નવી દિલ્હીઃ ગાઝિયાબાદમાં 2 દિવસમાં 2 કોંગ્રેસી નેતાઓના નિધન બાદ શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગાઝિયાબાદના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પ્રકાશ ગોયલનું દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયું છે. તે કોરોનાથી પીડિત હતા. આ મામલે વર્તમાન સાંસદ અને કેન્દ્રીય પ્રધાન વીકે સિંહે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
કોંગ્રેસ માટે મોટું નુકસાન
સુરેન્દ્ર પ્રકાશ ગોયલનો છેલ્લો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હતો. પરિવારને આશા હતી કે, તે જલ્દી જ સ્વસ્થ થઇને ઘરે પરત ફરશે, પરંતુ એવું થયું નહીં. વધુમાં જણાવીએ તો તેમનું જવું એ કોંગ્રેસ માટે મોટું નુકસાન છે. કારણ કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંથી એક સુરેન્દ્ર પ્રકાશ ગોયલ 1972 માં નગર પાલિકા ગાઝિયાબાદના સભ્યના રુપે ચૂંટાઇ આવ્યા હતા. 1973 માં નગર પાલિકાના ચેરમેન બન્યા અને ફરીથી 2002 માં શહેરના ધારાસભ્ય પણ રહ્યા હતા.
વર્ષ 2004 માં પહેલીવાર કોંગ્રેસથી સાંસદ ચૂંટાયા હતા, જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. તે સમયે સાંસદ તરીકે સાંસદ સુરેન્દ્ર પ્રકાશ ગોયલે શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેનાથી કોંગ્રેસના જમીની સ્તર પર મજબુતી મળી હતી. વધુમાં જણાવીએ તો બે દિવસ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગીનું પણ હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું.
કેન્દ્રીય પ્રધાનથી રાજ્ય પ્રધાન સુધી તમામે આપી શ્રદ્ધાંજલિ
ગાઝિયાબાદ શહેરના સાંસદ વીકે સિંહે ટ્વીટ કરીને સુરેન્દ્ર પ્રકાશ ગોયલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારમાં સ્વાસ્થય રાજ્ય પ્રધાન અને ગાઝિયાબાદ શહેરના ધારાસભ્ય અતુલ ગર્ગે પણ કોંગી નેતાના આકસ્મિક મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. શહેરના મોટા વેપારીઓની વચ્ચે પણ સુરેન્દ્ર પ્રકાશ ગોયલ ખૂબ જ લોકપ્રિય હતા.