નવી દિલ્હીઃ શાહીન બાગ પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન બાદ આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણુક કરાયેલા પ્રવક્તાઓની આજે એક બેઠક યોજાશે. આ બેઠક અંતર્ગત બધા વરિષ્ઠ પ્રવક્તા સંજય હેગડેના નિવાસ સ્થાને મળશે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે સર્વોચ્ચ અદાલતે શાહીન બાગ નાગરિકતા સંશોધન કાયદાનો વિરાધ કરી રહેલા પ્રદર્શનકારીઓની સાથે વાત કરવા 3 પ્રવક્તાની નિમણૂક કરી હતી.