સરબજીત પર પાકિસ્તાનમાં લાહૌર તથા ફૈસલાબાદમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપમાં પાકિસ્તાનની સ્થાનિય કોર્ટે પણ 1991માં મોતની સજા સંભળાવી દીધી હતી. ત્યાર બાદ હાઈકોર્ટમાં પણ તેમની સજા જેમની તેમ જ રાખવામાં આવી હતી.
સરબજીત પર ગુનો કબુલ કરવા માટે અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવતી હતી. જો કે, બોમ્બ વિસ્ફોટમાં તેમનો કોઈ જ સંબંધ નહોતો.
જો કે, આ કેસમાં માફી અરજી દાખલ કરતા વારંવાર તેમની મોતની સજાને ટાળવામાં આવતી હતી.
તો આ બાજુ ભારત પણ વારંવાર તેને મુક્ત કરવાની માગ કરતું રહ્યું હતું. ભારત પોતાના વલણ પર હંમેશા ટકી રહ્યું હતું કે, તે કોઈ જાસૂસ નથી.
સરબજીતનું પાકિસ્તાનમાં પકડી જવું તથા મોતની સજા સંભળાવવી એવી જ ઘટના છે જેવી હાલ કુલભૂષણ જાદવની ઘટના ચાલી રહી છે. પાકિસ્તાની અધિકારીઓએ જાદવને ઈરાનથી અપહરણ કરી જાસૂસ તથા આતંકી હોવાનો આરોપ લગાવ્યો છે.
જો કે, સરબજીતની ઘટનામાં ભારતે ક્યારેય આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો ન્હોતો, જ્યારે જાદવની ઘટનામાં ભારતે આ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈને પાકિસ્તાનને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે.
સરબજીત પર 26 એપ્રિલ 2013માં લાહૌરની કોટ લખપત જેલમાં કેદીઓએ હુમલો કરી તેમને ઘાયલ કરી નાખ્યા હતાં, જો કે, આ ઘટનામાં પાકિસ્તાની જેલના અધિકારીઓ પણ સામેલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ભારતે પાકિસ્તાનને વારંવાર માનવતાના આધારે તેને છોડી મુકવાની ભલામણ કરી પણ પાકિસ્તાને ભારતની વાત પર ધ્યાન ન આપ્યું.
પાકિસ્તાને 2 મે 2013માં જાહેરાત કરી કે, ઘાયલ થવાને કારણે સરબજીતનું મોત થઈ ગયું છે.
સરબજીત જ્યારે જીવતા હતા ત્યારે પાકિસ્તાનના માનવાધિકાર કાર્યકર્તા અંસાર બર્નીએ તેમની સાથે ન્યાય કરાવા માટે પુરતી મહેનત કરી હતી પણ સેના અને કટ્ટરપંથી ઈસ્લામી સંગઠનોના દબાવમાં પાકિસ્તાન સરકારે તેમની અવાજ દબાવી દીધી અને પરિણામ સ્વરુપ સરબજીતને મોતના હવાલે થવું પડ્યું.