- કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલે આર્થિક શક્તિ અંગે આપ્યું નિવેદન
- વેપાર અને રોકાણ વધારવા માટે આર્થિક શક્તિ ઉપયોગીઃ ગોયલ
- એસસીઓના સભ્ય દેશોએ ભાગીદારી વધારવી જોઈએઃ ગોયલ
નવી દિલ્હીઃ કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે બુધવારે કહ્યું કે, કોવિડ-19 સંકટે શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના સભ્ય દેશો માટે આર્થિક શક્તિનો ઉપયોગ ક્ષેત્રમાં વેપાર અને રોકાણ વધારવા માટે કરવાની જરૂરત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પીયૂષ ગોયલે એસસીઓના સભ્ય દેશોના વેપાર અને આર્થિક મામલાના પ્રધાનોની બેઠકને સંબોધિત કરી હતી. અહીં તેમણે કહ્યું, દેશો વચ્ચે સતત સહયોગથી મહામારીથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને ઝડપથી ઊભી કરવામાં આવશે. ગોયલે વધુમાં કહ્યું, કોવિડ-19 સંકટમાં શાંઘાઈ સહયોગ સંગઠનના સભ્ય દેશો માટે આર્થિક શક્તિનો ઉપયોગ કરવા અને ભાગીદારીની સંભાવના વધારવાની જરૂર પર ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે ક્ષેત્રમાં વેપાર અને રોકાણને વધારી શકાય. બેઠકમાં ચાર દસ્તાવેજ સ્વીકારવામાં આવ્યા છે.
એસસીઓમાં 8 દેશ સભ્ય છે
આમાં કોવિડ-19ને લઈને લેવામાં આવેલા પગલાં પર નિવેદન આપવામાં આવ્યું હતું. એસસીઓ સભ્ય દેશો વચ્ચે બહુપક્ષીય વેપાર પ્રણાલી પર નિવેદન જે વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યૂટીઓ)ના સભ્ય છે તથા બૌદ્ધિક સંપત્તિ હકનો સહયોગ લઈને કરવામાં આવેલા નિવેદન સામેલ છે. એસસીઓના સભ્ય દેશમાં ભારત, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાનનો સમાવેશ થાય છે.