ETV Bharat / bharat

માનહાનિ કેસ: સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફી મંજૂર કરી - deformation against rahul gamdhi

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે થયેલા માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીને મંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ આ કેસમાં માફી માગી હતી. લોકસભાની ચૂંટણીમાં રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 'ચોકીદાર ચોર હે'નું નિવેદન આપ્યુ હતું. રાહુલ ગાંધીએ માફી માગતા માનહાનિ કેસ બંધ થયો છે.

રાહુલ ગાંધીનાં 'ચોકીદાર ચોર હે' ના નિવેદન અંગે ચૂકાદો આપશે સુપ્રિમ કોર્ટ
author img

By

Published : Nov 14, 2019, 2:00 AM IST

Updated : Nov 14, 2019, 11:15 AM IST

ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂદ્વ બદનક્ષીની ફરીયાદ કરી હતી. જે અંગે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચે ચુકાદો આપ્યો છે.

આ પહેલા જ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની ગરમા ગરમીમાં આ ટિપ્પણી થઈ ગઈ હોવાનું કબૂલ્યુ હતું. આ સાથે તેમણે માફી પણ માંગી લીધી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે ખુલાસો માંગ્યો હતો. ત્યાર બાદ મીનાક્ષી લેખીની અરજીના સંદર્ભમાં રાહુલ ગાંધીને નોટિસ મોકલી હતી.

સુપ્રીમ કોર્ટે રક્ષા મંત્રાલય દ્વારા લીક થયેલા રાફેલના દસ્તાવેજોને રેકોર્ડ પર લેવા અને તપાસ કરવાની મંજૂરી આપી હતી. જે અંગે રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટના વલણ પરથી સ્પષ્ટ થાય છે કે, વડાપ્રધાન મોદી રાફેલ ડીલમાં ગોટાળો કર્યો હતો.

રાહુલ ગાંધીએ એવું નિવેદન આપ્યુ હતું કે, કોર્ટે એવું સ્પષ્ટ કર્યુ છે કે, ચોકીદારજીએ ચોરી કરી છે. ત્યાર પછી રાહુલે ખુલાસો આપ્યો હતો કે, સુપ્રીમ કોર્ટની કાર્યવાહી અંગે કોઈ પણ દ્રષ્ટિકોણનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો.

સુપ્રીમ કોર્ટે પણ ત્યાર બાદ સ્પષ્ટતા કરી હતી કે, કોર્ટે રાફેલ જેટ ડીલ વિવાદમાં PM મોદી અંગે એવું કોઈ અવલોકન કર્યુ નથી.

આ કેસમાં રાહુલ ગાંધી તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/sc-verdict-in-contempt-case-against-rahul-gandhi/na20191113195515028

Conclusion:
Last Updated : Nov 14, 2019, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.