાઓમાં માત્ર વાસનાને વશ જ નથી થયા હોતા. દુષ્કર્મીઓ નિઃસહાય મહિલાઓ અથવા છોકરીઓને વશ કરવા માગતા હોય છે, પોતાનું જોર દેખાડવા માગતા હોય છે અને જાતીય હુમલો કરવા માગતા હોય છે. દુશ્મનો સામે બદલો લેવા આવી વ્યક્તિઓ બાળકોનું અપહરણ કરે છે, પત્ની પર દુષ્કર્મ અને અન્ય અત્યાચાર કરે છે.

સમાજ વૈજ્ઞાનિકો આ કૃત્યોને મહિલાઓ પર વધુ જાતીય સ્વચ્છંદતા અને સર્વોપરિતાનાં ગણાવે છે.

જો અવલોકન કરવામાં આવે તો બળાત્કારના બનાવો વ્યક્તિઓની ટીમ દ્વારા થતા હોય છે. એક વ્યક્તિ જાતીય હુમલો કરવા જાય છે કારણકે તેને અન્યોનો ટેકો હોય છે.

તેમને કેવી લાગણી થાય છે?

ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ ડૉ. રજત મિત્રાને જેલમાં દુષ્કર્મીઓ સાથે વાતચીત પછી એમ જણાયું કે દુષ્કર્મીઓને અંદરથી મુક્ત થવાની તીવ્ર ઝંખના થાય છે. તેઓ દુષ્કર્મ કર્યાનું સ્વીકારે તો છે પરંતુ તેમને તે અપરાધ લાગતો નથી.

૯૦ ટકા કિસ્સામાં દુષ્કર્મ જાણીતી વ્યક્તિઓ દ્વારા થયો હોય છે. ૨૫ ટકા મહિલાઓ અને બાળકો દુષ્કર્મ થયાનું જાહેર કરતાં નથી કારણકે બીજાં તેને માનશે નહીં.

દુષ્કર્મ યોજના મુજબ કરવામાં આવે છે અને પીડિતાને માત્ર ઈજા અને ઘા માટે જ સારવારની નહીં, પરંતુ મનોવૈજ્ઞાનિક સારવારની પણ જરૂર હોય છે.

દુષ્કર્મીઓ અલગ-અલગ પ્રકારના હોય છે- તેઓ જ્યારે વર્ચસ્વ બતાવવા પ્રયાસ કરે છે અને હુમલો કરે છે ત્યારે તેમને લઘુતા લાગતી હોય છે. કેટલાક ટૂંકા ગાળાની ખુશી માટે ગુસ્સો બતાવે છે, શારીરિક સતામણી કરે છે, લાગણીની રીતે સતામણી કરે છે, દુર્વ્યવહાર કરે છે અને દુઃખ આપે છે. કેટલાક નફરત કરે છે, અત્યંત અભદ્ર ભાષા વાપરી અપમાન કરે છે, પીડા આપે છે, ગુસ્સો કરે છે અને તકવાદી પણ હોય છે.

મનોવૈજ્ઞાનિક ડૉ. ગૌરી દેવી સૂચવે છે કે માતાપિતાઓએ બાળકોને મૂલ્યો, નૈતિક સમર્થન, પોતાનાપણું- સંબંધો અને સમાજ વિશે સમજાવવું જોઈએ.

ઝીણી નજર રાખવી જોઈએ, સ્માર્ટ ફૉનને ટાળવા જોઈએ, મોડી રાત્રે ગપ્પા મારવાનું, વિડિયો કૉલ કરવાનું બંધ કરવું જોઈએ, ખરાબ મિત્રો, જૂથોની સોબતથી દૂર રહેવું જોઈએ, ધૂમ્રપાન કરવાનું, દારૂ પીવાનું, પૉર્ન વિડિયો જોવાનું, હિંસા અને અપરાધના વિડિયો જોવાનું ટાળવું જોઈએ.

૧૦થી ૧૬ વર્ષની વયજૂથના બાળકોને જાતીય લાગણીઓ પર કાબૂ રાખવાની સલાહ આપો, તેઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે, સમયસર ખોરાક લે અને ઊંઘ લે. છોકરીઓએ એકલા બહાર જતી વખતે સાવધ રહેવું જોઈએ અને સલાહ માટે મનોવૈજ્ઞાનિકોની સલાહ લેવી જોઈએ.

Intro:Body:

પરપીડનવૃત્તિ, બળાત્કાર, માનસિક બીમારી 

ન્યૂઝ ડેસ્ક: બળાત્કાર એક એવો મોટો અપરાધ છે જેનાથી મહિલાઓની જિંદગી વેરવિખેર થઈ જાય છે કારણકે પરપીડન, જાતીય હુમલો, દુર્વ્યવહાર, માનસિક બીમારી આ બધું સાથોસાથ જ થાય છે.

પરપીડનવૃત્તિ શું કામ? 

બળાત્કારીઓ ક્રૂર શા માટે હોય છે? 

મનોવૈજ્ઞાનિકો વિશ્લેષણ કરે છે.

બળાત્કાર એક એવો મોટો અપરાધ છે જેનાથી મહિલાઓની જિંદગી વેરવિખેર થઈ જાય છે કારણકે પરપીડન, જાતીય હુમલો, દુર્વ્યવહાર, માનસિક બીમારી આ બધું સાથોસાથ જ થાય છે. 

બળાત્કારીઓને નિઃસહાય મહિલા પર જાતીય હુમલો કરીને પાશ્વીય વર્તન દ્વારા પરપીડનવૃત્તિથી આનંદ મળે છે. 

અનેક કાયદાઓ છતાં, હૈદરાબાદ અને વારંગલમાં થયેલા બળાત્કાર અને હત્યાના બનાવો એ આવા માનવના રૂપમાં પ્રાણીઓ દ્વારા નિરંકુશ અત્યાચારોનાં ઉદાહરણો છે. 

સમગ્ર વિશ્વમાં બળાત્કારના બનાવો, પરપીડનવૃત્તિ, ક્રૂરતા અને બળાત્કારીઓની માનસિક સ્થિતિ પર સંશોધન અભ્યાસ લાંબા સમયથી થતા રહ્યા છે અને તેના પર થિસિસ અને વિશ્લેષણ પણ બહાર આવતા રહ્યા છે. 

વિચારકો શું કહે છે?

બળાત્કાર એ પુરુષ દ્વારા તેને ધમકાવીને સભાનપણે સ્ત્રી પર કરાતો જાતીય હુમલો છે. આ દુષ્કૃત્યમાં સ્ત્રીને દોષિત ઠરાવવાનો કોઈ અર્થ નથી. 

-- મહિલાવાદી લેખિકા

સુશાન બ્રાઉન મિલર (‘અગેઇન્સ્ટ આઉટ વિલ’ ૧૯૭૫ પુસ્તકનો અંશ).

બળાત્કારીઓની ત્રણ વિશેષતા હોય છે 

૧. પરપીડનવૃત્તિ

૨. ઉત્તેજના અથવા ભાવના

૩. હુમલો કરવા માટે સર્વોપરિતા ગ્રંથિ

સંપૂર્ણ માનસિક સ્થિરતા ધરાવતી વ્યક્તિ બળાત્કાર નથી કરતો. 

માનસિક રીતે આંશિક સ્થિર હોય કે સંપૂર્ણ અસ્થિર હોય તે વ્યક્તિઓ દ્વારા જ ઘણી વાર તે કરવામાં આવતો હોય છે. 

-નિકોલસ ગ્રૉથ (પુરુષ જે બળાત્કાર કરે છે—૧૯૭૬) 

લક્ષ્ય નિઃસહાય હોય છે

બળાત્કારીઓ નિઃસહાય વ્યક્તિઓ જેમ કે મહિલાઓ, એકલી છોકરી અને બાળકોને લક્ષ્ય બનાવતા હોય છે. 

બળાત્કાર નાનાં બાળકો પર થાય છે કારણકે તેમને ખબર નથી પડતી, તેઓ આ કૃત્યને ઓળખી નથી શકતાં કે વિરોધ નથી કરી શકતા કારણકે બળાત્કારીઓ તેમને ચૉકલેટ કે રમકડાંની લાલચ આપે છે. તેઓ ટીવી, સમાચારપત્રો અને સૉશિયલ મિડિયામાં સંબંધિત સમાચાર જોઈને કાળજી લેતા હોય છે. 

લાગણીઓ દર્શાવતા નથી

તેઓ સામાન્ય વ્યક્તિની જેમ અન્યો સાથે જતી વખતે લાગણીઓ દર્શાવતા નથી. આપણે એમ ન કહી શકીએ કે તેઓ ક્યારે બળાત્કાર અને હુમલો કરશે કારણકે તેઓ માનસિક રીતે સ્થિર નથી હોતા તેમ જ્યૉર્જ ટાઉન યુનિવર્સિટીના ફૉરેન્સિક સાઇકિયાટ્રિસ્ટ રૉબર્ટ સાયમનનું કહેવું છે. તેમનામાં સહાનુભૂતિ, દયા જેવા સદગુણોનો અભાવ હોય છે અને તેઓ સામાન્ય માનવીની જેમ આવાં કૃત્યોને અમાનવીય અને ક્રૂર ગણતા નથી

માત્ર વાસના નથી હોતી 

અભ્યાસો બતાવે છે કે ૬૦થી ૭૦ ટકા બળાત્કારના કિસ્સાઓમાં માત્ર વાસનાને વશ જ નથી થયા હોતા. બળાત્કારીઓ નિઃસહાય મહિલાઓ અથવા છોકરીઓને વશ કરવા માગતા હોય છે, પોતાનું જોર દેખાડવા માગતા હોય છે અને જાતીય હુમલો કરવા માગતા હોય છે. દુશ્મનો સામે બદલો લેવા આવી વ્યક્તિઓ બાળકોનું અપહરણ કરે છે, પત્ની પર બળાત્કાર અને અન્ય અત્યાચાર કરે છે.

સમાજ વૈજ્ઞાનિકો આ કૃત્યોને મહિલાઓ પર વધુ જાતીય સ્વચ્છંદતા અને સર્વોપરિતાનાં ગણાવે છે. 

જો અવલોકન કરવામાં આવે તો બળાત્કારના બનાવો વ્યક્તિઓની ટીમ દ્વારા થતા હોય છે. એક વ્યક્તિ જાતીય હુમલો કરવા જાય છે કારણકે તેને અન્યોનો ટેકો હોય છે. 

તેમને કેવી લાગણી થાય છે? 

ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ ડૉ. રજત મિત્રાને જેલમાં બળાત્કારીઓ સાથે વાતચીત પછી એમ જણાયું કે બળાતક્કારીઓને અંદરથી મુક્ત થવાની તીવ્ર ઝંખના થાય છે. તેઓ બળાત્કાર કર્યાનું સ્વીકારે તો છે પરંતુ તેમને તે અપરાધ લાગતો નથી. 

૯૦ ટકા કિસ્સામાં બળાત્કાર જાણીતી વ્યક્તિઓ દ્વારા થયો હોય છે. ૨૫ ટકા મહિલાઓ અને બાળકો બળાત્કાર થયાનું જાહેર કરતાં નથી કારણકે બીજાં તેને માનશે નહીં. 

બળાત્કારો યોજના મુજબ કરવામાં આવે છે અને પીડિતાને માત્ર ઈજા અને ઘા માટે જ સારવારની નહીં, પરંતુ મનોવૈજ્ઞાનિક સારવારની પણ જરૂર હોય છે.

બળાત્કારીઓ અલગ-અલગ પ્રકારના હોય છે- તેઓ જ્યારે વર્ચસ્વ બતાવવા પ્રયાસ કરે છે અને હુમલો કરે છે ત્યારે તેમને લઘુતા લાગતી હોય છે. કેટલાક ટૂંકા ગાળાની ખુશી માટે ગુસ્સો બતાવે છે, શારીરિક સતામણી કરે છે, લાગણીની રીતે સતામણી કરે છે, દુર્વ્યવહાર કરે છે અને દુઃખ આપે છે. કેટલાક નફરત કરે છે, અત્યંત અભદ્ર ભાષા વાપરી અપમાન કરે છે, પીડા આપે છે, ગુસ્સો કરે છે અને તકવાદી પણ હોય છે. 

મનોવૈજ્ઞાનિક ડૉ. ગૌરી દેવી સૂચવે છે કે માતાપિતાઓએ બાળકોને મૂલ્યો, નૈતિક સમર્થન, પોતાનાપણું- સંબંધો અને સમાજ વિશે સમજાવવું જોઈએ. 

ઝીણી નજર રાખવી જોઈએ, સ્માર્ટ ફૉનને ટાળવા જોઈએ, મોડી રાત્રે ગપ્પા મારવાનું, વિડિયો કૉલ કરવાનું બંધ કરવું જોઈએ, ખરાબ મિત્રો, જૂથોની સોબતથી દૂર રહેવું જોઈએ, ધૂમ્રપાન કરવાનું, દારૂ પીવાનું, પૉર્ન વિડિયો જોવાનું, હિંસા અને અપરાધના વિડિયો જોવાનું ટાળવું જોઈએ. 

૧૦થી ૧૬ વર્ષની વયજૂથના બાળકોને જાતીય લાગણીઓ પર કાબૂ રાખવાની સલાહ આપો, તેઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે, સમયસર ખોરાક લે અને ઊંઘ લે. છોકરીઓએ એકલા બહાર જતી વખતે સાવધ રહેવું જોઈએ અને સલાહ માટે મનોવૈજ્ઞાનિકોની સલાહ લેવી જોઈએ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.