નવી દિલ્હીઃ દિલ્હીના તીસ હજારી કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને પિતાના હત્યાના કેસમાં કુલદીપ સિંહ સેંગરને 10 વર્ષની કેદની સજા આપી છે. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ધર્મેશ શર્માએ સેંગર પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
કોર્ટે કહ્યું કે, આ દંડની રકમ પીડિતાને આપવામાં આવશે, કોર્ટે સેંગર સહિત બાકીના સાત આરોપીઓને ઉમર કેદની એને 10 લાખના દંડની સજા આપી છે. કોર્ટમાં સીબીઆઇએ સેંગર સહિત દરેક સાત આરોપીઓને ઉમર કેદની માંગ કરી હતી. જેની સુનાવણી દરમિયાન સેંગરે કહ્યું કે, મેં કોંઇ ખરાબ કર્યું હોય તો મને ફાંસી પર લટકાવવામાં આવે અને મારી આંખોમાં તેજાબ નાખવામાં આવે. 4 માર્ચના રોજ કોર્ટે સેંગર સહિત સાત લોકોને આરોપી કરાર સાબિત કરવામાં આવ્યાં હતાં. કોર્ટે આ મામલામાં ચાર આરોપીઓને છોડી દીધા છે.
જ્યારે દુષ્કર્મ પીડિતાના પિતાની કસ્ટડીમાં 9 એપ્રિલ 2018ના રોજ મોત થયું હતું, 4 જૂન, 2017ના રોજ દુષ્કર્મ પીડિતાએ જ કુલદીપ સેંગર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો અને સેંગરના ભાઇ અને તેમના સાથીઓને પીડિતાની પિતાને ઢોર માર મારી પોલીસને સોપી દીધો હતો. પીડિતાના પિતાને જેલમાં શીફ્ટ કરાયાના થોડા કલાકો બાદ તેને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં અને હોસ્પિટલમાં જ તેમનનું મૃત્યું થઈ ગયું હતું.
20 ડિસેમ્બર, 2019ના રોજ તીસ હજારી કોર્ટે સેંગરને 10 વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે ઉમર કેદની સાથે 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દંડની આ રકમમાંથી 10 લાખ રૂપિયા પીડિતાને આપવાનો આદેશ કર્યો છે. તીસ હજારી કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સેંગરે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે.