બેંગ્લુરૂ: કર્ણાટકમાં કન્નડ ભાષીઓ દ્વારા રાજ્ય વ્યાપી કરવામાં આવેલા આંદોલનમાં સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજે એટલે કે ગુરૂવારે રાજધાની બેંગ્લુરૂમાં દોડનારી 70,000થી વધુ OLA અને UBERની ગાડીઓ રસ્તા પર જોવા મળશે નહીં. ઉલ્લેખનીય છે કે, કન્નડ સંગઠન સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક લોકોને અનામત આપવાની માગ કરી રહ્યા છે.
બેંગ્લુરૂમાં OLA, UBER ડ્રાઈવર્સ એસોસિએશનના અધ્યક્ષ તનવીરે ઘોષણા કરીને કહ્યું કે, અમે બંધને સમર્થન આપીએ છીંએ. જેના હેઠળ આજે અમારી સેવા સંપૂર્ણ પણે બંધ રહેશે. તનવીરના જણાવ્યા મુજબ સામાન્ય રીતે 70,000 વાહન રસ્તાઓમાં હાજર હોય છે, પરંતુ બંધ દરમિયાન આ સેવાઓ ઠપ થઇ જશે.
ઉલ્લેખનીય છે કે, સંગઠન સરોજિની મહિર્ષિ રિપોર્ટને લાગૂ કરવા માટે રાજ્ય સરકાર પાસે માગ કરી રહ્યાં છે. આ રિપોર્ટમાં રાજ્ય સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં કન્નડિગાને નોકરીમાં અનામત આપવાની માગ કરી છે.