લખનઉ: સમાજવાદી પાટ્રીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે વિશ્વાસ અપાવ્યો કે, વર્ષ 2022માં તેમની પાર્ટી ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવશે. લખનઉમાં આયોજીત એક કાર્યક્રમમાં પહોંચેલા પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં 2022માં મારી પાર્ટીની સરકાર બનાવવા માટે મારે રામ અને હનુમાનને પકડવાની જરૂર નથી, હું કામગીરીને પકડીશ, મારા કામના વોટ માંગીશ.
2 વર્ષ બાદ તમામને પસંદ આવશે સાયકલ
અખિલેશે કહ્યું કે, 2 વર્ષ બાદ તમામ જ્ઞાતિ, ઘર્મના લોકો સાયકલને પસંદ કરશે. હું દિલ્હીની જનતાને શુભેચ્છા આપવા માંગુ છું કે, તેમણે કામને વોટ આપ્યો છે નફરત અને ગોળીને નહીં. હવે આવું જ કામ ઉત્તર પ્રદેશની જનતા પણ કરશે. કામ બોલે છે, જે 2022માં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, 2012 વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવના નૈતૃત્વ વાળી સમાજવાદી પાર્ટીએ પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી, પરંતુ 2017ની ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
જય શ્રી રામના નારાથી નારાજ નથી
કન્નોજમાં 'જય શ્રી રામ'ના નારા લગાવવા પર વિરોધ દર્શાવા અંગે અખિલેશે કહ્યું કે, હું યુવકના જય શ્રી રામના નારા લગાવવા પર નારાજ નથી. તે તો રોજગાર માગી રહ્યો હતો, મેં કહ્યું કે અહીંયા ક્યાં આવો છો, પ્રદેશ સરકાર પાસેથી રોજગારી માંગો.