ETV Bharat / bharat

મંડોલી જેલમાં 17 કેદીઓ કોરોના સંક્રમિત, એક કેદીનું કોરોનાથી મોત - દિલ્હી કોરોના સમાચાર

મંડોલીના જેલમાં કોરોનાના કારણે એક કેદીનું મોત થયું હતું. હવે તેજ જેલમાં 17 કેદીઓ કોરોના સંક્રમિત મળ્યા છે. આ કેદીઓ કોરોનાથી મૃત્યુ પામનાર કેદી સાથે બેરેકમાં રહેતા હતા. તિહાડ વહીવટીતંત્રે આ તમામ કેદીઓને જેલ નંબર 14માં સ્થળાંતર કરીને તેમની સારવાર શરૂ કરી દીધી છે. જ્યારે આ જ જેલના અન્ય 12 કેદીઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તિહાડ જેલના ડીજી સંદીપ ગોયલે આ વાતની પુષ્ટિ કરી છે.

તિહાડ જેેલ
તિહાડ જેેલ
author img

By

Published : Jun 22, 2020, 8:33 PM IST

નવી દિલ્હી : તિહાડ જેલના સૂત્રો અનુસાર, 15 જૂને અમર સિંહ નામના કેદીનું માંડોલી જેલમાં કોરોના કારણે મોત થયું હતું. તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

તેના રિપોર્ટમાં, તેની સાથે બેરેકમાં રાખેલા અન્ય 29 કેદીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ તમામના રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યું કે આમાંથી 17 કેડીઓ કોરોના સંક્રમિત મળ્યા હતા અને અન્ય 12 કેદીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

પોઝિટિવ મળતા તમામ 17 કેદીઓને જેલ નંબર 14માં અલગ રાખવામાં આવ્યા છે અને જેલના ડૉક્ટર્સ સતત્ત તેમના આરોગ્ય પર નજર રાખી રહ્યા છે. જો કે અન્ય 12 કેદીઓને પણ હાલમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેદીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે દિલ્હીની જેલોમાં કુલ 40 કેદીઓ અને 46 કર્મચારીઓને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. આમાંથી 16 કેદીઓ સ્વસ્થ્ય થઇ ગયા છે જ્યારે એક કેદીનું મોત નીપજ્યું હતું, તો અન્યની સારવાર ચાલી રહી છે. 46 કર્મચારીઓમાંથી 12 કર્મચારી સ્વસ્થ્ય થઇ ગયા છે જ્યારે અન્યની સારવાર ચાલી રહી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.