ETV Bharat / bharat

અવસરવાદી સિંધિયાએ વિચારધારા સાથે વિશ્વાસઘાત કર્યોઃ અશોક ગહેલોત - જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું રાજીનામું

કોંગ્રેસ પાર્ટીમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપેલા રાજીનામા અંગે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે ટ્વીટ કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, "સિંધિયાને અવસરવાદી નેતા જાહેર કરી દેવા જોઈએ, તેમણે પોતાના ફાયદા માટે વિચારધારા સાથે વિશ્વાસઘાત કર્યો છે."

ashok gehlot
ashok gehlot
author img

By

Published : Mar 10, 2020, 11:47 PM IST

Updated : Mar 11, 2020, 3:03 AM IST

જયપુરઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર પર ઘેરાયેલા સંકટ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપેલા રાજીનામા અંગે રાજસ્થાનના મુ્ખ્યપ્રધાન અશોક ગહેલોતે ટ્વીટ કર્યુ હતું. તેમણે લખ્યું હતું કે,"સિંધિયાને અવસરવાદી નેતા જાહેર કરી દેવા જોઈએ, તેમણે પોતાના ફાયદા માટે વિચારધારા સાથે વિશ્વાસઘાત કર્યો છે."

  • Mr Scindia has betrayed the trust of the people as well as the ideology. Such people proves they can’t thrive without power. Sooner they leave the better.
    2/2

    — Ashok Gehlot (@ashokgehlot51) March 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપ સાથે હાથ મિલાવતા રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ સરકાર પડી ભાંગવાની સ્થિતિમાં આવી પહોંચી છે. ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપ સાથે જોડાતા ગેહલોતે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

ગેહલોતે એક ટ્વિટમાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય સંકટ સમયે ભાજપ સાથે હાથ મિલાવીને નેતાઓની રાજકીય મહત્વાકાંક્ષા વિશે વાત કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે ભાજપ અર્થવ્યવસ્થા, લોકશાહી સંસ્થાઓ, સામાજિક ઘડતર અને ન્યાયતંત્રને બગાડે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકોની આસ્થા તેમજ વિચારધારા સાથે દગો કર્યો છે. આવા લોકો સાબિત કરે છે કે તેઓ શક્તિ વિના સફળ થઈ શકતા નથી.

નોંધનીય છે કે, મધ્યપ્રદેશના રાજ પરિવારમાંથી આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. મુખ્યપ્રધાન કમલનાથથી નારાજ સિંધિયાએ મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. સિંધિયાએ ખુદ ટ્વિટ કરીને તેમના રાજીનામાની જાણકારી આપી હતી. તેની સાથે તેમના સમર્થક 22 ધારાસભ્યો પણ રાજીનામું આપ્યું હતું. ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપ સાથે જોડાવવાના હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.

Last Updated : Mar 11, 2020, 3:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.