અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે, શ્રીનગરની એક હોસ્પિટલમાંથી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના વિશેષ ઓપરેશન જૂથે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના હાજિન વિસ્તારના રહેવાસી નિસાર અહેમદ ડારને શહેરના શ્રી મહારાજા હરિસિંહ હોસ્પિટલમાંથી ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નિસાર અહેમદ ડારનો સંબંધ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે હતો. આ અંગે વધુ તપાસ કરવામાં આવી છે.
આ પહેલા ગાંદરબાલમાં થયેલા એક એન્કાઉન્ટર દરમિયાન નિસાર અહેમદ ડાર ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક આતંકી માર્યો ગયો હતો.