રાંચી/નવી દિલ્હીઃ ઝારખંડની બરમો વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર સિંહનું દિલ્હીમાં નિધન થયું હતું. છેલ્લા એક મહિનાથી ત્યાંની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 2 મેના રોજ રાજેન્દ્રસિંહને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. શરૂઆતની સારવાર રાંચીની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ રાજેન્દ્રસિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. રાજેન્દ્રસિંહના નિધન પછી રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઝારખંડના પૂર્વ પ્રધાન રાજેન્દ્રસિંહના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખી છું. આ દુઃખદ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના.
2 મેના રોજ રાજેન્દ્રસિંહને એર એમ્બ્યુલન્સ દ્વારા સારી સારવાર માટે દિલ્હી લઈ જવાયા હતાં. મળતી માહિતી મુજબ, છેલ્લા એક મહિનાથી તેની તબિયત ખરાબ હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
-
झारखंड के वरिष्ठ कांग्रेस नेता और पूर्व मंत्री राजेंद्र सिंह जी के निधन की खबर सुनकर दुःख हुआ। दुःख की इस घड़ी में मेरी शोक संवेदनाएँ उनके परिवार और प्रियजनों के साथ है।
— Rahul Gandhi (@RahulGandhi) May 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">झारखंड के वरिष्ठ कांग्रेस नेता और पूर्व मंत्री राजेंद्र सिंह जी के निधन की खबर सुनकर दुःख हुआ। दुःख की इस घड़ी में मेरी शोक संवेदनाएँ उनके परिवार और प्रियजनों के साथ है।
— Rahul Gandhi (@RahulGandhi) May 24, 2020झारखंड के वरिष्ठ कांग्रेस नेता और पूर्व मंत्री राजेंद्र सिंह जी के निधन की खबर सुनकर दुःख हुआ। दुःख की इस घड़ी में मेरी शोक संवेदनाएँ उनके परिवार और प्रियजनों के साथ है।
— Rahul Gandhi (@RahulGandhi) May 24, 2020
રાજેન્દ્રસિંહ ઝારખંડના પૂર્વ નાણાં અને આરોગ્ય પ્રધાન હતા. તેઓ છઠ્ઠી વખત બરમો વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતાં. તેમણે બેરમો વિધાનસભા બેઠક પરથી ભાજપના યોગેશ્વર મહાટોને હરાવ્યાં હતાં. 1985થી 2005 સુધી રાજેન્દ્ર સિંહ સતત 20 વર્ષ સુધી કોંગ્રેસની ટિકિટ પર અહીં ધારાસભ્ય હતાં. 2005માં હાર બાદ 2009માં જીત્યાં, ત્યારબાદ 2014માં બાર બાદ 2019માં ફરી જીત્યા હતાં.