ETV Bharat / bharat

સલમાન ખુર્શીદે ટ્રમ્પની ભારત મુલાકાતને બોદી ગણાવી

અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની પ્રથમ ભારત મુલાકાત મંગળવારે સાંજે પૂરી થઈ જેમાં વેપાર અને સુરક્ષા પર કોઈ મોટી ઘોષણાઓ ન થઈ. વરિષ્ઠ કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે તેમની મુલાકાતને ‘બોદી’ ગણાવી હતી.

A
સલમાન ખુર્શીદે ટ્રમ્પની ભારત મુલાકાતને બોદી ગણાવી
author img

By

Published : Feb 28, 2020, 4:34 AM IST

વરિષ્ઠ પત્રકાર અમિત અગ્નિહોત્રી સાથેની વાતચીતમાં, ખુર્શીદે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને ‘બોદો લાગતો કાર્યક્રમ’ ગણાવ્યો હતો અને એ હકીકત પર ભાર મૂક્યો હતો કે અમેરિકાના પ્રમુખની ભારત મુલાકાત ‘બિનઉત્પાદક’ રહી.

અહીં ઇન્ટરવ્યૂના કેટલાક અંશો પ્રસ્તુત છે:

બધા અમેરિકા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની મુલાકાતના ભરપૂર વખાણ કરી રહ્યા છે. મોદી સરકાર આ મુલાકાતમાંથી વિદેશ નીતિની રીતે ખૂબ ફાયદો થયો છે. તમે આ અસરનું કઈ રીતે આકલન કરો છો?

જુઓ, મને લાગે છે કે તે થોડી બોદી હતી જેમાં ચિચિયારીઓ પાડનારા બહાર આવ્યા, ઘણાં બધાં નાણાં ખર્ચાયા અને ઘણા રંગો દેખાયા. તે દેશના અહંકાર માટે સારું હતું કે વિદેશના ટોચના નેતાઓ આવે છે અને તેઓ ખૂબ જ મિત્રતાસભર દેખાય છે, જે તેઓ કરે છે, પરંતુ તે બધું પૂરું થયા પછી, તમારે બેસવાની જરૂર છે અને સરવાળો કરવાની જરૂર છે અને જાણવું જોઈએ કે તમારે શું જોઈતું હતું અને તમે શું મેળવ્યું. મને લાગે છે કે તેમાં દેખાડવા માટે ઝાઝું ખાસ કંઈ નથી. મને લાગે છે કે આ સરકારને બોદા અવાજવાળી વસ્તુઓ, કંઈક એવી જે વાગે છે તો ઊંચા અવાજમાં પણ અંદર કંઈ નથી હોતું, તેની સામે કોઈ વાંધો નથી. અને હું આ બેઠકને આ જ રીતે વર્ણવીશ. ટ્રમ્પ માટે સારી.

શું પ્રમુખ ટ્રમ્પની મુલાકાત આવનારી પ્રમુખપદની ચૂંટણી માટે હતી? કેટલાક લોકો કહી રહ્યા છે કે તેઓ તેમની પોતાની ચૂંટણી માટે ચિંતિત છે. તમારી ટીપ્પણીઓ!

સ્વાભાવિક, તેઓ છે. તેમની પાસે છ મહિના જ છે અને તેઓ તેના વિશે ચિંતિત છે. દેશો વ્યક્તિઓ સાથે બંધાતા નથી, દેશો લોકો સાથે બંધાય છે અને મને આશા છે કે આપણી અમેરિકાના લોકો સાથે એ કડી છે. આપણે ભૂતકાળમાં અમેરિકા સાથે સમસ્યાઓ જરૂર હતી. આપણે તેના વિશ્વ વિશેના મત સાથે સંમત નથી થયા અને આપણે તેની કેટલીક નીતિઓ સાથે પણ સંમત નથી. અને આથી જ બંને મહાન લોકશાહીઓ વચ્ચે અંતર હતું. પરંતુ જો આપણે તેમની સાથે એટલા સારા સંબંધો હોય તો કોઈ ફરિયાદ ન કરી શકે, આપણે તેની સાથે ખૂબ ખુશ છે. પરંતુ આ ગાઢ સંબંધો આપણને શું આપે છે તે મોટો પ્રશ્ન છે. હું કંઈ આવતું જોઈ રહ્યો નથી.

ભારતના ચીન, યકે, ઑસ્ટ્રેલિયા, ઇઝરાયેલ જેવા અન્ય દેશો સાથેના સંબંધમાં, શું વડા પ્રધાન મોદીની મજબૂત નેતાની છબી આપણા વૈશ્વિક વલણને ઉત્તેજન આપવામાં મદદ કરી રહી છે?

શું તેમ થઈ રહ્યું છે? આપણી સાથે કોણ વાત કરે છે? કોણ કહે છે કે આપણે જેરુસલેમ સાથે શું કરવું તે નક્કી કરીએ તે પહેલાં આપણે ભારત સાથે વાત કરીશું. શું એ જ અમેરિકા પ્રમુખ આપણને પૂછે છે કે જેરુસલેમ સાથે શું કરવું? શું તેઓ ફૉન પર પૂછે છે કે જ્યારે ચીન નક્કી કરે છે કે તેઓ રસ્તો બનાવવા માગે છે, વગેરે ત્યારે શું કરવું? શું તે આપણી સાથે વાત કરે છે જ્યારે તેઓ કહે છે કે પાકિસ્તાન મિત્ર છે? ફાયદો ક્યાં છે અને આપણને જેનું વચન આપવામાં આવ્યું હતું તે મૂડીરોકાણ ક્યાં છે? મને બહુ ખાતરી નથી કે આપણને ખરેખર કંઈ ફાયદો થયો છે. શું ચીનના લોકોને અનુકૂળ છે, આપણે ચીનના લોકો સાથે જે કરી રહ્યા છીએ તેના કારણે જાપાનના લોકોને અનુકૂળ છે? લોકો માટે ભારતને ટેકો આપવાનું ચાલુ રાખવું તે સારું છે, પરંતુ તે છેલ્લાં ચાર કે પાંચ વર્ષમાં થયું નથી. તે લાંબી વાર્તા છે અને એવું ઘણું છે જે થયું છે. પ્રમુખ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી વચ્ચે કેટલા અદ્ભુત સંબંધો છે તેના વિશે ગુણગાન ગાઈએ તે પહેલાં આપણે એ દિવસો ન ભૂલવા જોઈએ જ્યારે અમેરિકાના પૂર્વ પ્રમુખ જૉન કેનેડી જવાહરલાલ નહેરુ સાથે ચાલ્યા હતા. આપણે એ ન ભૂલવું જોઈએ જ્યારે જેક્વેલિન કેનેડીને ખાસ ભારત મોકલાયાં હતાં. આ દેશમાં ઘણું બધું થયું છે જે શ્રી મોદીને ખબર હોય તેમ લાગતું નથી.

તો શું ભારતની છબી છેલ્લાં થોડાં વર્ષોમાં ધરખમ રીતે બદલાઈ છે?

જુઓ, ભારતની છબી હંમેશાં ઊંચી રહી છે. એ ન ભૂલવું જોઈએ કે આપણે બિન જોડાણવાદી ચળવળ (નામ)માં અગ્રમોરચે હતા. તેમાં ત્રણ દેશો યુગોસ્લાવિયા, ઈજિપ્ત અને ભારત હતા. આપણું વલણ ત્યારે ઊંચું જ હતું જ્યારે આપણે બ્રિક્સના અગ્રણી સભ્ય બન્યા અને સાર્ક ક્ષેત્રમાં વરિષ્ઠતમ અને સૌથી અગત્યનો દેશ બન્યા. આસિયાન અને એશિયા-પ્રશાંતમાં આપણી હિલચાલ…આ બધું શ્રી મોદીના આવ્યા પહેલાં થયું. તેથી તેમણે ગુમાવ્યું નથી, એ વાત માટે આપણે તેમનો આભાર માનવો જોઈએ પરંતુ જ્યારે પ્રમુખ ટ્રમ્પ અહીં હતા ત્યારે દિલ્હીમાં જે થઈ રહ્યું હતું અને બીજે પણ જે થઈ રહ્યું હતું, મને લાગે છે ક આપણે તે છબી ગુમાવી દીધી છે.

રસપ્રદ રીતે, જ્યારે પ્રમુખ ટ્રમ્પે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી ત્યરે તેમણે મુલાકાત માટે વડા પ્રધાનનો આભાર માન્યો પરંતુ મહાત્મા ગાંધીનો કોઈ ઉલ્લેખ ન કર્યો. તમે કઈ રીતે પ્રતિક્રિયા આપશો?

તે ખૂબ જ દુઃખદ છે. કોઈએ પ્રમુખને આ વિશે જણાવ્યું નહીં અને તેમના મગજમાં એ નોંધનીય વ્યક્તિ જેને આખું વિશ્વ સન્માન આપે છે તેમના દૃષ્ટિકોણ નહોતો. હું ટ્રમ્પના રાજકારણમાં બહુ થોડું કહીશ, જે સૂચવે છે કે તેઓ મહાત્મા ગાંધીના ચાહક છે.

કેન્દ્રની વિદેશ નીતિનું મુખ્ય કેન્દ્ર પાકિસ્તાન છે તે જોતાં તમે ભારત-પાકિસ્તાનના સંબંધોને કઈ રીતે આગળ વધતાં જુઓ છો?

જુઓ, મને ખબર નથી…શું આપણે પાકિસ્તાન સાથે લડાઈ ઈચ્છીએ છીએ, શું આપણે પાકિસ્તાનને કચડી નાખવા માગીએ છીએ, કે પછી પાકિસ્તાનને અવગણવા માગીએ છીએ કે પછી પાકિસ્તાનથી આપણી જાતની સુરક્ષા કરવા માગીએ છીએ.

ઘણી વાર એવા દાવા થાય છે કે સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કર્યા પછી પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર પુનઃ પ્રાપ્ત કરી લેશે. શું તે વાસ્તવિક લાગે છે?

કોઈ એમ નથી કહેતું કે તેમ ન કરો. તમે શા માટે અમને એમ કહીને ધમકાવો છો કે અમે આમ કરીશું, તેમ કરીશું? બસ, જાવ અને કરી નાખો. અમે સંસદમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો. બસ, તેને વાંચો અને આગળ વધો. પરંતુ શું તમે એક પગલું આગળ વિચાર્યું છે? જો તમે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ફરી મેળવી લેશો તો તે લોકો સાથે તમે શું કરશો? શું તેઓ દેશના ખૂબ જ સરસ મિત્રતાસભર નાગરિકો બની જશે કે પછી માથાનો દુઃખાવો બની જશે?

દક્ષિણ એશિયા ક્ષેત્રમાં આવીએ તો, શું આપણે વધુ સારી પ્રગતિ કરી છે?

જુઓ, સાર્ક ગાયબ થઈ ગયું છે. મને લાગે છે કે આપણે પડોશમાં જે પ્રકારનો વિશ્વાક અને નિષ્ઠાવાન ટેકો મેળવી શક્યા હોત, કેટલીક બાબતે વાંધા છે. અને તે દુઃખની વાત છે. પરંતુ જો આપણા સંબંધો સારા રહેવાના હોય તો આપણે ગમે તેને યશ મળે તે નહીં જોતાં, તેનો આનંદ કરવો જોઈએ.

મોદી સરકારની વિદેશ નીતિનાં લક્ષ્યો શું હોવાં જોઈએ?

જુઓ, પહેલાં તો વિદેશ નીતિ હોવી જોઈએ…વિદેશ નીતિ આપણાં પોતાનાં હિતોને આગળ વધારવા માટે. આપણી વિદેશ નીતિનું દાર્શનિક તત્ત્વ વિશ્વએ હંમેશાં વખાણ્યું છે. આપણે રશિયા, અમેરિકા કે ચીન જેવા મહાન સૈન્ય શક્તિ ન બની શકીએ. પરંતુ સાંસ્કૃતિક પ્રભાવની રીતે આપણે મહાન શક્તિ બની શકીએ. આપણે તે બનવાનું લક્ષ્ય શા માટે ન રાખીએ? શક્તિશાળી હોવાનો દેખાવ કરવો સારી બાબત નથી.

અમિત અગ્નિહોત્રી દ્વારા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.