આધ્રપ્રદેશમાં પોતાના સંબંધિઓ સહિતના 10 લોકોની હત્યાના આરોપમાં એક સીરિયલ કિલરની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જાણકારી આપતા કહ્યું કે આ કિલરે ઝેરી દવાનો ઉપયોગ કરી 10 લોકોનો ભોગ લીધો છે.
મંગળવારે ધરપકડ કરવામાં આવેલા એલુરુની વેલ્લાંકી સિંમ્હાદ્રીએ છેલ્લા 20 મહિનામાં કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી અને પૂર્વ ગોદાવરી જિલ્લાઓમાં આ ગુનાઓ આચર્યા હતા.
ઇલુરુમાં એક એપાર્ટમેન્ટમાં ચૌકીદારની નોકરી કરતા સિલ્હાદ્રીએ એક મિલકતનો ધંધા શરૂ કર્યો હતો, પરંતુ તે તેના માટે ફાયદાકારક ન થયો. આથી આના પછી તેણે લોકોની હત્યા કરીને જલ્દી પૈસા કમાવવાની યોજના બનાવી હતી.
પોલીસે જણાવ્યું કે તે પ્રસાદમાં સાઇનાઇડ મેળવી તેને ભોળા લોકોને આપતો હતો. વ્યક્તિના મોત પર કોઈ શંકા નહોતી થતી કારણ કે શરીર પર ઈજાઓ થવાના કોઇ નિશાન મળતા નહી.
આ રીતે, તેણે 20 મહિનામાં 10 વ્યક્તિઓની હત્યા કરી હતી અને 28 લાખ રૂપિયાથી વધુની લૂંટ કરી હતી. હત્યા કર્યા બાદ તે સોના અને પૈસા લઇને ઘટનાસ્થળેથી ફરાર થઇ જતો હતો.
પોલીસે સિમ્હાદ્રીની પાસેથી 250 ગ્રામ કરતાં વધુ સોનું અને રૂપિયા 1,63,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ કિલરને સાઇનાઇડ આપનાર વિજયવાડાનો શેખ અમીનુલ્લા ઉર્ફ શંકરની પમ ધરપડ કરવામાં આવી છે.