નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદના ધ્વસ્ત સાથે સંકળાયેલા કેસને પૂર્ણ કરવા સમયમર્યાદા નક્કી કરી છે. અહેવાલો અનુસાર સર્વોચ્ચ અદાલતે સીબીઆઈ કોર્ટને 31 ઓગસ્ટ સુધીમાં ચૂકાદો આપવાનો નિર્દેશ આપ્યો હતો.
આ કેસની તપાસ પૂર્ણ થયા બાદ સીબીઆઈએ 49 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાંથી 17 લોકો મૃત્યુ પામ્યા છે, જેની સુનાવણી બાકી છે. આ કેસના આરોપીઓમાં પૂર્વ નાયબ વડાપ્રધાન એલ કે અડવાણી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતાઓ એમ.એમ.જોશી, ઉમા ભારતી અને વિનય કટિયાર સામેલ છે.