મુંબઈઃ કોરોના વાયરસના અસરની આશંકા હેઠળ મુંબઈ એરપોર્ટ પર સાવચેતીના ભાગરૂપે સ્ક્રિંનિગ ગોઠવવામાં આવી છે. 28 જાન્યુઆરીથી 4,800થી વધુ લોકોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં મહારાષ્ટ્રનાં 28 મુસાફરો પણ સામેલ હતાં. જેમાંથી 12 લોકોને શરદી, ખાંસી અને તાવ હતો. તેમને અલગ કેન્દ્રમાં ભરતી કરવામાં આવ્યા હતા.
8 રોગીઓના નમૂનાનું પરિક્ષણ કર્યું હતું. જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જો કે, બાકીના ચાર લોકોના રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે. 12માંથી 3 લોકોને રજા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી 213 લોકોએ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જ્યારે 9,000થી વધુ લોકો વાયરસથી પ્રભાવીત છે. વર્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન(WHO)એ આ જીવલેણ વાયરસને કારણે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.
વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાયરસ વચ્ચે આરોગ્ય કટોકટી જાહેર કરી