નિરુપમે રાજ્યપાલ સત્યપાલ મલિક પર કટાક્ષ કરતા કહ્યું કે, અમારા દેશમાં જેટલા પણ રાજ્યપાલ હોય છે, તેઓ સરકારના ચમચા હોય છે. સત્યપાલ મલિક પણ ચમચા જ છે.
વધુમાં નિરુપમે કહ્યું કે, રાજીવ ગાંધીને કોર્ટે બોફોર્સ મામલામાં ક્લીન ચિટ આપી હતી. અરૂણ જેટલી પણ એ ક્લીન ચિટ દેનારાઓમાંના એક હતા.જ્યારે પીએમએ રાજીવ ગાંધીને 'ભ્રષ્ટ્રાચારી નં-1' કહ્યું, ત્યારે તેઓના ઘણી ટીકા થઈ હતી કે તેઓ હવે આ પ્રકારનું કંઈ પણ કરશે નહીં.
કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો કે, એવું લાગી રહ્યું છે કે, સત્યપાલ મલિક, મોદીજીની ચાપલૂસી કરી રહ્યાં છે, ચમચાગીરી કરી રહ્યાં છે. આ પાછળનું મુખ્ય કારણ તેમની ખુરશી બચી શકે તે છે. રાજ્યપાલોએ પ્રતિષ્ઠા જાળવી રાખવી જોઈએ.