મુંબઈ: કોરોના વાયરસના ભારતમાં વધતા જતા ખતરાથી દરેક ગભરાઇ રહ્યું છે. બીજી તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા કોરોનાને મહામારી જાહેર કરાયા બાદ આ ડર પહેલાંથી પણ વધી ગયો છે. લોકોના આ ડર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. કોરોના વાયરસના કારણે ઈરાનમાં ફસાયેલા 200 ભારતીય નાગરિકોની ઘર વાપસી થઈ છે.
ઈરાનમાં ફસાયેલા 200 નાગરિકોને લઇને ભારત આવેલી ફ્લાઇટ શુક્રવારે મુંબઈ લેન્ડ થઇ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખતા તમામ યાત્રીઓને એરપોર્ટ પરથી સીધા જ મુંબઇની હોસ્પિટલામાં બનાવવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં લઈ જવાયા હતા. જ્યાં તેમની તપાસ કરવામાં આવી હતી. તપાસનો રિપોર્ટ સંતોષજનક જણાશે તો તેમને ઘરે મોકલી દેવામાં આવશે. ત્યાં સુધી તમામ યાત્રીઓને આઇસોલેશન વોર્ડમાં જ રાખવામાં આવશે.
એરપોર્ટ પરથી આઇસોલેશન વોર્ડ સુધીનું અંતર કાપવા માટે સરકારે એક નેવી બસની વ્યવસ્થા કરી. જાણકારી અનુસાર આ પહેલાં તમામ યાત્રીઓને રાજસ્થાનન જેસલમેર લઇ જવાના હતા, પરંતુ હવે તેમને મુંબઇની હોસ્પિટલોમાં બનાવવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં જ રાખવામાં આવશે. સેનાના પ્રવક્તાએ ગુરૂવારે કહ્યું હતું કે, લગભગ 120 ભારીતઓને શુક્રવારે જેસલમેર લાવવામાં આવશે અને તેમને આઇસોલેશનમાં રાખવામાં આવશે.
વિદેશપ્રધાને કહ્યું કે,6000થી પણ વધુ ભારતીઓ ઇરાનમાં ફંસાયેલા છે.