નવી દિલ્હી: દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે 10 હજાર બેડની સુવિધા ધરાવતા સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરનું રવિવારે ઉદઘાટન કર્યું હતું. દુનિયાનું આ સૌથી મોટું કોવિડ કેર સેન્ટર છે. આ સેન્ટર કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે બનાવવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં જૂન મહિનામાં કોરાનાના કેસમાં અચાનક વધારો આવ્યા બાદ આ કોવિડ કેર સેન્ટરનું કામ ઝડપી બનાવવામાં આવ્યું હતું. જેનું નિરીક્ષણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કર્યુ હતું.
કોવિડ કેર સેન્ટરના ઉદઘાટન બાદ દિલ્હીના ઉપરાજ્યપાલે જણાવ્યું કે, કોરોના સામેની લડાઈમાં આ કોવિડ કેર સેન્ટર મહત્વનો ભાગ ભજવશે.