આ અંગે 3 જજનોની બેન્ચ અક્ષયની અરજી પર સુનાવણી કરશે. અક્ષયના વકીલે પુનર્વિચાર અરજીમાં મોતની સજા પર સવાલ કર્યો છે કે, દિલ્હીમાં વઘી રહેલા પ્રદૂષણના કારણે જીવનકાળ ઓછુ થતું જાય છે, એમાં ફાંસી આપવાની જરૂર શું છે. આગાઉ કોર્ટે 9 જુલાઇના રોજ ત્રણ અન્ય આરોપી મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માની દયા અરજીને ફગાવી હતી.
16-17 ડિસેમ્બર 2012ના રોજ દક્ષિણ દલ્હીમાં એક ચાલતી બસમાં 6 લોકોએ 23 વર્ષીય વિદ્યાર્થી પર ગેંગરેપ કર્યો હતો. જે બાદ તે વિદ્યાર્થીનીનું નામ નિર્ભયા આપવામાં આવ્યું હતું.