સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ-JDSના અયોગ્ય ઠેરવાયેલા ધારાસભ્યોની અરજી પર ચુકાદો આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, અયોધ્યા ધારાસભ્યો પેટાચૂંટણીમાં ભાગ લઇ શકશે.
આ ધારાસભ્યોને વિધાનસભાના તત્કાલિન અધ્યક્ષ કે. આર. રમેશ કુમારે અયોગ્ય ઠેરવ્યા હતા. ન્યાયમૂર્તિ એન. વી. રમણ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારની ત્રણ સદસ્યોની બૅચે આ અરજી પર 25 ઑક્ટોબરે સુનાવણી પૂર્ણ કરી હતી. વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારે વિધાનસભામાં એચ.ડી. કુમારસ્વામીના વિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ 17 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી દીધા હતા.
સુપ્રીમે ચુકાદો આપ્યો છે કે, ગેરલાયક ઠેરવાયેલા બળવાખોર ધારાસભ્યો પેટાચૂંટણીમાં ભાગ લઈ શકશે. સુપ્રીમના નિર્ણય બાદ બળવાખોર ધારાસભ્યો હવે ચૂંટણીમાં ભાગ લેશે.
અગાઉ વિધાનસભામાં વિશ્વાસ મત મેળવવા માટે અસફળ રહેતા કુમારસ્વામીની સરકારે રાજીનામું આપી દીધું હતુ. જે ભારતીય જનતા પાર્ટીના યેદિયુરપ્પાએ રાજ્યમાં નવી સરકાર બનાવી હતી. આ ધારાસભ્યોને દૂર કર્યા બાદ 17માંથી 15 બેઠકો પર 5 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાશે. અયોગ્ય જાહેર કરાયેલા ધારાસભ્યો તેમાં ચૂંટણી લડવા માંગે છે. ચૂંટણી ભરવાની અંતિમ તારીખ 18 નવેમ્બર છે.
ધારાસભ્યોએ તાજેતરમાં જ સુપ્રીમ કૉર્ટમાં એક અરજી દાખલ કરી 15 સીટો પર યોજાનાર પેટાચૂંટણીની તારીખ રદ્દ કરવા માંગણી કરી હતી. તેમની માગ હતી કે તેમની અરજી પર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચે પેટાચૂંટણી રદ્દ કરવી જોઈએ.