નવી દિલ્હી: જગન્નાથપુરી રથયાત્રાને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. મંદિર કમિટી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સમન્વયમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. લોકોના આરોગ્યને હાનિ પહોંચાડ્યા વગર રથયાત્રા કાઢવામાં આવશે.
-
Supreme Court has allowed Rath Yatra to be conducted in Puri, Odisha with certain restrictions. https://t.co/MhteNWUapm
— ANI (@ANI) June 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Supreme Court has allowed Rath Yatra to be conducted in Puri, Odisha with certain restrictions. https://t.co/MhteNWUapm
— ANI (@ANI) June 22, 2020Supreme Court has allowed Rath Yatra to be conducted in Puri, Odisha with certain restrictions. https://t.co/MhteNWUapm
— ANI (@ANI) June 22, 2020
કેન્દ્ર સરકારે, ભગવાન જગન્નાથ રથયાત્રાના મામલાને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બે જજની બેંચ સમક્ષ મૂકતાં કહ્યું હતું કે, ભીડ વગર ધાર્મિક રીતી રિવાજો પૂરા કરવાની છૂટ હોવી જોઈએ, આ યાત્રા સંપૂર્ણ સાવધાની સાથે કરવામાં આવશે. ઓડિશા સરકારે પણ આવી જ રીતે રથયાત્રા કરવમાં સર્મથન આપ્યું હતું.
18 જૂને ચીફ જસ્ટિસની ત્રણ જજોની ખંડપીઠે રથયાત્રા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. આ આદેશમાં ફેરફાર કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક ડઝન અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
આ અરજીઓની સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી કરવામાં આવી હતી. આ કેસમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (સીજેઆઈ) એસ.એ. બોબડેએ ત્રણ જજની બેંચની રચના કરી. આ બેંચમાં સીજેઆઈ એસ.એ. બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.