ETV Bharat / bharat

ભારત સરકારે જે રીતે કાશ્મીર મુદ્દો સંભાળ્યો તેનાથી સંતુષ્ટ- માલદીવ્સના વિદેશ પ્રધાન - Maldives

માલદીવ્સ : કાશ્મીર પર ભારતીય સરકારનાં પગલાંઓનું સમર્થન કરે છે અને નાગરિકત્વ સુધારા કાયદાને 'આંતરિક પગલું' ગણાવે છે, અને તેના પર પડોશી દેશોએ ટીપ્પણી કરવાની જરૂર નથી, તેમ વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહીદે કહ્યું હતું. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે વિશેષ વાતચીતમાં શાહીદે દલીલ કરી હતી કે જો આ ટાપુવાળું રાષ્ટ્ર તેના પોતાના બંધારણ કે કાયદાઓમાં સુધારો કરે તો અન્ય દેશો દ્વારા હસ્તક્ષેપને માલદીવ્સ પણ નહીં આવકારે. અબ્દુલ્લાએ ભાર મૂક્યો હતો કે નાગરિકત્વ સુધાર અધિનિયમનું લોકો દ્વારા સમર્થન કે વિરોધ ભારતીય લોકશાહીની ગતિશીલતા સાબિત કરે છે અને પસંદગીના રાજદૂતો સાથે જમ્મુ અને કાશ્મીરની તાજેતરમાં મુલાકાત લેનાર માલદીવ્સ રાજદૂત જમીન પર પરિસ્થિતિને ભારત સરકાર દ્વારા સંભાળવાની રીતથી સંતુષ્ટ છે. શાહીદ વિદેશ મંત્રાલયની વૈશ્વિક વિચાર મંચ કાર્યક્રમ 'રાયસીના ડાયલૉગ'માં પ્રવચન આપવા નવી દિલ્હી આવ્યા હતા. તેઓ હિન્દ મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે આવેલા નાનકડા રાષ્ટ્રમાં વિકાસ અને જોડાણની પરિયોજનાઓમાં ભારતની વધુ ભૂમિકાની ચર્ચા કરવા ડૉ. એસ. જયશંકરને મળ્યા હતા. માલદીવ્સના વિદેશ પ્રધાને કહ્યું કે ચીન સાથે અગાઉની યામીન સરકારે હસ્તાક્ષર કરેલી મુક્ત વ્યાપાર સમજૂતી અને 'અન્યાયી સોદાઓ'ની સમીક્ષા કરાઈ રહી છે. તેમણે એવી પણ આશા દર્શાવી હતી કે ભારતની સહાયતાથી માલદીવ્સમાં બનાવાઈ રહેલું ક્રિકેટ સ્ટેડિયમ એક વાર પૂરું થઈ જાય તો આવનારા દિવસોમાં આ ટાપુ દેશની ક્રિકેટ ટીમ ભારતની ભૂરાં વસ્ત્રોવાળા ખેલાડીઓને હરાવશે.

maldives foreign minister
માલદીવ્સ
author img

By

Published : Jan 18, 2020, 10:04 AM IST

પ્ર- વિદેશ પ્રધાન જયશંકર સાથે તમારી બેઠકમાં કયા મહત્ત્વના મુદ્દાઓ હતા?

અબ્દુલ્લા શાહીદ- તે મુખ્યત્વે સંપર્ક તાજો કરવા અને વિકાસની પરિયોજનાઓ કઈ રીતે ચાલી રહી છે તેનો કયાસ કાઢવા હતી. હું સંયુક્ત પંચ માટે એક મહિના પહેલાં જ દિલ્હીમાં આવ્યો હતો અને ચીજો કઈ રીતે આગળ વધી રહી છે તેને અમે નિકટથી અનુસરી રહ્યા છીએ. માલદીવ્સ પાછા ફરીને હું ભારતની સહાયતાથી અડ્ડુ અટોલ સહિત દક્ષિણ ટાપુઓમાંના કેટલાકના વિકાસના સંદર્ભમાં બીજી છ પરિયોજનાઓ પર હસ્તાક્ષર કરીશ.

પ્ર- તમે કયા પ્રકારની ચોક્કસ ભારતીય ભૂમિકા જોઈ રહ્યા છો?

અબ્દુલ્લા શાહીદ- ભારત ખૂબ જ ઉદાર છે. પ્રમુખ સોલિહની મુલાકાત દરમિયાન ભારતે ૧.૪ અબજ અમેરિકી ડૉલરની સહાયના પેકેજનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો જેમાં ૮૦ કરોડ અમેરિકી ડૉલરની એલઓસી (લાઇન ઑફ ક્રેડિટ), ૨૫ કરોડ અમેરિકી ડૉલરનું અનુદાન અને બંને કેન્દ્રીય બૅન્કો વચ્ચે ચલણની અદલાબદલીનો સમાવેશ થયો હતો. અમે તે પેકેજ પર કામ કરી રહ્યા છીએ. ભારત જે મુખ્ય પરિયોજનાઓમાં સહાયતા કરી રહ્યું છે તેમાંની એક ગ્રેટર માલે જોડાણ પરિયોજના છે જે રાજધાની માલેને તેની નજીકના એક શહેરી કેન્દ્ર સાથે જોડે છે અને એક વિસ્તાર જેનો પુનઃદાવો કરાશે. અમે એલઓસીનો ઉપયોગ ઉત્તરમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકનો વિકાસ કરવા માટે કરીશું જેનાથી વધુ ભારતીય પર્યટકો માલદીવ્સ આવે તેનો માર્ગ મોકળો થશે. તેનાથી માલે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી થોડુંક દબાણ ઘટશે.

ભારત સરકારે જે રીતે કાશ્મીર મુદ્દો સંભાળ્યો તેનાથી સંતુષ્ટ- માલદીવ્સના વિદેશ પ્રધાન

પ્ર-માલદીવ્સ હિન્દ મહાસાગર ક્ષેત્ર (આઈઓઆર)માં સ્થિરતા અને ત્રાસવાદ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. માલદીવ્સે કહ્યું છે કે શ્રીલંકામાં ઇસ્ટર સન્ડેના રોજ ત્રાસવાદી બૉમ્બ ધડાકાથી આઘાત લાગ્યો છે. તમારી ભારતીય વિદેશ પ્રધાન સાથેની હાલની બેઠકમાં આ વિષયો ચર્ચા માટે આવ્યો હતો? તમે કટ્ટરતા અને ત્રાસવાદના મુદ્દાને કઈ રીતે ઉકેલી રહ્યા છો?

અબ્દુલ્લા શાહીદ- હિન્દ મહાસાગરની સુરક્ષા અને સ્થિરતા એ માત્ર માલદીવ્સ માટે જ નહીં પરંતુ ભારત માટે પણ અત્યંત અગત્યનો મુદ્દો છે કારણકે અમે હિન્દ મહાસાગરની મધ્યમાં રહીએ છીએ. અમારા માટે, જો હિન્દ મહાસાગરમાં અસ્થિરતા રહેશે તો તેની માલદીવ્સ પર હાનિકારક અસર પડશે. એ પણ અનિવાર્ય છે કે માલદીવ્સ લોકશાહી પ્રક્રિયાઓમાં આપણી પાસે સ્થિરતા હોય કારણકે તે હિન્દ મહાસાગરમાં સ્થિરતામાં પ્રદાન કરવાનો એક માત્ર રસ્તો છે અને તે ભારતની સુરક્ષા માટે પણ જરૂરી છે. આ મુદ્દે આપણે એક જ તરફ છીએ અને આપણાં હિતો ભેગાં થાય છે. આથી જ આપણા બંને દેશો નિકટતાથી સાથે કામ કરવા સક્ષમ છે.

પ્ર- આઈએસનો પડકાર ક્ષેત્રમાં, ખાસ કરીને શ્રીલંકામાં બૉમ્બ ધડાકાના પગલે કેટલો છે? ભૂતકાળમાં માલદીવ્સના લોકો આઈએસમાં જોડાવાના કિસ્સાઓ બન્યા છે.

અબ્દુલ્લા શાહીદ-અમે ઇસ્લામિક સ્ટેટ કે ડાએશ દ્વારા કોઈ પણ દેશ સામે ઊભા થયેલા પડકારને ઓછો આંકવા માગતા નથી. ખાસ કરીને અમારા માટે ડાએશ સામે આંતરરાષ્ટ્રીય સહકારમાં સક્રિય રીતે જોડાઈને તકેદાર રહેવાની જરૂર છે કારણકે અમારો ખૂબ જ મોટો પર્યટન ઉદ્યોગ છે. અમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે અમારો પર્યટન ઉદ્યોગ સુરક્ષિત રહે અને અમે પ્રતિબદ્ધ છીએ. શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે જે બૉમ્બ ધડાકાઓ થયા તેણે આપણને બધાને આઘાતમાં મૂકી દીધા. પોતાની જાતને ફૂંકી મારીને વિશાળ નુકસાન પહોંચાડવામાં સંડોવાયેલા લોકો સમાજમાં હાંસિયામાં નહોતા. તેઓ શિક્ષિત લોકો હતા. તેણે તમામ પ્રકારની નવી ચિંતાઓને ધ્યાનમાં લાવી જેના પર ભારત, શ્રીલંકા, માલદીવ્સ અને અન્યો સહિત ક્ષેત્રભરની આપણી ગુપ્તચર સંસ્થાઓ કામ કરી રહી છે. મને ખાતરી છે કે આ મુદ્દાઓને ઉકેલવાનો એક માત્ર રસ્તો દેશોના સ્તરે સહકાર દ્વારા જ છે. આપણે પોતાની રીતે, સ્વતંત્ર રીતે , સંપૂર્ણ સફળ નહીં થઈએ.

પ્ર- પોતાના કટ્ટરતાના ઉપદેશ દ્વારા બાંગ્લાદેશ બંધક કટોકટી માટે ત્રાસવાદીઓને પ્રેરનાર ઝાકીર નાઇક કે જે ભારતમાં વૉન્ટેડ છે, પરંતુ મલયેશિયાએ તેને આશ્રય આપેલો છે, તેના જેવા લોકોના મુદ્દે, માલદીવ્સે ગત વખતે જ્યારે તે તમારા ટાપુ રાષ્ટ્રમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો ત્યારે તેને કથિત રીતે પાછો મોકલી દીધો હતો. ઝાકીર નાઇક યુવાનોમાં કટ્ટરતા આરોપી રહ્યો છે તે મુદ્દે માલદીવ્સે અન્ય ઇસ્લામિક દેશ મલયેશિયા સાથે સત્તાવાર વાતચીત કરી છે?

અબ્દુલ્લા શાહીદ- અમે કોઈ વાતચીત કરી નથી. તેના દેશમાં આવવા દેવો કે નહીં તે નક્કી કરવાનું મલયેશિયાએ છે. પરંતુ અમારા ભાગે, અમે એવો કોઈ વ્યક્તિને માલદીવ્સમાં આવે, અમારા લોકોમાં કટ્ટરતા ફેલાવે, જે આપણા સમાજમાં ગરબડ કરે તેનો અમે સત્કાર નહીં કરીએ. તે અમારા કાયદા વિરુદ્ધ હશે.

પ્ર- પરંતુ શું ઝાકીર નાઇક જે પ્રકારના કટ્ટરતાના પ્રયાસો સાથે જોડાયેલો છે તે જોતાં તે ઇસ્લામને કુખ્યાત નથી કરી રહ્યો?

અબ્દુલ્લા શાહીદ- જે કોઈ ઇસ્લામના પડદા પાછળ છુપાય છે અને નફરત ફેલાવે છે તે ઇસ્લામની કુસેવા કરી રહી છે.

પ્ર-તમારી સંસદના અધ્યક્ષ અને પૂર્વ પ્રમુખ નાશીદે તેમની ભારતની મુલાકાત દરમિયાન ખૂબ જ કડક શબ્દો વાપરતાં માલદીવ્સમાં ચીન દ્વારા જમીન ઝપટી લેવાને ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે સરખાવી હતી. ગત કેટલાક મહિનાઓ માટે સોલિહ સરકાર સત્તામાં હોવા છતાં તેઓ નિરાશા વ્યક્ત કરતા જણાયા હતા, યામીન સરકાર દ્વારા કરવામાં આવેલી ચોક્કસ વિવાદાસ્પદ ચીની સમજૂતીઓને પાછી ખેંચવા માટે કોઈ પગલાં લેવાયાં નથી અથવા તો જે સોદાઓ થયા છે તે દેવાની જાળ ન હોય સુનિશ્ચિત કરવા તેના પર પુનર્વિચાર કરવા ચીનને સંકેત અપાયા નથી. તમારા વિચારો.

અબ્દુલ્લા શાહીદ- પ્રમુખ નાશીદ, અમારા અધ્યક્ષે શું કહ્યું તેને સમજાવવાનો હું પ્રયાસ નહીં કરું. વર્તમાન સરકાર ચીનની ઉદાર સહાયતાને પ્રશંસે છે. અગાઉના શાસન દરમિયાન થયેલા બેજવાબદાર ધિરાણ પર સ્વતંત્ર પ્રમુખકીય પંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કાયદા દ્વારા અસ્ક્યામત વસૂલી પંચ સ્થાપવામાં આવ્યું હતું અને તે કાનૂની પ્રક્રિયાઓ દ્વારા કરવામાં આવશે. અમે નથી ઈચ્છતા કે અમે ભારે દેવાંઓના કાદવમાં ફસાઈ જઈએ. વર્તમાન સરકાર સામાજિક વિકાસ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા સાથે ચાલુ રહેવા અને ચીજો કામ કરે તે જોવા કૃતનિશ્ચયી છે. અન્યાયી સમજૂતીઓ જે કદાચ હસ્તાક્ષરિત થઈ હોઈ શકે છે, તેની અમારે તપાસ કરવી પડશે. એક ચૂંટાયેલી લોકશાહી સરકાર તરીકે, જ્યાં સુધી અમારી યોગ્ય પ્રક્રિયાઓ પૂરી ન થઈ જાય ત્યાં સુધી આ મુદ્દાઓ પર ટીપ્પણી કરવા અમે સક્ષમ નહીં હોઈએ. તેનાથી અમારા કોઈ લોકોને મદદ નહીં મળે.

પ્ર-પરંતુ માલદીવ્સ દ્વારા અગાઉ હસ્તાક્ષરિત કોઈ પરિયોજના છે જે તમારી સરકાર પાછી ખેંચવા માગે છે? વિપક્ષની ગેરહાજરીમાં મજલિસ દ્વારા જેને રદ્દ કરી દેવામાં આવ્યું તે ચીન સાથે મુક્ત વ્યાપાર સમજૂતીની શું સ્થિતિ છે?

અબ્દુલ્લા શાહીદ-સામાજિક વિકાસ પરિયોજનાઓ ચાલી રહી છે. ગત સપ્તાહે ચીને હુલુમાલે સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં એક આય ક્લિનિક ખોલ્યું હતું. આ ચીજોની લોકો દ્વારા પ્રશંસા કરાઈ રહી છે. આ એવી જરૂરિયાતો છે જે લોકોને જોઈએ છે. ગૃહનિર્માણની પરિયોજનાઓ ચાલી રહી છે. હું ગત સપ્ટેમ્બરમાં બૈજિંગમાં હતો. મને લાગ્યું કે બૈજિંગ સામાજિક ગૃહનિર્માણની પરિયોજનાઓ અને રમત સહિત સામાજિક ક્ષેત્રો સંબંધિત અન્ય પરિયોજનાઓ સ્થાન દેવા માગે છે. તત્કાલીન સરકારે જ્યારે એફટીએને ફગાવી દીધું ત્યારે હું પ્રમુખ સોલિહ અને વર્તમાન સંરક્ષણ પ્રધાનની સાથે સંસદનો સભ્ય હતો. સભ્ય તરીકે અમે તેને પડકાર્યું હતું. તે રેકૉર્ડ પર છે. અમે તેના પર પાછા ન જઈ શકીએ કારણકે તે એ ઢબે કરાયું હતું. આ (લોકતાંત્રિક) પ્રક્રિયાઓ થાય તે સુનિશ્ચિત કરવી તે કાનૂની જવાબદારી છે. આથી વર્તમાન સરકાર તેની સમીક્ષા કરી રહી છે અને અમે સર્વગ્રાહી સમીક્ષા કરીએ તે પહેલાં અમે તેને પાછી ખેંચીશું કે નહીં તે કહેવું અનુચિત ગણાશે.

પ્ર- શું પ્રમુખ સોલિહ અને અધ્યક્ષ નાશીદ વચ્ચે મતભેદોના ઓછાયા ઉતરી આવ્યા છે?

અબ્દુલ્લા શાહીદ- જરા પણ નહીં. આપણે કઈ રીતે શબ્દો વાપરીએ છીએ તેના પર બધું છે. પરંતુ અમે ખૂબ જ સ્પષ્ટ છીએ કે એક જવાબદાર સરકાર તરીકે અમારે માત્ર (પરિયોજનાઓની) સર્વગ્રાહી સમીક્ષા પછી જ ટીપ્પણીઓ કરવી જોઈએ.

પ્ર-માલદીવ્સે સીએએ (નાગરિકત્વ સુધારા અધિનિયમ) અને કાશ્મીરને આંતરિક મુદ્દાઓ ગણાવીને ભારતીય સરકારનું સમર્થન કર્યું છે. પરંતુ શું માલદીવ્સને તેનાથી અહીંની લઘુમતીને જે રીતે અસર પડશે તેની ચિંતા છે?

અબ્દુલ્લા શાહીદ- માલદીવ્સ પહેલો દેશ હતો જે સાર્વજનિક રીતે બહાર આવ્યો અને કહ્યું કે ભારતીય બંધારણની કલમ ૩૭૦ દૂર કરવી તે આંતરિક બાબત છે. જ્યારે લોકસભા દ્વારા સીએએસ પસાર કરાઈ રહ્યો હતો ત્યારે હું દિલ્હીમાં હતો. અમે જે જાળવીએ છીએ અને અમારી સ્થિતિ છે તે એ કે તમારા દેશના બંધારણમાં સૂચવાયેલા લોકશાહી રસ્તે કાયદાકીય પ્રક્રિયાઓ થઈ છે કે કેમ તે જોવું જોઈએ. ભારત વિશ્વમાં સૌથી ગતિશીલ લોકતાંત્રિક સ્થળો પૈકીનું એક છે. જો તમારી સંસદમાં પસાર થયેલા ખરડાઓનો લોકો વિરોધ કરે કે સમર્થન કરે તો તે તમારી લોકશાહીની ગતિશીલતા બતાવે છે. પરંતુ એ હકીકત છે કે આ મુદ્દાઓ પર પડોશી દેશોએ ટીપ્પણી ન કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, હું નહીં ઈચ્છું કે જ્યારે માલદીવ્સની સંસદ તેનું બંધારણ સુધારે કે તેના પોતાના કાયદાઓ સુધારે ત્યારે ભારત કે અન્ય કોઈ દેશ આવે અને મને કહે. એક માત્ર મહત્ત્વની વાત એ છે કે લોકતાંત્રિક પ્રક્રિયાઓ થઈ છે કે કેમ તે તપાસવું જોઈએ. જો ભારતીય જનતા એ સુનિશ્ચિત કરી રહી હોય કે સીએએના મુદ્દા પર ફેરવિચારણા થવી જોઈએ તો પછી મને ખાતરી છે કે ભારતની સંસદ અને સરકારે તેના પર પુનર્વિચાર કરવો પડશે. લોકશાહીની આ જ તો ખૂબી છે.

પ્ર- ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, તે જોતાં તેના દ્વારા કાયદો આંતરિક પ્રક્રિયા હોઈ શકે છે પરંતુ કાશ્મીરમાં માનવ અધિકારની પરિસ્થિતિ અથવા સંચાર પર પ્રતિબંધો અથવા વિદ્યાર્થીઓના વિરોધોને સંભાળવા વધુ પડતા બળનો ઉપયોગ, શું તે ભારત જેના પ્રત્યે અન્ય દેશો આશાભરી નજરે જુએ છે તેના લોકતાંત્રિક સિદ્ધાંતો માટે ચિંતા સર્જે છે?

અબ્દુલ્લા શાહીદ- અમારા રાજદૂતે અગાઉ સંખ્યાબંધ રાજદૂતો સાથે કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેણી વર્તમાન સંજોગો હેઠળ પરિસ્થિતિને જે શ્રેષ્ઠ રીતે સંભાળાઈ રહી છે તેનાથી તે ખૂબ જ સંતુષ્ટ છે. મને ખાતરી છે કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય તરફ પાછી ફરે તે માટે ઝડપી શું કરવું જરૂરી છે તેનાથી ભારતીય સરકાર જાગૃત છે.

પ્ર-માલદીવ્સ અને ઓઆઈસી (ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કન્ટ્રિઝ) જેના તમે સભ્ય છો, તેમની વચ્ચે ભારત સંબંધિત મુદ્દાઓ પર મતભેદ છે?

અબ્દુલ્લા શાહીદ- અમે અમારો દૃષ્ટિકોણ સાર્વજનિક રીતે ખૂબ જ સ્પષ્ટ કરી દીધો છે.

પ્ર-શું તમે આશાવાદી છો કે જેમ ભારત અને પાકિસ્તાને એસસીઓ હેઠળ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું છે તે રીતે સાર્ક પર કોઈ આગળ હિલચાલ થશે? અને આ છત્રી હેઠળ તમે સંયુક્ત કવાયતોના ભાગ હશો? જો ભારત અને પાકિસ્તાન એસસીઓ હેઠળ કામ કરી શકે તો શું તેમના જેવા સાર્કના સભ્ય દેશો તેમના મતભેદો બાજુએ મૂકી દેશે અને સાર્કમાં એક સાથે કામ કરશે?

અબ્દુલ્લા શાહીદ- સાર્ક ૧૯૮૫થી ચાલી રહ્યું છે. આપણે ઘણા મોરચા પર ઘણી બધી પ્રગતિ કરી છે. આ અસ્તિત્વના લાંબા સમયગાળામાં, જે જાહેર થયું છે તે એ છે કે આપણે આ ક્ષેત્રના મહત્ત્વના મુદ્દાઓ અને મતભેદો પર ધ્યાન આપવાની જરૂર છે. હવે સાર્ક એવા સ્તરે પહોંચી ગયું છે જ્યાં આપણે મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. દેશોએ પોતાના નિર્ણયો લેવાના છે. સાર્કની પ્રારંભિક સમજૂતી એ છે કે આપણે એવા કોઈ પણ મુદ્દાઓ પર ચર્ચા ટાળીશું જેના પર અસંમતિ થઈ શકે તેમ હોય. આપણે એવા સ્તરે પહોંચવાની જરૂર છે જ્યાં આપણે આ મુદ્દાઓ પર ચર્ચા શરૂ કરી શકીએ.

પ્ર-શું એ નિરાશાજનક છે કે ભારત અને પાકિસ્તાન એસસીઓ હેઠળ મતભેદો કોરાણે મૂકી શકે છે પરંતુ સાર્ક ચાલી રહ્યું નથી? શું તમને આશા છે કે ટૂંક સમયમાં શિખર પરિષદની બેઠક ફરીથી મળી શકે છે કે પછી તે હવે મૃતપ્રાય સમાન જ છે?

અબ્દુલ્લા શાહીદ- હું આશાવાદી છું પરંતુ જ્યાં સુધી શિખર પરિષદનો પ્રશ્ન છે ત્યાં સુધી હું કોઈ નોંધપાત્ર હિલચાલ જોઈ રહ્યો નથી. પરંતુ જ્યાં સુધી અન્ય સ્તર જેમ કે પ્રધાન સ્તરની બેઠકોનો પ્રશ્ન છે, તે તો થઈ રી જ છે. અમે ગયા વર્ષે માલદીવ્સમાં શિક્ષણ પ્રધાનોની બેઠક યોજી હતી. ટૅક્નિકલ બેઠકો અને સહકાર ચાલી રહ્યો છે. પરંતુ રાજકીય અને શિખર સ્તરે મને લાગે છે કે થોડી વાસ્તવિકતા સાથે આપણે આશાવાદી રહેવું જોઈએ.

પ્ર- પરંતુ મંચને રાજકીય ધક્કો આપવા શું શિખર પરિષદ અગત્યની છે? શું તેના વગર મંચ કામ કરી શકે?

અબ્દુલ્લા શાહીદ- અત્યારે તો તે એ રીતે જ કામ કરી રહ્યું છે.

પ્ર-ભારત દ્વારા બનાવાઈ રહેલું ક્રિકેટ સ્ટેડિયમ કઈ રીતે આકાર લઈ રહ્યું છે?

અબ્દુલ્લા શાહીદ- મેં ચિત્રો જોયાં છે, તે સુંદર છે. તે લગભગ તૈયાર છે. શિલારોપણની વિધિ ટૂંક સમયમાં જ થશે. પ્રશિક્ષણનું કામ પહેલાં જ શરૂ થઈ ગયું છે. અમારા યુવાનોને ભારતના પ્રશિક્ષકો સહાય કરી રહ્યા છે. ટૂંક સમયમાં અમે તમને હરાવીશું!

પ્ર- શું તમે પ્રમુખ સોલિહની જેમ ક્રિકેટના ચાહક છો?

અબ્દુલ્લા શાહીદ- પ્રમુખ સોલિહ ક્રિકેટના મોટા પ્રશંસક છે અને તેઓ આ રમત રમે છે. હું ક્રિકેટનો ચાહક છું અને તે જોઉં છું. ગયા વર્ષે પ્રમુખ સોલિહ અને મને બેંગ્લુરુ એક મેચ નિહાળવા પ્રવાસ કરવાની તક મળી હતી. તે ખૂબ જ ઉત્કૃષ્ટ હતી. અમને તેમાં ખૂબ જ મજા પડી.

Intro:Body:

https://www.etvbharat.com/english/national/bharat/bharat-news/satisfied-with-goi-handling-of-kashmir-maldives-foreign-minister/na20200117204859940

"keywords" content="Smita Sharma,Exclusive Interview,Abdulla Shahid,Foreign Minister,India,Maldives,CAA,Article 370,Kashmir"

ભારત સરકારે જે રીતે કાશ્મીર મુદ્દો સંભાળ્યો તેનાથી સંતુષ્ટ- માલદીવ્સના વિદેશ પ્રધાન 

માલદીવ્સ કાશ્મીર પર ભારતીય સરકારનાં પગલાંઓનું સમર્થન કરે છે અને નાગરિકત્વ સુધારા કાયદાને 'આંતરિક પગલું' ગણાવે છે, અને તેના પર પડોશી દેશોએ ટીપ્પણી કરવાની જરૂર નથી, તેમ વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહીદે કહ્યું હતું. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે વિશેષ વાતચીતમાં શાહીદે દલીલ કરી હતી કે જો આ ટાપુવાળું રાષ્ટ્ર તેના પોતાના બંધારણ કે કાયદાઓમાં સુધારો કરે તો અન્ય દેશો દ્વારા હસ્તક્ષેપને માલદીવ્સ પણ નહીં આવકારે. અબ્દુલ્લાએ ભાર મૂક્યો હતો કે નાગરિકત્વ સુધાર અધિનિયમનું લોકો દ્વારા સમર્થન કે વિરોધ ભારતીય લોકશાહીની ગતિશીલતા સાબિત કરે છે અને પસંદગીના રાજદૂતો સાથે જમ્મુ અને કાશ્મીરની તાજેતરમાં મુલાકાત લેનાર માલદીવ્સ રાજદૂત જમીન પર પરિસ્થિતિને ભારત સરકાર દ્વારા સંભાળવાની રીતથી સંતુષ્ટ છે. શાહીદ વિદેશ મંત્રાલયની વૈશ્વિક વિચાર મંચ કાર્યક્રમ 'રાયસીના ડાયલૉગ'માં પ્રવચન આપવા નવી દિલ્હી આવ્યા હતા. તેઓ હિન્દ મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે આવેલા નાનકડા રાષ્ટ્રમાં વિકાસ અને જોડાણની પરિયોજનાઓમાં ભારતની વધુ ભૂમિકાની ચર્ચા કરવા ડૉ. એસ. જયશંકરને મળ્યા હતા.  માલદીવ્સના વિદેશ પ્રધાને કહ્યું કે ચીન સાથે અગાઉની યામીન સરકારે હસ્તાક્ષર કરેલી મુક્ત વ્યાપાર સમજૂતી અને 'અન્યાયી સોદાઓ'ની સમીક્ષા કરાઈ રહી છે. તેમણે એવી પણ આશા દર્શાવી હતી કે ભારતની સહાયતાથી માલદીવ્સમાં બનાવાઈ રહેલું ક્રિકેટ સ્ટેડિયમ એક વાર પૂરું થઈ જાય તો આવનારા દિવસોમાં આ ટાપુ દેશની ક્રિકેટ ટીમ ભારતની ભૂરાં વસ્ત્રોવાળા ખેલાડીઓને હરાવશે. 

પ્ર- વિદેશ પ્રધાન જયશંકર સાથે તમારી બેઠકમાં કયા મહત્ત્વના મુદ્દાઓ હતા?

અબ્દુલ્લા શાહીદ- તે મુખ્યત્વે સંપર્ક તાજો કરવા અને વિકાસની પરિયોજનાઓ કઈ રીતે ચાલી રહી છે તેનો કયાસ કાઢવા હતી. હું સંયુક્ત પંચ માટે એક મહિના પહેલાં જ દિલ્હીમાં આવ્યો હતો અને ચીજો કઈ રીતે આગળ વધી રહી છે તેને અમે નિકટથી અનુસરી રહ્યા છીએ. માલદીવ્સ પાછા ફરીને હું ભારતની સહાયતાથી અડ્ડુ અટોલ સહિત દક્ષિણ ટાપુઓમાંના કેટલાકના વિકાસના સંદર્ભમાં બીજી છ પરિયોજનાઓ પર હસ્તાક્ષર કરીશ. 

પ્ર- તમે કયા પ્રકારની ચોક્કસ ભારતીય ભૂમિકા જોઈ રહ્યા છો?

અબ્દુલ્લા શાહીદ-  ભારત ખૂબ જ ઉદાર છે. પ્રમુખ સોલિહની મુલાકાત દરમિયાન ભારતે ૧.૪ અબજ અમેરિકી ડૉલરની સહાયના પેકેજનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો જેમાં ૮૦ કરોડ અમેરિકી ડૉલરની એલઓસી (લાઇન ઑફ ક્રેડિટ), ૨૫ કરોડ અમેરિકી ડૉલરનું અનુદાન અને બંને કેન્દ્રીય બૅન્કો વચ્ચે ચલણની અદલાબદલીનો સમાવેશ થયો હતો. અમે તે પેકેજ પર કામ કરી રહ્યા છીએ. ભારત જે મુખ્ય પરિયોજનાઓમાં સહાયતા કરી રહ્યું છે તેમાંની એક ગ્રેટર માલે જોડાણ પરિયોજના છે જે રાજધાની માલેને તેની નજીકના એક શહેરી કેન્દ્ર સાથે જોડે છે અને એક વિસ્તાર જેનો પુનઃદાવો કરાશે. અમે એલઓસીનો ઉપયોગ ઉત્તરમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકનો વિકાસ કરવા માટે કરીશું જેનાથી વધુ ભારતીય પર્યટકો માલદીવ્સ આવે તેનો માર્ગ મોકળો થશે. તેનાથી માલે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી થોડુંક દબાણ ઘટશે. 

પ્ર-માલદીવ્સ હિન્દ મહાસાગર ક્ષેત્ર (આઈઓઆર)માં સ્થિરતા અને ત્રાસવાદ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. માલદીવ્સે કહ્યું છે કે શ્રીલંકામાં ઇસ્ટર સન્ડેના રોજ ત્રાસવાદી બૉમ્બ ધડાકાથી આઘાત લાગ્યો છે. તમારી ભારતીય વિદેશ પ્રધાન સાથેની હાલની બેઠકમાં આ વિષયો ચર્ચા માટે આવ્યો હતો? તમે કટ્ટરતા અને ત્રાસવાદના મુદ્દાને કઈ રીતે ઉકેલી રહ્યા છો?

અબ્દુલ્લા શાહીદ-  હિન્દ મહાસાગરની સુરક્ષા અને સ્થિરતા એ માત્ર માલદીવ્સ માટે જ નહીં પરંતુ ભારત માટે પણ અત્યંત અગત્યનો મુદ્દો છે કારણકે અમે હિન્દ મહાસાગરની મધ્યમાં રહીએ છીએ. અમારા માટે, જો હિન્દ મહાસાગરમાં અસ્થિરતા રહેશે તો તેની માલદીવ્સ પર હાનિકારક અસર પડશે. એ પણ અનિવાર્ય છે કે માલદીવ્સ લોકશાહી પ્રક્રિયાઓમાં આપણી પાસે સ્થિરતા હોય કારણકે તે હિન્દ મહાસાગરમાં સ્થિરતામાં પ્રદાન કરવાનો એક માત્ર રસ્તો છે અને તે ભારતની સુરક્ષા માટે પણ જરૂરી છે. આ મુદ્દે આપણે એક જ તરફ છીએ અને આપણાં હિતો ભેગાં થાય  છે. આથી જ આપણા બંને દેશો નિકટતાથી સાથે કામ કરવા સક્ષમ છે.

પ્ર- આઈએસનો પડકાર ક્ષેત્રમાં, ખાસ કરીને શ્રીલંકામાં બૉમ્બ ધડાકાના પગલે કેટલો છે? ભૂતકાળમાં માલદીવ્સના લોકો આઈએસમાં જોડાવાના કિસ્સાઓ બન્યા છે.

અબ્દુલ્લા શાહીદ-અમે ઇસ્લામિક સ્ટેટ કે ડાએશ દ્વારા કોઈ પણ દેશ સામે ઊભા થયેલા પડકારને ઓછો આંકવા માગતા નથી. ખાસ કરીને અમારા માટે ડાએશ સામે આંતરરાષ્ટ્રીય સહકારમાં સક્રિય રીતે જોડાઈને તકેદાર રહેવાની જરૂર છે કારણકે અમારો ખૂબ જ મોટો પર્યટન ઉદ્યોગ છે. અમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે અમારો પર્યટન ઉદ્યોગ સુરક્ષિત રહે અને અમે પ્રતિબદ્ધ છીએ. શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે જે બૉમ્બ ધડાકાઓ થયા તેણે આપણને બધાને આઘાતમાં મૂકી દીધા. પોતાની જાતને ફૂંકી મારીને વિશાળ નુકસાન પહોંચાડવામાં સંડોવાયેલા લોકો સમાજમાં હાંસિયામાં નહોતા. તેઓ શિક્ષિત લોકો હતા. તેણે તમામ પ્રકારની નવી ચિંતાઓને ધ્યાનમાં લાવી જેના પર ભારત, શ્રીલંકા, માલદીવ્સ અને અન્યો સહિત ક્ષેત્રભરની આપણી ગુપ્તચર સંસ્થાઓ કામ કરી રહી છે. મને ખાતરી છે કે આ મુદ્દાઓને ઉકેલવાનો એક માત્ર રસ્તો દેશોના સ્તરે સહકાર દ્વારા જ છે. આપણે પોતાની રીતે, સ્વતંત્ર રીતે , સંપૂર્ણ સફળ નહીં થઈએ. 

પ્ર- પોતાના કટ્ટરતાના ઉપદેશ દ્વારા બાંગ્લાદેશ બંધક કટોકટી માટે ત્રાસવાદીઓને પ્રેરનાર ઝાકીર નાઇક કે જે ભારતમાં વૉન્ટેડ છે, પરંતુ મલયેશિયાએ તેને આશ્રય આપેલો છે, તેના જેવા લોકોના મુદ્દે, માલદીવ્સે ગત વખતે જ્યારે તે તમારા ટાપુ રાષ્ટ્રમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો ત્યારે તેને કથિત રીતે પાછો મોકલી દીધો હતો. ઝાકીર નાઇક યુવાનોમાં કટ્ટરતા આરોપી રહ્યો છે તે મુદ્દે માલદીવ્સે અન્ય ઇસ્લામિક દેશ મલયેશિયા સાથે સત્તાવાર વાતચીત કરી છે?

અબ્દુલ્લા શાહીદ- અમે કોઈ વાતચીત કરી નથી. તેના દેશમાં આવવા દેવો કે નહીં તે નક્કી કરવાનું મલયેશિયાએ છે. પરંતુ અમારા ભાગે, અમે એવો કોઈ વ્યક્તિને માલદીવ્સમાં આવે, અમારા લોકોમાં કટ્ટરતા ફેલાવે, જે આપણા સમાજમાં ગરબડ કરે તેનો અમે સત્કાર નહીં કરીએ. તે અમારા કાયદા વિરુદ્ધ હશે.

પ્ર- પરંતુ શું ઝાકીર નાઇક જે પ્રકારના કટ્ટરતાના પ્રયાસો સાથે જોડાયેલો છે તે જોતાં તે ઇસ્લામને કુખ્યાત નથી કરી રહ્યો?

અબ્દુલ્લા શાહીદ- જે કોઈ ઇસ્લામના પડદા પાછળ છુપાય છે અને નફરત ફેલાવે છે તે ઇસ્લામની કુસેવા કરી રહી છે.

 પ્ર-તમારી સંસદના અધ્યક્ષ અને પૂર્વ પ્રમુખ નાશીદે તેમની ભારતની મુલાકાત દરમિયાન ખૂબ જ કડક શબ્દો વાપરતાં માલદીવ્સમાં ચીન દ્વારા જમીન ઝપટી લેવાને ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે સરખાવી હતી. ગત કેટલાક મહિનાઓ માટે સોલિહ સરકાર સત્તામાં હોવા છતાં તેઓ નિરાશા વ્યક્ત કરતા જણાયા હતા, યામીન સરકાર દ્વારા કરવામાં આવેલી ચોક્કસ વિવાદાસ્પદ ચીની સમજૂતીઓને પાછી ખેંચવા માટે કોઈ પગલાં લેવાયાં નથી અથવા તો જે સોદાઓ થયા છે તે દેવાની જાળ ન હોય સુનિશ્ચિત કરવા તેના પર પુનર્વિચાર કરવા ચીનને સંકેત અપાયા નથી. તમારા વિચારો.

અબ્દુલ્લા શાહીદ- પ્રમુખ નાશીદ, અમારા અધ્યક્ષે શું કહ્યું તેને સમજાવવાનો હું પ્રયાસ નહીં કરું. વર્તમાન સરકાર ચીનની ઉદાર સહાયતાને પ્રશંસે છે. અગાઉના શાસન દરમિયાન થયેલા બેજવાબદાર ધિરાણ પર સ્વતંત્ર પ્રમુખકીય પંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કાયદા દ્વારા અસ્ક્યામત વસૂલી પંચ સ્થાપવામાં આવ્યું હતું અને તે કાનૂની પ્રક્રિયાઓ દ્વારા કરવામાં આવશે. અમે નથી ઈચ્છતા કે અમે ભારે દેવાંઓના કાદવમાં ફસાઈ જઈએ. વર્તમાન સરકાર સામાજિક વિકાસ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા સાથે ચાલુ રહેવા અને ચીજો કામ કરે તે જોવા કૃતનિશ્ચયી છે. અન્યાયી સમજૂતીઓ જે કદાચ હસ્તાક્ષરિત થઈ હોઈ શકે છે, તેની અમારે તપાસ કરવી પડશે. એક ચૂંટાયેલી લોકશાહી સરકાર તરીકે, જ્યાં સુધી અમારી યોગ્ય પ્રક્રિયાઓ પૂરી ન થઈ જાય ત્યાં સુધી આ મુદ્દાઓ પર ટીપ્પણી કરવા અમે સક્ષમ નહીં હોઈએ. તેનાથી અમારા કોઈ લોકોને મદદ નહીં મળે. 

પ્ર-પરંતુ માલદીવ્સ દ્વારા અગાઉ હસ્તાક્ષરિત કોઈ પરિયોજના છે જે તમારી સરકાર પાછી ખેંચવા માગે છે? વિપક્ષની ગેરહાજરીમાં મજલિસ દ્વારા જેને રદ્દ કરી દેવામાં આવ્યું તે ચીન સાથે મુક્ત વ્યાપાર સમજૂતીની શું સ્થિતિ છે?

અબ્દુલ્લા શાહીદ-સામાજિક વિકાસ પરિયોજનાઓ ચાલી રહી છે. ગત સપ્તાહે ચીને હુલુમાલે સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં એક આય ક્લિનિક ખોલ્યું હતું. આ ચીજોની લોકો દ્વારા પ્રશંસા કરાઈ રહી છે. આ એવી જરૂરિયાતો છે જે લોકોને જોઈએ છે. ગૃહનિર્માણની પરિયોજનાઓ ચાલી રહી છે. હું ગત સપ્ટેમ્બરમાં બૈજિંગમાં હતો. મને લાગ્યું કે બૈજિંગ સામાજિક ગૃહનિર્માણની પરિયોજનાઓ અને રમત સહિત સામાજિક ક્ષેત્રો સંબંધિત અન્ય પરિયોજનાઓ સ્થાન દેવા માગે છે. તત્કાલીન સરકારે જ્યારે એફટીએને ફગાવી દીધું ત્યારે હું પ્રમુખ સોલિહ અને વર્તમાન સંરક્ષણ પ્રધાનની સાથે સંસદનો સભ્ય હતો. સભ્ય તરીકે અમે તેને પડકાર્યું હતું. તે રેકૉર્ડ પર છે. અમે તેના પર પાછા ન જઈ શકીએ કારણકે તે એ ઢબે કરાયું હતું. આ (લોકતાંત્રિક) પ્રક્રિયાઓ થાય તે સુનિશ્ચિત કરવી તે કાનૂની જવાબદારી છે. આથી વર્તમાન સરકાર તેની સમીક્ષા કરી રહી છે અને અમે સર્વગ્રાહી સમીક્ષા કરીએ તે પહેલાં અમે તેને પાછી ખેંચીશું કે નહીં તે કહેવું અનુચિત ગણાશે.

પ્ર- શું પ્રમુખ સોલિહ અને અધ્યક્ષ નાશીદ વચ્ચે મતભેદોના ઓછાયા ઉતરી આવ્યા છે?

અબ્દુલ્લા શાહીદ- જરા પણ નહીં. આપણે કઈ રીતે શબ્દો વાપરીએ છીએ તેના પર બધું છે. પરંતુ અમે ખૂબ જ સ્પષ્ટ છીએ કે એક જવાબદાર સરકાર તરીકે અમારે માત્ર (પરિયોજનાઓની) સર્વગ્રાહી સમીક્ષા પછી જ ટીપ્પણીઓ કરવી જોઈએ. 

પ્ર-માલદીવ્સે સીએએ (નાગરિકત્વ સુધારા અધિનિયમ) અને કાશ્મીરને આંતરિક મુદ્દાઓ ગણાવીને ભારતીય સરકારનું સમર્થન કર્યું છે. પરંતુ શું માલદીવ્સને તેનાથી અહીંની લઘુમતીને જે રીતે અસર પડશે તેની ચિંતા છે?

અબ્દુલ્લા શાહીદ- માલદીવ્સ પહેલો દેશ હતો જે સાર્વજનિક રીતે બહાર આવ્યો અને કહ્યું કે ભારતીય બંધારણની કલમ ૩૭૦ દૂર કરવી તે આંતરિક બાબત છે. જ્યારે લોકસભા દ્વારા સીએએસ પસાર કરાઈ રહ્યો હતો ત્યારે હું દિલ્હીમાં હતો. અમે જે જાળવીએ છીએ અને અમારી સ્થિતિ છે તે એ કે તમારા દેશના બંધારણમાં સૂચવાયેલા લોકશાહી રસ્તે કાયદાકીય પ્રક્રિયાઓ થઈ છે કે કેમ તે જોવું જોઈએ. ભારત વિશ્વમાં સૌથી ગતિશીલ લોકતાંત્રિક સ્થળો પૈકીનું એક છે. જો તમારી સંસદમાં પસાર થયેલા ખરડાઓનો લોકો વિરોધ કરે કે સમર્થન કરે તો તે તમારી લોકશાહીની ગતિશીલતા બતાવે છે. પરંતુ એ હકીકત છે કે આ મુદ્દાઓ પર પડોશી દેશોએ ટીપ્પણી ન કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, હું નહીં ઈચ્છું કે જ્યારે માલદીવ્સની સંસદ તેનું બંધારણ સુધારે કે તેના પોતાના કાયદાઓ સુધારે ત્યારે ભારત કે અન્ય કોઈ દેશ આવે અને મને કહે. એક માત્ર મહત્ત્વની વાત એ છે કે લોકતાંત્રિક પ્રક્રિયાઓ થઈ છે કે કેમ તે તપાસવું જોઈએ. જો ભારતીય જનતા એ સુનિશ્ચિત કરી રહી હોય કે સીએએના મુદ્દા પર ફેરવિચારણા થવી જોઈએ તો પછી મને ખાતરી છે કે ભારતની સંસદ અને સરકારે તેના પર પુનર્વિચાર કરવો પડશે. લોકશાહીની આ જ તો ખૂબી છે.

પ્ર- ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, તે જોતાં તેના દ્વારા કાયદો આંતરિક પ્રક્રિયા હોઈ શકે છે પરંતુ કાશ્મીરમાં માનવ અધિકારની પરિસ્થિતિ અથવા સંચાર પર પ્રતિબંધો અથવા વિદ્યાર્થીઓના વિરોધોને સંભાળવા વધુ પડતા બળનો ઉપયોગ, શું તે ભારત જેના પ્રત્યે અન્ય દેશો આશાભરી નજરે જુએ છે તેના લોકતાંત્રિક સિદ્ધાંતો માટે ચિંતા સર્જે છે?     

અબ્દુલ્લા શાહીદ- અમારા રાજદૂતે અગાઉ સંખ્યાબંધ રાજદૂતો સાથે કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેણી વર્તમાન સંજોગો હેઠળ પરિસ્થિતિને જે શ્રેષ્ઠ રીતે સંભાળાઈ રહી છે તેનાથી તે ખૂબ જ સંતુષ્ટ છે. મને ખાતરી છે કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય તરફ પાછી ફરે તે માટે ઝડપી શું કરવું જરૂરી છે તેનાથી ભારતીય સરકાર જાગૃત છે.

પ્ર-માલદીવ્સ અને ઓઆઈસી (ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કન્ટ્રિઝ) જેના તમે સભ્ય છો, તેમની વચ્ચે ભારત સંબંધિત મુદ્દાઓ પર મતભેદ છે?

અબ્દુલ્લા શાહીદ- અમે અમારો દૃષ્ટિકોણ સાર્વજનિક રીતે ખૂબ જ સ્પષ્ટ કરી દીધો છે.

પ્ર-શું તમે આશાવાદી છો કે જેમ ભારત અને પાકિસ્તાને એસસીઓ હેઠળ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું છે તે રીતે સાર્ક પર કોઈ આગળ હિલચાલ થશે? અને આ છત્રી હેઠળ તમે સંયુક્ત કવાયતોના ભાગ હશો? જો ભારત અને પાકિસ્તાન એસસીઓ હેઠળ કામ કરી શકે તો શું તેમના જેવા સાર્કના સભ્ય દેશો તેમના મતભેદો બાજુએ મૂકી દેશે અને સાર્કમાં એક સાથે કામ કરશે?

અબ્દુલ્લા શાહીદ- સાર્ક ૧૯૮૫થી ચાલી રહ્યું છે. આપણે ઘણા મોરચા પર ઘણી બધી પ્રગતિ કરી છે. આ અસ્તિત્વના લાંબા સમયગાળામાં, જે જાહેર થયું છે તે એ છે કે આપણે આ ક્ષેત્રના મહત્ત્વના મુદ્દાઓ અને મતભેદો પર ધ્યાન આપવાની જરૂર છે. હવે સાર્ક એવા સ્તરે પહોંચી ગયું છે જ્યાં આપણે મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. દેશોએ પોતાના નિર્ણયો લેવાના છે. સાર્કની પ્રારંભિક સમજૂતી એ છે કે આપણે એવા કોઈ પણ મુદ્દાઓ પર ચર્ચા ટાળીશું જેના પર અસંમતિ થઈ શકે તેમ હોય. આપણે એવા સ્તરે પહોંચવાની જરૂર છે જ્યાં આપણે આ મુદ્દાઓ પર ચર્ચા શરૂ કરી શકીએ. 

પ્ર-શું એ નિરાશાજનક છે કે ભારત અને પાકિસ્તાન એસસીઓ હેઠળ મતભેદો કોરાણે મૂકી શકે છે પરંતુ સાર્ક ચાલી રહ્યું નથી? શું તમને આશા છે કે ટૂંક સમયમાં શિખર પરિષદની બેઠક ફરીથી મળી શકે છે કે પછી તે હવે મૃતપ્રાય સમાન જ છે?

અબ્દુલ્લા શાહીદ- હું આશાવાદી છું પરંતુ જ્યાં સુધી શિખર પરિષદનો પ્રશ્ન છે ત્યાં સુધી હું કોઈ નોંધપાત્ર હિલચાલ જોઈ રહ્યો નથી. પરંતુ જ્યાં સુધી અન્ય સ્તર જેમ કે પ્રધાન સ્તરની બેઠકોનો પ્રશ્ન છે, તે તો થઈ રી જ છે. અમે ગયા વર્ષે માલદીવ્સમાં શિક્ષણ પ્રધાનોની બેઠક યોજી હતી. ટૅક્નિકલ બેઠકો અને સહકાર ચાલી રહ્યો છે. પરંતુ રાજકીય અને શિખર સ્તરે મને લાગે છે કે થોડી વાસ્તવિકતા સાથે આપણે આશાવાદી રહેવું જોઈએ. 

પ્ર- પરંતુ મંચને રાજકીય ધક્કો આપવા શું શિખર પરિષદ અગત્યની છે? શું તેના વગર મંચ કામ કરી શકે?

અબ્દુલ્લા શાહીદ- અત્યારે તો તે એ રીતે જ કામ કરી રહ્યું છે.

પ્ર-ભારત દ્વારા બનાવાઈ રહેલું ક્રિકેટ સ્ટેડિયમ કઈ રીતે આકાર લઈ રહ્યું છે?

અબ્દુલ્લા શાહીદ- મેં ચિત્રો જોયાં છે, તે સુંદર છે. તે લગભગ તૈયાર છે. શિલારોપણની વિધિ ટૂંક સમયમાં જ થશે. પ્રશિક્ષણનું કામ પહેલાં જ શરૂ થઈ ગયું છે. અમારા યુવાનોને ભારતના પ્રશિક્ષકો સહાય કરી રહ્યા છે. ટૂંક સમયમાં અમે તમને હરાવીશું!

પ્ર- શું તમે પ્રમુખ સોલિહની જેમ ક્રિકેટના ચાહક છો?

અબ્દુલ્લા શાહીદ- પ્રમુખ સોલિહ ક્રિકેટના મોટા પ્રશંસક છે અને તેઓ આ રમત રમે છે. હું ક્રિકેટનો ચાહક છું અને તે જોઉં છું. ગયા વર્ષે પ્રમુખ સોલિહ અને મને બેંગ્લુરુ એક મેચ નિહાળવા પ્રવાસ કરવાની તક મળી હતી. તે ખૂબ જ ઉત્કૃષ્ટ હતી. અમને તેમાં ખૂબ જ મજા પડી. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.